આ દેશ માં સરકાર નહીં પણ એક ખૂંખાર ગેંગ કરાવી રહી છે લોક ડાઉન નું પાલન,લોકો ને આપે છે ખુલ્લે આમ ધમકી….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે.અત્યાર સુધીમાં 89 હજાર લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે જ્યારે 15 લાખ કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે.કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે.જેથી એક સવાલ એ છે કે શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે,ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે.વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે. તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે.અલ સાલ્વાડોર દેશમાં સ્ટ્રીટ ગેંગની સંખ્યા ઘણી મોટી છે અને લોકો પાસેથી ખંડણી અને હત્યા કરવી સમાન્ય વાત છે.પરંતુ હવે આ વિવિધ ગેંગે દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તેની જવાબદારી પોતાના હાથમાં લઈ લીધી છે.તાજેતરના વર્ષોમાં સાલ્વાડોરના 1,00,000થી વધુ લોકો પોતાનું ઘર છોડી ચૂક્યા છે અને સ્ટ્રીટ ગેંગના સતત ડરના કારણે તેઓ સેન્ટ્રલ અમેરિકન દેશ છોડવા માટે મજબૂર બન્યા છે.પરંતુ હવે કેટલીક ગેંગ મેદાનમાં આવી છે અને તેઓ અલ સાલ્વાડોરના પ્રમુખ નાયિબ બુકેલેએ દાખલ કરેલી ઈમર્જન્સીનું પાલન કરાવી રહ્યા છે.આ માટે તેઓ હાથમાં બેઝ બોલના બેટ લઈને ફરી રહ્યા છે અને લોકોને ઘરમાં રહેવા માટે ધમકી આપી રહ્યા છે તેમ લોસ એન્જલસ ટાઈમ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.આ ગેંગના લોકો ક્વોરેન્ટીનના આદેશનો ભંગ કરનારા લોકોને ફટકારે છે અને તેના વિડીયો વાઈરલ કરીને લોકોને ઘરમાં રહેવા માટે ધમકાવી રહ્યા છે.આ ઉપરાંત ગેગના લોકો ઓડિયો રેકોર્ડિંગ કરીને લોકોને મેસેજ કરી રહ્યા છે લોકોને ડરાવી રહ્યા છે.દેશમાં એક મહિના લાંબુ લોકડાઉન છે અને જીવન જરૂરી વસ્તુઓની ખરીદી માટે ઘરના ફક્ત એક જ વ્યક્તિને બહાર નીકળવાની છૂટ આપવામાં આવી છે.અલ સાલ્વાડોરની સરકારે સરકારી કર્મચારીઓ, ડોક્ટર્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના કર્મચારીઓ, બેંક કર્મીઓ તથા પત્રકારો, મિલિટરી, પોલીસ અને ફૂડ ડિસ્ટ્રિબ્યુટર્સને બહાર નીકળવાની મંજૂરી આપી છે.ગેંગના એક ઓડિયો રેકોર્ડિંગમાં કહેવામાં આવ્યું છે કે ‘કોઈ રસ્તા પર આવે તેવું અમે ઈચ્છતા નથી, જો તમારે બહાર આવવાનું જ થાય તો ફક્ત દુકાનમાં ખરીદી માટે જ આવજો અને માસ્ક પહેરીને નીકળજો.આ ગેંગના સભ્યો મોટા ભાગે બેરીઓ-18 અને એમએસ-13 જેવા ગુનાહિત સંગઠનોના સભ્યો છે.જોકે આ બધી ગેંગના કારણે દેશમાં હત્યાઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.અલ સાલ્વાડોરમાં અંદાજીત 5,00,000 લોકો પ્રત્યક્ષ રીતે વિવિધ ગેંગ સાથે જોડાયેલા છે.આ બધી ગેંગ નાના વેપારીઓ પાસેથી ખંડણી માંગતી હોય છે.આ ઉપરાંત તેઓ ટ્રાફિકિંગ અને ડ્રગ્સના બિઝનેસનું કામ કરે છે.સરકાર આ ગેંગના સફાયા માટે લશ્કરની પણ મદદ લઈ રહી છે પરંતુ તેને સફળતા મળી નથી.જોકે લોકડાઉનના કારણે દેશમાં હત્યાઓની સંખ્યા ઘટી ગઈ છે.ફેબ્રુઆરીમાં 114 હત્યાના કેસ નોંધાયા હતા જ્યારે માર્ચમાં તે ઘટીને 65 થઈ ગયા છે.તાજેતરના વર્ષોમાં પ્રથમ વખત દેશમાં સળંગ બીજા દિવસે હત્યાની કોઈ ઘટના નોંધાઈ નથી.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here