લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દેશમાં દિવસેને દિવસે ખુલ્લેઆમ છેતરપિંડી અને લૂંટના કિસ્સાઓ સામે આવતા જાય છે. મંદિરના નામે પૈસા પડાવતા લોકો પણ આપણને ઘણી વખત જોવા મળ્યા છે. ભગવાનના નામે પૈસા માંગતા હોય છે. આજે અમે તમને એક એવો જ મંદિરનો કિસ્સો બતાવના છીએ કે જેને યાત્રિક પાસેથી ઉઘાડી લૂંટ કરી હતી અને પૈસા ન આપવા બદલ મારી નાખવાની ધમકી પણ આપી હતી.
વાત છે ગુજરાતના અંબાજી મંદિરની. અમદાવાદના ગોપાલભાઈ પટેલ શુક્રવારે તેના મિત્ર સાથે અંબાજી દર્શન કરવા માટે ગયા હતા. ત્યારબાદ જ્યારે તે મંદિરના પરિસરમાં પહોંચ્યા ત્યારે પ્રસાદીના વેપારીએ રસ્તો રોક્યો અને કહ્યું કે આગળ રસ્તો બંધ છે, એટલે ગાડીના પાર્કિંગ સુધી જવાનું કહ્યું અને જ્યારે તે બહાર ગયા ત્યારે તેને કહ્યું કે મારે અહીંયાં સુધામાતા પ્રસાદ સ્ટોર એક દુકાન છે.
અને પ્રસાદીની એક ટોપલીના 251 રૂપિયા થાય છે. દુકાનના વેપારીએ બે ટોપલી પ્રસાદીના આપ્યા હતા. જ્યારે ગોપાલભાઈએ બે ટોપલીના 502 રૂપિયા ચૂકવ્યા ત્યારે દુકાનદારે તેને તેની પાસેથી 1360 રૂપિયાની માંગણી કરી. જ્યારે ગ્રાહક એ 1360 રૂપિયા ચૂકવવાની ના પાડી તો તેને ખુલ્લેઆમ ધમકી દેવા લાગ્યા અને તેને બીજા પ્રસાદીના વેપારી દિનેશભાઈ વણઝારા, મનીષભાઈ, રાહુલ અને રામુ ભાઈને બોલાવીને 1360 રૂપિયા ચૂકવવામાં નહિં આવે તો અમે જીવતા નહીં જવા દઈએ તેવી ધમકી આપી હતી.
ગોપાલભાઈએ ત્યારે તો પૈસા ચૂકવી દીધા અને ત્યારબાદ ગ્રાહક સુરક્ષા કેન્દ્ર મદદથી અંબાજી પોલીસની મદદથી પ્રસાદીના વેપારી પાસે સામે કાયદેસરની કાર્યવાહી નોંધાવી હતી.