લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દુનિયાનું સૌથી જુનો અને સૌથી પવિત્ર ધર્મ ગ્રંથ તરીકે હિન્દુ ધર્મને માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના પુરાણ આવ્યા છે અને જેમાં ક્યાં કર્મો અનુસાર કયું ફળ મળે છે તે દર્શાવવામાં આવ્યું છે. આપણા હિન્દુ ધર્મમાં 18 પુરાણુ છે. જેમાંનું એક ગરુડ પુરાણ છે.
ગરુડ એટલે ભગવાન વિષ્ણુનું વાહન માનવામાં આવે છે. જ્યારે એકવાર ગરુડે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે સ્વર્ગ અને નર્કમાં કયા લોકો જાય છે ત્યારે ભગવાનને ગરુડને આ વાત કરી હતી.
જે લોકો બીજા લોકોને કષ્ટ આપે છે અને બીજાને ખૂબ જ દુઃખી કરે છે તેને ભગવાન ક્યારેય માફ કરતા નથી અને તે લોકો સીધા નરકમાં જ જાય છે. કોઈપણ મહિલાની હત્યા કરવામાં આવે તો તે ખૂબ જ મોટું પાપ માનવામાં આવે છે. અને જો મહિલા ગર્ભવતી હોય અને તેને હત્યા કરવામાં આવે તો તે ખૂબ જ મોટો અપરાધ ગણવામાં આવે છે અને તે લોકોને નરકમાં સ્થાન મળે છે.
કોઈ વ્યક્તિની દયા ભાવના હોતી નથી અને બીજા લોકોને દુઃખી કરે છે તે સીધા નર્કમાં જાય છે. આ ઉપરાંત કોઈ પવિત્ર સ્થળ પર ગંદા કામ કરવાવાળા વ્યક્તિ પણ નરકમાં જાય છે. પતિ પત્ની સિવાય બીજા અન્ય વ્યક્તિ સાથે સંબંધ રાખવાવાળા વ્યક્તિ પણ નર્કમાં જાય છે. અને જે વ્યક્તિ અને નશીલી પદાર્થ અને માંસનું વેચાણ કરે છે તે વ્યક્તિ પણ નર્કમાં જાય છે. આ ઉપરાંત કોઈ વિધવા સાથે સંબંધ બાંધવાથી અથવા તો લગ્નની સીમાને તોડવા વાળા લોકોને પણ નરકમાં સ્થાન મળે છે.
કોઈ વ્યક્તિને દાન આપેલી વસ્તુ પાછી લઈ લેવામાં આવે તો તે પણ સીધો નરકમાં જાય છે. ઝાડ અને પ્રકૃતિને નુકસાન કરવા વાળા વ્યક્તિ પણ નર્કમાં જાય છે. આ ઉપરાંત ખોટી જુબાની આપવા વાળા અને ખોટું કામ કરવાવાળા લોકો પણ સીધા નરકમાં જાય છે.
જો કોઈ મહિલા સાથે અપરાધ કરે છે તે વ્યક્તિ પણ નર્કમાં સ્થાન મળે છે. આ ઉપરાંત જે વ્યક્તિ શિવ, વિષ્ણુ, ગણેશ, મા દુર્ગા, સૂર્યનો અનાદર કરે છે તે લોકોએ પણ સીધું નરકમાં જવું પડે છે.