13 લાખ ટન કચરા ના ઢગલા ને 300 કરોડ રૂપિયા માં બદલી નાખ્યા આ IAS ઓફિસરે,જાણો કેવી રીતે કર્યું હશે આ કામ…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો કેટલાક વર્ષ પહેલાં દેશના પીએમ નરેન્દ્ર મોદીને એક મોટું સારું મિશનની શરૂઆત કરી હતી.જેનું નામ છે સ્વચ્છ ભારત અભિયાન. આ મિશનના ચાલતા પૂરા ભારતદેશમાં પોતાના આસપાસ સ્વચ્છતાને લઈને જાગૃત થયા હતા.આ કામમાં આમ લોકોથી લઈને મોટા મોટા સેલિબ્રિટીઝ સુધી બધાએ રુચિ બતાવી હતી.

ત્યાર પછી દરેક શહેરને ક્લીન બનાવવા અને આ કામ માટે પ્રોત્સાહિત કરવા માટે સરકારે એક મોટી પ્રતિયોગિતા શરૂ કરી દીધી.તેમાં એમ હોય છેકે દરવર્ષે સ્વચ્છ ભારત અભિયાન ના દરમિયાન દેશના બધા શહેરોમાં તેમની સ્વચ્છતાના અનુસાર રેકિંગ અપાય છે. એવામાં દર વર્ષે શહેર વાળા અને ત્યાંનું નગર નિગમ ડિપાર્ટમેન્ટ આ રેંક માં ઉપર આવવા માટે જીવ લગાવીને તેમના શહેરને સ્વચ્છ બનાવવાની કોશિશ કરે છે.

આ કડીમાં મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર લગાતાર પાછલા બે વર્ષોથી નંબર 1 આવે છે. ઇન્દોર વાસીઓને તેમના શહેરને સ્વચ્છ બનાવવા માટે અને આ નંબર 1 ની રેન્ક પ્રાપ્ત કરવા માટે ખૂબ અરસેવો પડ્યો છે.ઇન્દોર શહેરના આ સ્વચ્છતા અભિયાનની મુખ્ય ડોરઆઇએએસ ઓફિસર આશિષ સિંહ ના હાથમાં હતી.આશિષ ઇન્દોર મ્યુનિસિપલ કમિશનર પણ છે.

તે પીએમ મોદીના સ્વચ્છ ભારત અભિયાન થી ખૂબ પ્રેરિત થયા અને તેમણે તેમના શહેર ઇન્દોરને સાફ બનવાનું નક્કી કરી દીધું.પાછલા કેટલાક વર્ષોથી ઇન્દોર શહેરના દરેક ગલી મોહલ્લાનો કચરો ત્યાંથી સાફ કરવી એક જગ્યાએ એકત્રિત કરાવ્યો હતો.એવામાં આ કચરો વધતા વધતા 13 લાખ ટન ના ઢગલામાં પરિવર્તન થઈ ગયું.આ કચરાના ઢગલાને શહેરની એક ખૂબ મોટી જગ્યા રોકેલી હતી.આ સફાઇની દ્રષ્ટિ થી પણ સારું દેખાતું ન હતું.

એવામાં આશિષે આ કચરાના ઢગલા ને સાફ કરવાનું મન બનાવી લીધું.પરંતુ આ તેના માટે એટલું સહેલું ન હતું.જો આશિષ બહારથી કોઈ એક્સ્ટ્રા મદદ માટે બોલાવતા તો આ કામ માટે તેમણે 65 કરોડ રૂપિયા સુધી ખર્ચ કરવો પડતો.પરંતુ એટલું અધિક બજેટ ન હોવાના કારણે આશિષને લોકર સોર્સ થી મદદ લીધી.થોડો જુગાડ લગાવીને આ કચરાના ઢગલા ને સાફ કરવી દીધો.

13 લાખ ટન આ કચરાને સાફ કરાવવામાં તેમને અને તેમની પૂરી ટીમને 6 મહિના લાગી ગયા આ 6 મહિનાઓમાં તેમની ટીમને દિવસ રાત કામ કર્યું તેના માટે પહેલાં તેમણે ભીનો અને સુકો કચરાને અલગ કરવાનું કામ કર્યું.તે માટે મશીનાની સહાયતા લીધી.કચરામાં જેટલું પણ લોખંડ ,કાગળ જેવા સમાન હતો તેને જંક ડીલર ( લોખંડ ભંગાર વાળા ) ને વેચી દીધો.કચરાના પ્લાસ્ટિકને ઇંધણમાં પરિવર્તિત કરી દીધું.કચરામાં નીકળેલા નકામો રબડ જેવા પદાર્થો ને પીગળાવી બુલિડિગ નિર્માણનું મટીરીયલ બનાવી દીધું.

ત્યાં જ પોલિધીન જેવા કચરાનો ઉપયોગ સિમેન્ટ પ્લાન્ટ અને રોડ નિર્માણ માં કરાવ્યો.આ રીતે ધીરે ધીરે આશિષ અને તેમની ટીમને બધા કચરાને કાઢવા લાગ્યા.આ કચરાને હટાવવાનો સાથી મોટો ફાયદો આ પણ થયો કે તેમણે એક ખુબજ મોટી 100 એકડની ખાલી જમીન મળી ગઈ.જે અત્યાર સુધી કચરાના ઢગલા એ રોકી રાખી હતી.હવે બસ આ ખાલી જમીનનો ઉપયોગ સિટી ફરેસ્ટ બનાવવા માટે કરવામાં આવશે.સાથે જ આમાંથી ગોલ્ફ કોર્સ અને અન્ય સુવિધાઓ પણ એડ કરવામાં આવશે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ કચરાના ઢગલાને હટાવીને જે 100 એકળની જમીન મળી છે તેની કિંમત 300 કરોડથી પણ વધારે છે.તેના સાથે જ કચરાને રીસૈકલ કરવા કે વેચવાથી જે નફો મળ્યો તે અલગ.આ રીતે આ આઇએએસ ઓફિસર ને સરકારને કચરાના ઢગલા ને બદલે કેટલાક કરોડનો ફાયદો કરાવી દીધો.અને શહેર પણ સાફ થઈ ગયું.

Previous articleકોરોના ના કહેર વચ્ચે આ મોડેલે HOT ફોટો સેર કરીને લગાવી દીધી આગ,ફિગર જોઈને તમારો પણ છૂટી જશે પરસેવો,જોવો હોટ પિક….
Next articleકોવિડ-19: રિલાયન્સ ના નિષ્ણાતો નો દાવો,કોરોના ને ફેલાવતા રોકશે આ વસ્તુ,જાણો વિગતવાર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here