લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ભારતને મંદિરનો દેશ પણ કહેવામાં આવે છે.અહીંયા ઘણા બધા મંદિરો છે.તે પોતાના જાત થીજ સંસ્કૃતિ અને ધાર્મિક વિરાસત થી સમેટેલું છે.અને આ મંદિરોમાં ફરવા અને દર્શન કરવા આખી દુનિયામાંથી લોકો આવે છે.આ મંદિરોને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે.પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોટું મંદિર ભારતમાં નથી.
તમે જાણીને નવાઈ લાગશેકે દુનિયાનું સૌથી મોટું મંદિર ભારતમાં નહિ પરંતુ કંબોડિયા માં સ્થિત છે.કંબોડિયા માં આ મંદિરનું નામ અંકોરવાટ છે.અંકોરવાટ નામનું આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે.એવું માનવામાં આવે છે કે અહીંયા આ મંદિરમાં ભગવાન વિષ્ણુ સ્વયં નિવાસ કરે છે.
આ મંદિરના પ્રતિ લોકોની એટલી શ્રદ્ધા છે.કે આખી દુનિયામાંથી લોકો આ મંદિરમાં દર્શન કરવા આવે છે.અને અહીંની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે.કંબોડિયા માં સ્થિત આ વિષ્ણુ મંદિરનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ શામિલ છે.
પહેલાં આ મંદિરનું નામ યશોધર પુર હતું.એવું કહેવામાં આવે છેકે આ મંદિરનું નિર્માણ કરવા માટે 50થી એક કરોડ રેતી ના પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.દર એક પથ્થરનું વજન લગભગ ડોઢ ટન છે.આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે ફ્રાંસ થી આઝાદી મળ્યા બાદ આ મંદિરને કંબોડિયા ના રૂપથી જાણવામાં આવે છે.
આ મંદિરની તસવીર કંડોડિયાં ના નેશનલ ફ્લેગ પર પણ છપાયેલી છે.જો આ મંદિરમાં ઇતિહાસની વાત કરવામાં આવે તો 11 સપ્ટેમ્બરમાં અહી સુર્યવર્મન દ્વિતીય નું સામ્રાજ્ય સ્થાપિત હતું.સર્વવર્મનએ આ મંદિર બનાવડાવ્યું હતું.આ મંદિર મિકાંક નદી કિનારે બનેલું છે.આ મંદિરને ટાઈમ મેગેઝિન માં વિશ્વના પાંચ આશ્વર્યજનક વસ્તુમાં શામિલ કરવામાં આવ્યું હતું.
એ સિવાય 1992 માં આ મંદિરને યુનેસ્કોએ વિશ્વ વિરાસતમાં શામિલ કર્યું હતું.તમને જાણીને નવાઈ લાગશે આ મંદિરની દિવાલો ઉપર રામાયણ અને મહાભારતની કહાનીઓ અંકિત છે.અને સાથે જ આ મંદિરની દિવાલો ઉપર દેવતાઓ અને અસુરોના મધ્ય થયેલા અમૃત મંથનનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મંદિર દુનિયાનું સૌથી મોટું પૂજા સ્થળ છે અને સંસારનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રાચીન પુરતાત્વિક સ્થળ પણ માનવામાં આવે છે.કંબોડિયા નું ખુબજ પ્રચલિત અને પુરતાત્વિક મહત્વ વાળા આ ખુબજ પ્રાચીન મંદિર અંકોરવાટ ફરવા માટે દર વર્ષે દેશ વિદેશથી લાખોની સંખ્યામાં પર્યટકો આવે છે.આ પર્યટકોમાં સૌથી વધારે સંખ્યા ચીની મુસાફરોની હોય છે.
વિદેશથી આવેલા ટૂરિસ્ટોમાં પાછલા વર્ષમાં સૌથી વધારે ચીની મુસાફર ની સંખ્યા હતી. પાછલા વર્ષે કરીબ 66285 આંકોર વાટ દર્શન કરવા ગયા હતા.ભગવાન વિષ્ણુ ને સમર્પિત અંકોરવાટ મંદિર એટલું સુંદર છેકે અહી ગયા પછી લોકો ભગવાન વિષ્ણુ ની ભક્તિ અને આ મંદિરની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે.