લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
જીવનમાં કોઈ સમસ્યા આવે તો તે સમસ્યાથી પરેશાન થવાના બદલે તેનું સમાધાન શોધવું જોઈએ.લાલ કિતાબમાં દરેક સમસ્યાનું સમાધાન કરવાની યુક્તિ બતાવવામાં આવી છે અને આ યુક્તિ કરવાથી સમસ્યાને દૂર કરી શકાય છે.લાલ કિતાબના અનુસાર પ્રાણીઓની સેવા કરવાથી અને તમને ભોજન કરાવવાથી કેટલીક સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. તો આવો જાણીએ છીએ કે કયા પ્રાણીઓને ભોજન કરાવવાથી કઈ સમસ્યાઓ ઓછી થઇ જાય છે
ગાય ને ખવડાવો રોટલી.
આપણા ગ્રંથોમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે અને કહ્યું છે કે ગાયની અંદર કેટલાક દેવી દેવતાઓનો વાસ હોય છે.ગાયની સેવા કરવાથી પાપની મુક્તિ મળે છે અને જીવન સફળ થઈ જાય છે.એટલું જ નહિ ગાયની સેવા કરવાથી કુંડળીમાં દોષને પણ દૂર કરી શકાય છે.જે લોકોના ઘરમાં તણાવનું વાતાવરણ રહે છે તે લોકો ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવી.ગોળ અને રોટલી ખવડાવવાથી ઘરમાં શાંતિ બની રહે છે.તે છતાંય ગાયને ઘાસ નાખવાથી કુંડળી દોષ પણ દૂર થાય છે.એટલુજ નહિ જે લોકો ગાયની પૂજા કરે છે તે લોકોના ઘરમાં ક્યારેય પૈસા ની ખોટ પડતી નથી અને માતા લક્ષ્મીનો વાસ સદૈવ માટે ઘરમાં રહે છે.
પક્ષીઓને નાખવું અનાજ.
પક્ષીઓને અનાજ નાખવું તે સારું માનવામાં આવે છે અને તેવું કરવાથી કેટલીક રીતનો લાભ મળે છે.જે લોકોની કુંડળીમાં શનિ ગ્રહ ભારે હોય છે તે લોકો કાગડાને તેલ વાળી રોટલી નાંખવી.કાગડાને તેલ વાળી રોટલી નાખવાથી શનિ ગ્રહ શાંત થઈ જાય છે.તે છતાંય ચકલીને દાણા નાખવા થી ધંધામાં વધારો થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.જ્યારે કબૂતરને અનાજ નાખવાથી જીવનમાં બધાજ દુઃખ દૂર થઈ જાય છે.
માછલીઓને નાખો લોટ.
માછલીઓને લોટની ગોળીઓ નાખવાથી બધા જ પ્રકારના રોગ દૂર થાય છે.તે છતાં બુધ ગ્રહ ભારે હોવાથી માછલીઓને લોટ નાખવામાં આવે તો આ ગ્રહ શાંત થઈ જાય છે અને આ ગ્રહના પ્રકોપથી રક્ષા થાય છે.
કૂતરાને રોટલી ખવડાવી.
કાળા કૂતરાને રોટલી ખવડાવાથી શનિ,કેતુ અને રાહુ ગ્રહ શાંત થઇ જાય છે.એટલા માટે જે જાતકોની કુંડળીમાં આ ત્રણ ગ્રહો ભારે છે તે લોકો કાળા કૂતરાને શનિવારના દિવસે તેલમાં તરેલી રોટલી કે પૂરી ખાવા આપો.એવું માનવામાં આવે છે કે જો તમારા હાથથી નાખવાથી રોટલી કૂતરા ખાઈ લે તો આ ગ્રહનો દોષ પૂરો થાય જાય છે.
કીડીઓને લોટ નાંખો.
કીડીઓને લોટ નાખવાથી કુંડળીમાં ગ્રહ શાંત બની રહે છે અને સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે તેટલા માટે તમે દરરોજ સવારે અને સાંજેના સમયે કીડીઓને લોટ આપવો.તેવું કરવા થી બધીજ મનોકામના પૂરી થાય છે.