લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ભારત એક વિવિધતાઓથી ભરેલો દેશ છે. આજે અમે તમને અહીં એક એવા સંત વિશે જણાવવામાં જઈ રહ્યા છે જેમને છેલ્લા 80 વર્ષથી કઈ પણ ખાધું નથી. 90 વર્ષના પ્રહલાદ જાનીનો દાવો છે કે તેમને છેલ્લા 80 વર્ષથી કઈ પણ ખાધું નથી. તેમની આસપાસ હંમેશા વિજ્ઞાનીકોની એક ટીમ લાગેલી હોય છે. પ્રહલાદ જાનીનો દાવો છે કે તેમને ક્યારેય પણ ભૂખ લગતી નથી અને તેઓ ટોયલેટ પણ જતા નથી. તેમને જણાવ્યું કે તેમને ભૂખ લગતી નથી અને તેમને કઈ ખાધું પણ નથી, છતાં તેઓ આજ સુધી જીવિત છે.
80 વર્ષથી કઈ નથી ખાધું, 24 કલાક નજર રાખવામાં આવે છે
પ્રહલાદ જાની સ્થાનીય લોકોમાં ખુબ જ ફેમસ છે. લોકો તેમને ચુનરીવાલી માતાના નામથી ઓળખે છે. પ્રહલાદ જાની ઘ્વારા કરવામાં આવેલા દાવાથી ડીઆરડીઓ વિજ્ઞાનીકો પણ હેરાન છે કે આખરે કઈ રીતે કોઈ વ્યક્તિ આટલા વર્ષ ખાધા વિના રહી શકે. પ્રહલાદ જાની ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેઓ હજાર વર્ષ સુધી આ રીતે જીવિત રહી શકશે. પ્રહલાદ જાની વિશે દેશ વિદેશના તમામ ડોક્ટરો જાણવા માંગે છે. ડીઆરડીઓ વિજ્ઞાનિક ટીમે સીસીટીવી કેમેરા તેમના પર ગોઠવી દીધા છે જેને કારણે 24 કલાક તેમના પર નજર રાખવામાં આવશે.
80 વર્ષથી કઈ નથી ખાધું, 10 વર્ષની ઉંમરથી જમવાનું છોડ્યું
આપણે જણાવી દઈએ કે પ્રહલાદ જાનીનો જન્મ 13 ઓગસ્ટ 1929 દરમિયાન થયો હતો અને ફક્ત 10 વર્ષની ઉંમરે આધ્યાત્મિક જીવન માટે તેમને પોતાનું ઘર છોડી દીધું. એક વર્ષ સુધી તેમ અંબા માતાની ભક્તિમાં ડૂબેલા રહ્યા અને ત્યારપછી તેઓ સાડી, સુંદૂર અને નાકમાં નથ પહેરવા લાગ્યા. તેઓ પુરી રીતે મહિલાઓ જેવો શૃંગાર કરે છે. છેલ્લા 50 વર્ષથી પ્રહલાદ જાની ગુજરાતના અમદાવાદ થી 180 કિલોમીટર દૂર પહાડી પર અંબાજી મંદિરની ગુફા પાસે રહે છે.
80 વર્ષથી કઈ નથી ખાધું, ગંભીર બિમારીઓનો ઉપચાર છે
પ્રહલાદ જાનીનો દાવો છે કે તેઓ એવી ઘણી ગંભીર બિમારીઓનો ઉપચાર કરી શકે છે જેનો ઉકેલ ડોક્ટરો પાસે પણ નથી. તેમનો દાવો છે કે તેઓ એચઆઇવી, એડ્સ જેવી ગંભીર બિમારીઓનો ઉપચાર ફક્ત એક ફળ આપીને કરી શકે છે. એટલું જ નહીં પરંતુ તેઓ નિઃસંતાન વ્યક્તિઓનો પણ ઉપચાર કરી શકે છે. ગુજરાતના જસવંત પટેલે જણાવ્યું છે કે માતાજી ઘ્વારા સેંકડો બિમારીનો ઉપચાર કરવામાં આવ્યો છે.