આ સીઝનમાં બનાવો આમળાની ગટાગટ, એક ગોળી અને પેટની કોઈ બીમારી નહીં

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ સીઝનમાં બનાવો આમળાની ગટાગટ, એક ગોળી અને પેટની કોઈ બીમારી નહીં

પેટથી લઈને ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક:

આંબળાં હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. આંબળાંમાં વિટામિન સી, એની સાથે બીજાં પણ ઘણાં પોષકતત્વો હોય છે.

આંબળાં બારેય માસ તો મળી રહેતાં નથી એટલે એમાંથી અલગ-અલગ વસ્તુઓ બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે અને આખા વર્ષ માટે હેલ્થના ફાયદા મેળવી શકાય છે.

તો જાણી લો પેટ, ત્વચા અને વાળની સમસ્યા માટે ઉપયોગી. આંબળાની ગટાગટની રેસિપિ.

સામગ્રી:

 • 250 ગ્રામ આંબળાં
 • 1 કપ ગોળ
 • 1 ચમચી શેકેલા જીરું અજમાનો પાવડર
 • 1/2 ચમચી હિંગ
 • 1/2 ચમચી મીઠું
 • 1/2 ચમચી સંચળ
 • 1/2 ચમચી સૂંઠ
 • 1/2 ચમચી કાળામરી પાવડર
 • 1/4 કપ આમચૂર પાવડર
 • 1/2 લીંબુનો રસ
 • કપ દળેલી ખાંડ

બનાવવાની રીત:

સૌપ્રથમ આંબળાંને ધોઇને સૂકવી લેવા પછી કૂકરમાં અડધો કપ પાણી નાખી બે સીટી વગાડી બાફી લો. બાફતી વખતે ગેસની ફ્લેમ મિડિયમ રાખવી. ત્યારબાદ હવા નીકળી જાય એટલે કૂકર ખોલી આંબળાંને ઠંડાં થઈ જવા દો. હવે એટલે ગોટલી કાઢી લેવી.

પછી આંબળાંની કળીઓને મિક્સરમાં ક્રશ કરી સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને એક કઢાઇમાં કાઢી ગેસ પર ગરમ કરો. બે મિનિટ આમ જ ગરમ કરયા બાદ તેમાં ઝીણો સમારેલો ગોળ નાખો અને મિક્સ કરો.

બનાવવાની રીત:

આંબળાના પાણીમાં જ ગોળ બરાબર ઓગળી જાય એટલે અંદર જીરું-અજમાનો પાવડર, હિંગ, મીઠું, સંચળ, સૂંઠ, કાળામરી પાવડર અને આમચૂર પાવડર નાખી બરાબર મિક્સ કરી લેવું. હવે આ મિશ્રણને ધીમી આંચે હલાવતા જાઓ અને ચઢવો. છેલ્લે અંદર લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લો.

બનાવવાની રીત:

થોડીવાર ગેસ પર ગરમ કરતા જાવ અને ચોટી ન જાય માટે મિશ્રણને હલાવતા રહો. થોડીવાર બાદ મિશ્રણ જાડું થઈ જશે અને કઢાઈમાં ચોટવાનું બંધ થઈ જશે. મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દો.

ઠંડું થઈ જાય એટલે નાની-નાની ગોળીઓ બનાવી લો. હવે આ ગોળીને દળેલી ખાંડમાં રગદોળી કોટ કરી લ્યો અને પછી કાચની બોટલમાં ભરી લો.

આ ગોળીઓ ફ્રિજમાં એક વર્ષ સુધી પણ નહીં બગડે. તેમજ ફ્રીજ વગર પણ ઓછામાં ઓછા 2-3 મહિના સુધી તો નહીં જ બગડે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site.

Previous articleલાલ પાંવભાજી નહીં ઘરે બનાવો ગ્રીન પાંવભાજી, સ્વાદ દાઢે વળગી જશે
Next articleસાવ નવી જ રીતે બનાવો બટેટા-ટમેટાનું શાક, ભાવશે એવું કે બધા આંગળા ચાટી જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here