લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં લીધે આતંક ફેલાઈ ગયો છે. લોકો ઘણી જગ્યા ચેપગ્રસ્ત થયા છે. જો આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો રાજ્યની સ્થિતિ કોરોના ને લીધે કથળી ગઈ છે. કોરોના રોકાવાનું નામ લઈ રહ્યો છે. આવામાં સુરત, અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોની સ્થિતિ તો વધુ ખરાબ બની ગઈ છે.
જોકે આ તબક્કે હવે સરકારે વેક્સિનેશન ની પક્રીયા પર ભાર મૂકવાનો નિર્ણય કર્યો છે. આજ ક્રમમાં આવતીકાલથી 18 વર્ષથી ઉપરના લોકો વેક્સિન લઈ શકશે. સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ નિર્ણય અનુસાર 18 વર્ષથી ઉપરના લોકો આવતીકાલથી એટલે કે 28 એપ્રિલ 2021 થી કોરોના વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ માટે તેઓએ CO WIN વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે. આ સિવાય જો તમારે આ બાબતે કંઈપણ માહિતી મેળવવી હોય તો સરકારી નંબર 1075 પર કોલ કરવાનો રહેશે.
તમને જણાવી દઈએ કે જો તમે વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી શકતા નથી તો આરોગ્ય સેતુ એપ અથવા ઉમંગ એપિલેશન પર તમે લોગીન કરીને રસી માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ માટે અહિ તમારે વિવિધ વિગતો ભરવી પડશે. જે તમે ધીમે ધીમે ચોકસાઈ પૂર્વક ભરી શકો છો. તમને જણાવી દઈએ કે સમય અનુસાર સરકાર દ્વારા નીતિ નિયમોમાં ફેરફાર આવી શકે છે.
કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું?
(1) 18 વર્ષથી ઉપરના લોકોએ વેકસીન માટે આ રીતે રજીસ્ટ્રેશન કરવું
(2) 18 વર્ષ થી વધુ ઉંમરના તમામ લોકો માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે.
(3) વેક્સિનના રજિસ્ટ્રેશન માટે ના સ્ટેપ આ મુજબ છે.
https://selfregistration.cowin.gov.in આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોર્ટલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો.
– જ્યારે ઉપર પ્રમાણે ફેસ આવે ત્યારે હવે તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો.
– પછી તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.
– OTP નાખતા જ નવું પેજ ઓપન થશે, જેમાં તમારી અંગત વિગતો ભરવાની રહેશે.
– ફોટો આઇડી માટે આધાર સિવાય ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.
– તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.
– હવે નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.
– ત્યારયારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.
– સેન્ટર સિલેકટ કર્યા બાદ તમને અનુકુળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.