લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કેટલીક વસ્તુઓને રાતે પલાળી રાખીને ખાવાથી તેના પોષક તત્ત્વોમાં વધારો થાય છે.પલાળવાના કારણે તેઓ અંકુરિત થાય છે અને પોષક તત્ત્વો શરીરને સરળતાથી મળે છે.ઉદાહરણ તરીકે કાળા ચણા અંકુરિત કરીને ખાવાથી શરીરને ઘણો ફાયદો થાય છે.તો ચાલો આપણે જાણીએ આવા પાંચ સુપરફૂડ જેને પલાળીને ખાવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
મેથીના દાણા.મેથીના દાણાનો ઉપયોગ રસોઈમાં વઘાર કરવા થાય છે.આ સિવાય જો સવારે મેથીના દાણા પલાળીને ખાવામાં આવે તો ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.તે જ સમયે જેમને કબજિયાતની સમસ્યા છે, તે માટે મેથીના દાણા પલાળીને ખાવાથી આંતરડા પણ સાફ કરવામાં મદદ થાય છે.મેથીના દાણા ખાવાથી મહિલાઓને પણ ફાયદો થઈ શકે છે જેમને પીરિયડ્સ દરમિયાન દુખાવો થાય છે.એ લોકોને ફાયદો થઈ શકે છે.
ખસખસ.ખસખસને પલાળીને સવારે ગરમ પાણી સાથે ખાવાથી વજન ઓછું થાય છે. તેમાં ફોલેટ, થાઇમિન હોય છે. સાથે વિટામિન બી ચયાપચયમાં વધારો કરે છે.
ફ્લેક્સસીડ.જો તમે હૃદયરોગથી પીડિત છો, તો અળસીને રાતભર પાણીમાં પલાળીને ખાવાથી ફાયદો થઈ શકે છે. ઓમેગા 3 એ ફેટી એસિડ્સનો એકમાત્ર શાકાહારી સ્રોત છે. જે ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
ખારેક.કિસમિસની જેમ ખારેક પણ સ્વાસ્થ્યનો ખજાનો છે.તેને પાણીમાં પલાળીને અને સવારે ખાવાથી એનિમિયાની સાથે કિડનીની પથરીની સમસ્યા પણ દૂર થાય છે.આ સાથે તેને દૂધમાં પલાળીને ખાઈ શકાય છે.સુકા દ્રાક્ષમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્ન વધુ પ્રમાણમાં હોય છે.જે કેન્સરના વધતી કોશિકાઓને અટકાવે છે.