આ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ માં “મફત” માં થાય છે દરેક રોગો ની સારવાર,જાણો ક્યાં ક્યાં રોગો ની કરવામાં આવે છે સારવાર,જાણી ને આગળ શેર કરો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલના સ્વાર્થી સમય માં કોઈ પેન ઉંચી ની લખવા માટે નથી આપતું તેવામાં ગાંધીનગર રોડ ઉપર આવેલ અમદાવાદ નુ આ દવાખાનું લગભગ તમામ રોગો નું ફ્રીમાં નિદાન કરે છે.આમતો સરકારી હોસ્પિટલમાં તમને ફ્રી જ સેવા મળે છે પરંતુ અહીં તમને વધારે સુવિધા મળે છે અને સાથે સાથે દવા અને જમવા નું પણ ફ્રી આપે છે.

મિત્રો આ દવાખાનું ૨૪ કલાક ખુલ્લું જ હોય છે અને આધુનિક સુવિધાઓ થી સજ્જ તેમજ ઓછા માં ઓછા ૩૫૦ રોગીઓ સમાય તેવી પલંગ વ્યવસ્થા અહિયાં કરવામાં આવી છે.કોઈ પણ જાતના પૈસા લીધા વગર આ મલ્ટીસ્પેશીયાલીટી દવાખાનું દરેક જાતના રોગો ની સારવાર અને તબીબી સેવા પૂરી પાડે છે.અહીં તમામ પ્રકારની અત્યા આધુનિક સેવાઓ પણ છે. સૌથી ખાસ વાત છે કે આ બધા નો લાભ વગર પૈસે મળે છે.

મિત્રો હોસ્પિટલના સમય વિશે વાત કરીએ તો અહીં દર્દી ને બતાવવા માટે રવિવાર સિવાય સવાર ના ૯ થી સાંજ ના ૫ વાગ્યા સુધીનો સમય છે.મિત્રો અહીં જુદા જુદા વિભાગ પાળેલા છે જેમાં દરેક રોગ અને સારવાર ને વહેચવામાં આવી છે એવો તેના વિશે થોડું જાણીએ.

બાળકોનો વિભાગ.

નાના બાળકોની તમામ બીમારીઓની સારવાર અહીં થાય છે.આ વિભાગ મા બાળકોની બધી બીમારીઓ, નવજાત શિશુ માટેની સારવાર,રસીકરણ,તાણ આચકી આવતા બાળકો માટેનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.અહીં તમારા બાળકની દરેક બીમારીને જળ મૂળ થી ગાયબ કરી દેવમાં આવશે.

જનરલ વિભાગ.

મિત્રો જનરલ વિભાગ એટેલ એવો વિભાગ જેમાં લોહી નુ દબાણ,હ્રદય ના રોગ, ડાયાબિટીસ,પીતાશય ના રોગ,વાઈ,ચેપીરોગ જેવા અનેક રોગો ને લાગતું નિદાન તેમજ સારવાર આપવામાં આવે છે.માટે તમારે જો આવી સારવાર ની જરૂર પડે તો તમે અહીં આવી શકો છો.

સ્ત્રી રોગ અને પ્રસુતિ વિભાગ.

સ્ત્રી ના કોઈ પણ પ્રકારના ગુપ્ત રોગ અથવાતો પ્રેગનેન્સી ને લઈને તમામ સારવાર અહીં થાય છે.આ વિભાગ મા સ્ત્રીઓ થી લગતી તમામ બીમારીઓ, પ્રસુતિ,પ્રસુતિવાળી અને સ્ત્રી રોગ માટેની સોનોગ્રાફી,સિઝેરિયન ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન જેવી અનેક બીમારીઓ નુ નિદાન અને સારવાર આપવામાં આવે છે.તે પણ એક દમ મફત માં કરી આપવામાં આવે છે.

હાડકા વિભાગ.

અલગ અલગ વિભાગમાં એક વિભાગ હાડકા ના પ્રોબ્લેમ ને લઈ ને પણ છે.આ વિભાગ મા કમરનો દુઃખાવો, સાંધા અને ફ્રેક્ચરનું નિદાન અને સારવાર આપવામાં આવે છે તેમજ સાંધા બદલવાના અને ફેક્ચરના ઓપરેશન પણ કરવામાં આવે છે.અહીં તમે બગર પૈસા પોતાની સારવાર કરાવી શકો છો.

માનસિક રોગ વિભાગ.

કજસ કરીને મગજ માં અસરકારતી બીમારીઓ માટે આ વીભાગ છે.આ વિભાગ મા બધી જાત ની મગજ થી લગતી બીમારીઓ નુ નિદાન અને સારવાર આપવામાં આવે છે.અહીં તમામ પ્રકારના મગજના રોગો નું નિરાકરણ થાય છે.

નાક,કાન અને ગળા નો વિભાગ.

નાક કાન અને ગાળા ના તમામ રોગો નું નિરાકરણ અહીં થાય છે.આ વિભાગ મા દૂરબીન થી સાઈનસના રોગની તપાસ, કાન ની બહેરાશ,કાન મા પરુ થવું,પડદા મા કાણું થવું કાકડા વધવા તેમજ ગળા ના કોઈ પણ રોગો નુ નિદાન અને સારવાર આપવામાં આવે છે.તમને નાક અથવા કાન કાતો ગળા માં કોઈ તકલીફ છે તો પછી તમારે અહીં આવાનું રેહશે.

આંખ નો વિભાગ.

અહીં અલગ અલગ વિભાગ માં આંખ નો વિભાગ પણ છે.આ વિભાગ મા આંખની પુરેપુરી તપાસ,નિદાન અને ઓપરેશન અત્યાર ના આધુનિક સાધનો દ્વારા મોતિયો,વ્હેલ અને ત્રાંસી આંખના ઓપરેશન કરવામાં આવે છે.આંખની તમામ પ્રકારની સારવાર અહીં થાય છે.

ચામડી રોગ વિભાગ.

જો તમને ચામડી નારોગ ને લાગતી કાઈ બીમારી છે તો તેની મત પણ અલગ વિભાગ છે.આ વિભાગ મા ચામડી થી લગતા દરેક રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.અહીં તમામ પ્રકારની ચામડી રોગ નું સારવાર કરવામાં આવે છે.

ડેન્ટલ વિભાગ.

મિત્રો અલગ અલગ વિભાગ માં એક વિભાગ દાંત નો પણ છે.આ વિભાગ મા દાંત ના મુળીયાની સારવાર,દાંત પ્રમાણે ચોકઠું બનાવવું,દાંત મા કરવામાં આવતી સફાઈ, વાંકાચૂકા દાંત ને સીધા કરવા,દાંતના સડા નુ નિદાન તેમજ સારવાર.એટલે કે દાંત ને લગતો કોઈ પણ પ્રોબ્લેમ જો તમને હોય તો સમજી લેવું કે તમારે અહીં ના આ વિભાગ માં જાવનું રેહશે.

ટી.બી. રોગ અથવા સ્વાસ્થ્ય ના અન્ય રોગનો વિભાગ.

મિત્રો અહીં એક એવો વિભાગ છે જે માત્ર ને માત્ર સ્વાસ્થ્ય રોગો પર કામ કરે છે.આ વિભાગ મા દમ, શ્વાસ, ટી.બી,ન્યુમોનિયા તેમજ શ્વાસનળી ની દૂરબીનથી તપાસ,ફેફસાના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.અહીં દરેક અત્યા આધુનિક વસ્તુઓ નો પણ ઉપયોગ થાય છે.આધુનિક સાધનો થી પરિપૂર્ણ આ દવાખાના મા તાત્કાલિક સારવાર,એક્સ-રે,સોનોગ્રાફી,ઈસીજી,હ્રદય ના ઈકો, ટીએમટી, ફાર્મસી સેવાઓ અને લેબોરેટરી ટેસ્ટની ૨૪ x ૭ કલાક સેવાઓ કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.અહીં દર્દી ને એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર પડતી નથી.

મિત્રો અહીં તમામ પ્રકારની રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સહિત ચાલતી દરેક સેવાઓ યોજનાઓ નો પ. સમાવેશ કરવામાં આવે છે.ભવિષ્ય માં ચાલુ કરવાની થતી સેવાઓ જેવી કે બ્લડ બેન્ક, સીટી સ્કેન,એમ.આર.આઈ., એન્જીયોગ્રાફી તેમજ મેમોગ્રાફી રાહત ભાવે ઉપલબ્ધ કરાવાશે.તેમજ રાજ્ય સરકાર મારફતે અમલ આ આવતી દરેક યોજના જેવી કે ચિરંજીવી યોજના આર.એસ.બી.વાય કુટુંબ કલ્યાણ જેવા કાર્ડ નો પણ સમાવેશ કરવામાં આવે છે.દાખલ થનાર દરેક રોગી ને ઓપરેશન દવાઓ તેમજ જમવાનું કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.આમતો સરકારી દવાખાના માં આવી સેવાઓ મળતી હોય છે પરંતુ આ સૌથી ખાસ છે કારણ કે અહીં તો તમને દવા અને સાથે જમવાનું પણ મફત આપવામાં આવે છે.

મિત્રો આ દવાખાના નું આખું નામ છે.શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ અને આ હોસ્પિટલ વિસાત-ગાંધીનગર હાઈવે પર તપોવન સર્કલની પાસે મૂળ ચાંદખેડા વિસ્તાર અને શહેર અમદાવાદમાં આવેલી છે આ માહિતી જરૂરિયાત મંદો લોકો સુધી જરૂર પોહચાડ જો આ દવાખાના નો એક સાર્વજનિક મોબાઈલ નંબર પણ છે જેના માધ્યમ થી તમે દવાખાના સંબંધી માહિતી લઈ શકો છો અને અન્ય જરૂરી માહિતી પણ જાણી શકો છો.તેનો મોબાઈલ નંબર ૭૫૭૩૯૪૯૪૦૮ છે.

Previous articleજાણો એક મહિલા ને પ્રેગ્નેટ થવા માં કેટલો સમય લાગે છે,દરેક પુરુષે વાંચવી જોઈએ આ માહિતી…
Next articleજો કોઈ મહિલા માં ના બની શકતી હોય અને એમની ઈચ્છા હોય ગર્ભ ધારણ કરવાની,તો તમારા માટે આ ટેકનીક ખૂબ કામ આવશે,મહિલા નો ખાસ વાંચે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here