લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દહી દરેક લોકોને નાના બાળકથી લઈને દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે. તેમાં પણ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં દહીં ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. દહીમાથી લસ્સી અને છાશ બનાવવામાં આવે છે. ઘણી વખત જ્યારે આપણે દહી બનાવવા માટે મુકીએ તો તે ખૂબ જ ખાટું થઈ જાય છે અને આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી.
આજે આપણે જો દહીં વધારે ખાટું થઈ ગયું હોય તો તેને મોળું કેવી રીતે કરી શકાય તેના વિષે માહિતી મેળવશું. આ ઉપરાંત જો દહી બરાબર જામતું ન હોય અથવા તો દહીંમાં પાણી રહેતો હોય તો તેના ઉપાય વિશે જાણીશું.
જો દરેક વધારે ખાટું થઈ ગયું હોય તો તેમાં 1.5 ગણું દૂધ નાખો અને કોઈ કાચ કે માટીના વાસણમાં
તેને ઢાંકીને મુકી દો. સવારે દૂધ એકદમ સારી રીતે ઘટ અને મોળું બની જશે. દૂધ લેતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દૂધ ખૂબ જ ગરમ કે ખૂબ જ ઠંડું ન હોવું જોઈએ. અને માપ પ્રમાણે જ દૂધ નાખો છો તમે ઓછું દૂધ નાખશો તો દહી મોળુ નહીં થાય અને ખાટું જ રહેશે.
ઘણી વખત આપણે દહી જલ્દી જમાવવા માટે વધારે મેળવણ નાખી દેતા હોઈએ છીએ. અને જેના કારણે દહીંમાં પાણી રહે છે. દહીમાંથી પાણી ને દુર કરવા માટે મલમલના કાપડનો ઉપયોગ કરી શકો છો. મલમલના કાપડમાં દહીં નાખીને તેને કોઈ ઉપર ઉંચી જગ્યાએ બાંધી દો. જેના કારણે દહીમાંથી પાણી નીતરી જાય અને દહીં એકદમ ઘટ્ટ અને મોળું બની જાય.