લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કોરોના વાઇરસ અચાનક જ આવતા દુનિયા આખીમાં હાહાકાર મચી ગયો છે અને એટલા માટે સૌથી મોટો પડકાર બનતા જતા કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 45000 થી પણ વધારે લોકો મોતને ભેટ્યા છે અને હાલમાં પણ આની સંખ્યા વધતી જ જાય છે અને આ વાઇરસે દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે અને ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે અને દુનિયા આખી ભયના ઓથાર હેઠળ છે તેવું કહેવાય છે.
પણ ઘણા લોકો સમજદાર હોવામાં કારણે ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે તો તેનું પાલન કરે છે અને નિયમનો ભંગ કરતા નથી.કોરોનાના કારણે ઉભી થયેલી ભયાવહ સ્થિતિના કારણે વાઇરસ સાથે જોડાયેલી નાનામા નાની બાબત વાયરલ થઈ રહી છે અને લોકો આ બાબતો પર ખૂબ જ ધ્યાન આપી રહ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે થોડા સમય પહેલા જ સ્ટીવન સોડરબર્ગની ફિલ્મ કોરોંટાઈન અચાનક ટ્રેંડ થવા લાગી હતી અને ત્યારે જ વર્ષ 2011માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં પણ ઘણા ખરા અંશે એવી જ સ્થિતિ ઉભી થઈ ગઈ હતી અને જેના કારણે આજના સમયમાં કોરોનાના કારણે થઈ છે અને સમજાય છે કે હવે બોલિવૂડ અભિનેત્રી અને લેખક ટ્વિંકલ ખન્નાએ પણ દાવો કર્યો હતો કે તે પોતે પણ પાંચ વર્ષ પહેલા કોરોના જેવી જ કહાની લખી ચુકી છે અને તેને આવી જ એક કહાની લખી હતી અને હાલમાં પણ એવી જ સ્થિતિ છે જેવી તેને કહાની લખી હતી.
ટ્વિંકલ ખન્નાની આ કહાની એડિટરે ફગાવી દીધી હતી.
અહીંયા એવું પણ જણાવવામાં આવ્યું છે કે હાલમાં જે કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે તેવી જ એક કહાની ટ્વિંકલ ખન્નાએ ટ્વિટર પર બે તસવીર પોસ્ટ કરી છે અને જેમાં જણાવ્યું છે કે ટ્વિંકલ ખન્નાના નોટ્સ જોવા મળે છે જેમાં એક સ્ટોરી લખવામાં આવી છે. આ કહાનીમાં એક પરિવાર છે જેમાં પિતા એક ફિઝિકલ એજ્યુકેશન ટીચર છે અને જેની માતા સાઈકોથેરેપિસ્ટ છે અને તેનો એક 12 વર્ષનો દિકરો પણ છે અને આ કહાની પ્રમાણે દેશ એક બેક્ટિરીયાના કારણે ક્વારંટાઈનમાં છે અને જેમાં પણ લોકડાઉનની જેમ જ એરપોર્ટ પણ બંધ થઈ ચુક્યા હતા અને આર્મી ઘરોમાંને ચેક કરવા માટે આવતી હતી અને લોકો પોતાના સંક્રમિત પાડોશીઓ વિષે રિપોર્ટ કરી રહ્યાં છે અને આ લોકોને કેંપમાં લઈ જવામાં આવતા હતા અને તેમને મરવા માટે છોડી દેવામાં આવે છે આ બેક્ટેરિયાની બીમારી ખતરનાક હતી.
લોકોને આ બીમારી ખૂબ જ પ્રમાણમાં થતી હતી અને આનો કોઈ ઈલાજ પણ ન હતો કહેવામાં આવ્યું છે કે અહીંયા વૈજ્ઞાનિક આ વાયરસની દવા શોધવાની રાત દિવસ મહેનત કરી રહ્યાં હતા પણ બેક્ટેરિયા સતત શક્તિશાળી બનતા જતા હતા અને દવા સોધાઇ ન હતી અને આ બેક્ટેરિયા હવામાં પણ ફેલાતો જાય છે. આ બેક્ટેરિયાથી સંક્રમિત લોકોને ઉલ્ટી થાય છે અને ઠંડી લાગે છે અને ધીમે ધીમે માણસ સ્વાદની ક્ષમતા જ ગુમાવી દે છે અને તે બધી જ રીતે નબળો પડી જાય છે અને તેવી જ રીતે દર્દીની સાંભળવાની ક્ષમતા પણ ક્ષીણ થઈ જાય છે પછી તેને સાંભળવું મુશ્કેલ છે અને ત્યાર બાદ માણસની તમામ ઈન્દ્રિયો ખરાબ થવા લાગે છે અને ત્રણ દિવસમાં જ આ બીમારી વાળા વ્યક્તિનું મોત થઈ જાય છે.
પણ જ્યારે ટ્વિંકલે આ ટ્વિટના કેપ્સનમાં એવું પણ લખ્યું છે કે આ એક સ્ટોરી હતી જે મેં લખી હતી અને આ આઈડિયા મેં મારા એડિટરને જણાવ્યો હતો કે તમે જોઈ શકો છો કે તેમાં તારીખ પણ સ્પષ્ટ પણે દેખાઈ આવે છે અને મેં આ સ્ટોરી લખી હતી અને આ ઓક્ટોબર 2015ની વાત હું કરી રહી છું કે તેમણે મારો આ વિચાર ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે આ વાર્તામાં હ્યૂમરનો કોઈ સ્કોપ નથી અને આ સ્ટોરીને અહીંયા જ પડતી મુકો જોકે હવે તો હું આ કહાની નહીં લખું પણ 5 વર્ષ બાદ અહેસાસ થાય છે કે ખરેખર આ એક દૂદ દરાજ નહીં પણ આપણા સમયની જ એક હકીકત છે.