લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
રાજસ્થાનના પુસ્કર મેળામાં આવ વખતે ‘ભીમ’ નામના ભેંસને લાવવામાં આવી હતી, આ ભેંસની કિંમત 10 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. મૂર્રા પ્રજાતિની આ ભેંસ 1200 કિલોની છે, જ્યારે તેની ઉંચાઇ 6 ફૂટ અને લંબાઇ 14 ફૂટ છે. માત્ર 5 વર્ષની ઉંમરમાં પોતાના ઉંમરની અન્ય ભેંસો કરતા કદ અને વજનમાં વધારે છે
માત્ર 5 વર્ષની ઉંમરમાં પોતાના ઉંમરની અન્ય ભેંસો કરતા કદ અને વજનમાં વધારે છે, જેનો એક મહિનાનો ખોરાક 1 લાખ રૂપિયાથી વધારેનો છે.
‘ભીમ’ ભેંસને એક દિવસમાં 1 કિલો ઘી, અડધા કિલો માખણ, 200 ગ્રામ મધ, 25 લિટર દૂધ અને 1 કિલો કાજૂ-બદામ ખવડાવવામાં આવે છે.
ભેંસના માલિક જણાવે છે કે, ‘ભીમ’ ભેંસની ડાયટ સિવાય 1 કિલો સરસોના તેલથી માલિશ કરવામાં આવે છે, તેની દેખભાળ માટે 4 લોકોને રોકવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યુ છે, ગત દિવસોમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આયોજિત એક એગ્રો ટેક કિસાન મેળામાં ‘ભીમ’ ભેંસ સૌથી તાકતવર ભેંસ હોવાની ખિતાબ જીતી ચૂકી છે. આ પહેલા પણ સુલ્તાન અને યુવરાજ નામક ભેંસની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી હતી.
‘ભીમ’ ભેંસના માલિક જણાવે છે કે, તેમના પાસે ઘણા લોકો ‘ભીમ’ ભેંસને ખરીદવા માટે આવે છે, પરંતુ તે વેચવા નથી માંગતા, તેઓ આ ભેંસની પ્રજાતિને સુધારવાનું કામ કરવા ઇચ્છે છે.