70 વર્ષ બાદ વૃશ્ચિક રાશિમાં થયો ત્રણ ગ્રહો નો મેળાપ,આ રાશિઓના જીવન માં થશે ઉથલપાથલ,જાણો તમારી રાશિ નો હાલ..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ 70 વર્ષ પછી ત્રણ સૌમ્ય ગ્રહ બુધ, ગુરુ અને શુક્રનું મિલન મંગળની રાશિ વૃશ્ચિકમાં થઈ રહ્યું છે. આથી વૃશ્ચિક રાશિના જાતકો માટે આ યુતિ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ત્રણેય ગ્રહોનું એક જ રાશિમાં હોવુ આખી દુનિયા માટે શુભ સંકેત છે. જે રાશિઓને આ યુતિ અશુભ ભાવમાં થશે તેમના માટે આ ગાળો થોડો કષ્ટકારક નીવડી શકે છે. જેમને આ યુતિ શુભભાવમાં થશે તેમન માટે આ કોઈ વરદાનથી કમ નથી. જાણો તમારી રાશિ પર ત્રણ ગ્રહોની યુતિની કેવી અસર પડશે.

મેષ.

તમારા આઠમા ભાવમાં આ ત્રણ ગ્રહોનો યોગ બની રહ્યો છે. તે સ્વાસ્થ્ય માટે થોડું પ્રતિકૂળ રહેશે પરંતુ માન-સન્માનની દૃષ્ટિએ તે ઉત્તમ રહેશે. તેની દૃષ્ટિ ધનભાવ પર પડવાને કારણે આર્થિક પક્ષ મજબૂત બનશે.અટકેલુ ધન મળશે. પરિવારમાં માહોલ ખુશનુમા રહેશે.

વૃષભ.

તમારી રાશિના સાતમા ભાવમાં આ ગ્રહોના પ્રભાવથી તમારી ઉન્નતિ થશે. દાંપત્ય જીવન માં મધુરતા આવશે. કામ અને વેપારની દૃષ્ટિએ આ સમય અનુકૂળ રહેશે. વિવાહની વાત ચાલતી હશે તો સફળતા મળશે. શાસન સત્તાનું સુખ મળશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી રહેશે.

મિથુન.

મિથુન રાશિને શત્રુ ભાવમાં આ ગ્રહોની યુતિ મિશ્રફળ આપશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સાવધાન રહેવું પડશે. છૂપા શત્રુઓથી બચવું પડશે. વ્યય ભાવ પર દૃષ્ટિને કારણે વધુ ખર્ચ થશે. વિદેશ પ્રવાસનું પૂર્ણ સુખ મળશે. ધાર્મિક અને માંગલિક કામમાં તમે ભાગ લેશો.

કર્ક.

પાંચમા ભાવમાં ત્રણ ગ્રહોની યુતિને કારણે પ્રતિયોગિતામાં સફળતા મળશે. કોઈપણ નવી શરૂઆત માટે આ યોગ સારો છે. સંતાન સંબંધી ચિંતા દૂર થશે.

સિંહ.

તમારા ચોથા ભાગમાં ત્રણ ગ્રહોના યોગથી માનસિક શાંતિ મળશે. મકાન કે વાહન ખરીદવાના યોગ બને. કર્મ ભાવ પર તેમની દૃષ્ટિને કારણે પદોન્નતિની શક્યતા છે. સ્વાસ્થ્ય અનુકૂલ રહેશે. પરિવારમાં માહોલ ખુશનુમા રહેશે.

કન્યા.

પરાક્રમ ભાવમાં ત્રણેય સૌમ્ય ગ્રહોની યુતિને કારણે પરાક્રમ અને ભાગ્યમાં વૃદ્ધિ થશે. થોડી મહેનત કરશો તો વધુ સફળતા મળશે. ભાગ્ય ભાવ પર તેમની દૃષ્ટિને કારણે વિદેશ યાત્રા નું સુખ મળી શકે છે. કામના ક્ષેત્રનો વિસ્તાર થશે. આયાત-નિકાસના વેપારમાં ફાયદો થશે.

તુલા.

તમારી રાશિના ધનભાવમાં આ ગ્રહોના મિલનથી આર્થિક તંગી દૂર થશે. ઘણા સમયથી અટકેલુ ધન મળશે. વાણી મધુર રાખવી. કોઈ કામ પૂરુ ન થાય ત્યાં સુધી તેને જાહેર ન કરવું. આંખની તકલીફોથી બચવું.

વૃશ્ચિક.

તમારી રાશિ માટે આ યુતિ કોઈ વરદાનથી કમ નથી. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. તમે લીધેલા નિર્ણયના વખાણ થશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. શિક્ષા-પ્રતિયોગિતામાં સફળતા મળશે. સંતાનની જવાબદારી પૂર્ણ કરી શકશો. વિવાહ સંબંધી વાત ચાલતી હશે તો પણ સફળતા મળશે.

ધન.

તમારી રાશિમાં ત્રણ સૌમ્ય ગ્રહ બુધ,ગુરુ અને શુક્રનું મિલન માંગલિક કાર્યો તથા યાત્રા પાછળ વધુ ખર્ચ કરાવશે.મહત્વપૂર્ણ કામમાં થોડું મોડુ થઈ શકે છે. હતાશ ન થાવ, પરિસ્થિતિમાં જલ્દી જ સુધારો આવશે. કોર્ટ કચેરીના મામલા કોર્ટ બહાર જ નિપટાવી લેજો.

મકર.

તમારા લાભ ભાવમાં ત્રિગ્રહી સંયોગથી વધુને વધુ આવકના સ્રોતો ઊભા થશે. પરિવારના વડીલો અને ભાઈઓનો સહયોગ મળી રહેશે. રોજગાર માટે પ્રયત્નો વધારો. ચોક્કસ સફળતા મળશે. નવા પ્રોજેક્ટ મળી શકે છે. સંતાન સંબંધી ચિંતામાંથી મુક્તિ મળશે.

કુંભ.

કર્મ ભાવમાં ત્રણ ગ્રહના યોગથી કામના ક્ષેત્રનો વિસ્તાર થશે. રોજગારમાં ઉન્નતિના યોગ છે. કોઈ મોટી સર્વિસ હેતુ અરજી કરવા માંગતા હોવ તો સમય અનુકૂળ રહેશે. તમારો પ્રભાવ વધશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી રહેશે. મકાન કે વાહનની ખરીદીનો ઉત્તમ યોગ છે, લાભ ઊઠાવો.

મીન.

ભાગ્ય ભાવમાં ત્રણ સૌમ્ય ગ્રહોનો સંયોગ લાભદાયક પુરવાર થશે. હરવા ફરવા અને તીર્થ યાત્રાના યોગ છે. પરાર્કમ ભાવ પર પૂર્ણદૃષ્ટિથી તમારી હિંમતમાં વધારો થશે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણય અને કામની સરાહના થશે. તમારી યોજનાને અંતિમ રૂપ આપતા આગળ વધતા રહો.

Previous articleશુ તમે જાણો છો લગ્ન બાદ મહિલાઓ ને કુંવારા છોકરાઓ કેમ પસંદ આવે છે,કારણ છે જાણવા જેવું,એક વાર જરૂર વાંચો..
Next articleએકના એક સાથી જોડે વારંવાર સંભોગ કરવાથી કંટાળી ગઈ પત્ની કર્યું પતિના મિત્ર સાથે ન કરવાનું અને થઈ ગઈ એવી હાલત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here