આ ઘરેલુ ઉપાય થી તમે પણ સરળતાથી તમારા કાન માંથી મેલ કાઢી શકો,અને એ પણ કોઈ નુકસાન વગર,જાણો લો તમે પણ..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

તમારા કાન તમારા શરીર નું ખુબ જરૂરી અંગ છે.તમારા કાનની સમયસર સફાઈ ખુબ જ જરૂરી છે.આવું ન કરવાથી કાનમાં ખંજવાળ બળતરા કે ઇન્ફેકશન થવાનો ભય રહેતો હોય છે.કાનનો મેલ સાફ ન કરવાથી બહેરાશ નો ડર પણ રહેતો હોય છે.વ્યક્તિએ પોતાના શરીરની સાથે પોતાના કાન ને પણ ચોખ્ખા રાખવા જોઈએ.વ્યક્તિ તેનુ શરીર તો ચોખ્ખુરખે પણ કર્ણ મા ઘ્યાન આપતા નથી.જુદીજુદી પદ્ધતિ થી તેની સફાઈ કરવા મા આવે છે.

કાનમા મેલના કારણે અનેક રોગો થાય છે.આમ ધીમે ધીમે કાનનો દુખાવો ઘર કરી જાય છે.વધારે ગંદકી જામ થવા ને કારણે વ્યક્તિને સાંભળવામા પણ સમસ્યા થવા લાગે છે. હવે આપણે જાણી એ કે કર્ણ ને સાફ કઈ રીતે કરવા.જેથી વધારે ખર્ચા વગર યોગ્ય સફાઈ થાય.ઘણા લોકો કાનને સાફ કરવા માટે સેફટી પીન નાખતા હોય છે જે ખુબ જ ઘાતક બની શકે છે જેનાથી કાનના પડદા તૂટી જઈ શકે છે.

પહેલી રીત.

નાના બાળકો માટે વાપરવા મા આવતા તેલ ની મદદ થી કાનની સફાઈ કરો.બદામના તેલ અથવા સરસીયાના તેલને ઉપયોગમાં લઇ શકાય છે.પણ સરસીયાના તેલની ગુણવત્તા ઉત્તમ પ્રકારની હોવી જોઈએ.બાળકના તેલની અમુક બુંદ ને કાનમા નાખી રૂ લગાવવુ.જેનાથી વ્યક્તિના કાનમા રહેલ મેલ નરમ પડી જાય છે અને જેને સરળતા થી દુર કરી શકાય છે.

બીજી રીત.

સૌપ્રથમ અડધો કપ પાણી લો અને તેને ઉકાળો અને તેમા થોડુ મીઠું નાખો.આ પાણી મા રૂ ના પુમડા ને બોળીને તે પાણી કાનમા નાખો.એક વાત નો ખ્યાલ રાખવો કે આ પાણી કાનમા જાય પછી એક બાજુ વળી ને બધુ પાણી બહાર કાઢો.ગરમ પાણી તમારા કાનના મેલને સાફ કરે છે.ત્યાર પછી કાનને નમાવીને ગરમ પાણી કાનમાંથી કાઢી લો. તે કાનનો મેલ સાફ કરવા માટે ખુબ સરળ રીત છે.

ત્રીજી રીત.

કાનમાં થયેલી ફૂગ અને ઇન્ફેક્શનની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે થાય છે.ઓલીવનું તેલ કાનના મેલ ને દુર કરવા માટે વાપરી શકાય.આ તેલનો ઉપયોગ કરવા માટે ઊંઘતા પહેલા અમુક બુંદો ને કાનમાં નાખો.થોડા થોડા સમયે આ પ્રક્રિયા કરવી.જેથી કાનમા રહેલ ગંદકી નરમ પડે છે જેથી તે સરળતાથી દુર કરી કરી શકાય છે.

ચોથી રીત.

આ રીત નો વપરાશ જ્યારે સ્નાન કરતા હોય ત્યારે કરવામાં આવે છે.આ માટે દરેક વ્યક્તિએ પોતાના કાનમાં થોડું પાણી નાખો અને સ્નાન કર્યા પછી તમારા કાનને ભીના રૂમાલની મદદથી કાન સાફ કરી લો.આ રીત સૌથી સરળ અને અસરકારક છે.

પાંચમી રીત.

આ રીતમાં પાણી તેમજ હાઈડ્રોજન પેરોક્સાઈડ ઉપયોગ કરવામાં આવે છે.પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડની સમાન માત્રામા બૂંદો લઈને કાનમા નાખો.બંને ને ભેળવીને કાનમાં આ પાણીને કાનમાં નાખો અને કાનને પછી એક બાજુ નમાવો.આમ કરવાથી કાનમાં રહેલું પાણી બહાર આવી જશે.૩ ટકા થી વધુ પ્રમાણમા હાઈડ્રોજન પેરોકસાઈડ ન હોવુ જોઈએ.આ રીતથી તમારા કાનનો મેલ એકદમ સ્વસ્થ થઈ જશે.

Previous articleઆ છે વજન ઉતારવાની સૌથી સારી રીતે,તમે વિશ્વાસ નહીં કરો પણ આ વાત સાચી છે,આ રીતે જલ્દી જ ઉતરી જશે વજન…
Next articleસનિદેવ કરી રહ્યા છે 30 વર્ષ બાદ મકર રાશિમાં પ્રવેશ,આ રાશિઓને મળશે પ્રેમ માં સફળતા,થશે ઘણા લાભ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here