આવા આલીશાન બંગલા માં રહે છે નિક અને પ્રિયંકા,લોસ એજલિસ માં છે આ આલીશાન બંગલો,જોવો અંદર ની તસવીરો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.પ્રિયંકા ચોપરા અને નિક જોનસે સોશિયલ મીડિયા પર તેમની ફર્સ્ટ ડેટને યાદ કરી છે. કપલ 2017માં મેટ ગાલામાં મળ્યા હતા. 2018માં તેઓ ડેટ પર ગયા હતા તેની મેમરી શેર કરી છે. લોસ એન્જલસમાં ડોજર સ્ટેડિયમમાં તેમની ફર્સ્ટ ડેટ હતી. પ્રિયંકા ચોપરાએ ફોટો શેર કરી લખ્યું કે, ‘2 વર્ષ પહેલાં આજે અમે પહેલો ફોટો સાથે લીધો હતો. ત્યારથી રોજ તે મને અગણિત ખુશી આપી છે. આઈ લવ યુ નિક જોનસ.

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આ દિવસોમાં પતિની સાથે અમેરિકામાં રહે છે. લોકડાઉન ના ચાલતા એક્ટ્રેસ પોતાના ઘર પર જ પતિની સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર તસવીર ખૂબ જ શેર કરી રહી છે. આ દિવસોમાં પ્રિયંકા એ પોતાના ખૂબસૂરત ઘરની તસવીર શેર કરી છે. તો ચાલો અમે તમને દેખાડીએ દેશી ગર્લ ના વિદેશી ઘર જે જોવામાં માં ખુબજ સુંદર અને આલીશાન દેખાય છે.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ અમેરિકાના લોસ એન્જલસમાં રહે છે. તેમના ઘરની આસપાસ ઘણા હોલિવૂડ સ્ટાર પણ રહે છે. પ્રિયંકા અને નિક નો બંગલો ઘણો આલીશાન છે. 20 હજાર સ્ક્વેર ફુટમાં બનેલું આ ઘરની કિંમત છે 20 મિલિયન ડોલર એટલે કે લગભગ 144 કરોડ રૂપિયા. આ બંગલા લોસ એન્જેલસ ના અન્સીનો (Encino) નામની જગ્યા પર છે.

પ્રિયંકા ના ઘરે લગભગ સાત બેડરૂમ અને 11 બાથરૂમ છે. તેમની સાથે છત ઉપર સ્વિમિંગ પૂલ પણ છે. એન્ટરટેઇનમેન્ટ માટે ઘરની અંદર મુવી થિયેટર, રેસ્ટોરન્ટ, બાર. બાસ્કેટબોલ કોર્ટ પણ છે. બંનેએ મળીને ઘરને ડેકોરેટ કર્યું છે. અહીંથી માઉન્ટેન વ્યૂ પણ જોવા મળે છે. પ્રિયંકા હંમેશા તેમની તસવીર પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરતી રહે છે.

જણાવીએ કે નિક એ આ ઘર ને લગ્ન પહેલા ખરીદી લીધું હતું. હાલમાં એક ઈન્ટરવ્યું આ દરમ્યાન નિકને જ્યારે પૂછવામાં આવ્યું કે પત્ની પ્રિયંકા સાથે તેમનું કોરીનટિન કેવું જઈ રહ્યું છે તો તેમણે કહ્યું મારું અને પ્રિ(પ્રિયંકા) ના લગ્નના હજુ 1.5 વર્ષ થયાં છે.

અમે બંને પોતાના કામના કારણે એકબીજા સાથે વધુ સમય નથી વિતાવી શકતા, પરંતુ આ દિવસોમાં અમે એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો મળ્યો છે. તમને કહી દઈએ કે નીક-પીસી (પ્રિયંકા) ના લગ્ન 1 અને 2 ડિસેમ્બર એ વર્ષ 2018 માં થયા હતા. આ લગ્નની ચર્ચા દેશની સાથે સાથે વિદેશોમાં ખૂબ થઈ હતી. આ કપલ ને જોધપુરના ઉમેદ ભવન માં લગ્ન કર્યા હતા. ઉમેદ ભવન માં ચાર દિવસ સુધી ફંકશન ચાલ્યું અને નિક અને પ્રિયંકા એ બે લગ્ન કર્યા હતા. એક ક્રિશ્ચિયન રીતિથી અને બીજા હિન્દુ રીતરિવાજ થી.

આ બંને લગ્નમાં પ્રિયંકા-નિક એ ઘણા એક્સપેન્સિવ અને ડિઝાઈનર ડ્રેસ પહેર્યા હતા. આ રોયલ વેડિંગ માં લગભગ 200 મહેમાન શામેલ થયા હતા. મહેમાનોને આવવા માટે ખાસ જેટ પ્લેન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચાર દિવસ સુધી ચાલેલ આ લગ્ન જેમણે જોયા તેમણે એ જ કીધું કે કોઈ રાજા મહારાજાના લગ્ન થયા હોય.નિકોલસ જેરી જોનાસ અમેરિકન ગાયક, લેખક, ઍક્ટર અને રેકોર્ડ પ્રોડ્યુસર છે. તેઓ સાત વર્ષના હતા, ત્યારે તેમણે ઍક્ટિંગની શરૂઆત કરી હતી.

નિકનો જન્મ અમેરિકાના રાજ્ય ટેક્સાસના ડલાસમાં પૉલ કેવિન જોનાસ સિનિયરના ઘરમાં થયો હતો. જો અને કેવિનની સાથે મળીને નિકે બૅન્ડ બનાવ્યું જેનું નામ હતું ‘ધ જોનાસ બ્રધર્સ’.નિકની કુલ સંપતિ 1.8 કરોડ ડૉલર્સ જણાવવામાં આવે છે, જેમાં ધ જોનાસ બ્રધર્સ બૅન્ડ અને તેમની ફિલ્મ-ટીવી કારકિર્દીનો મોટો હાથ છે.જ્યારે તેઓ 13 વર્ષના હતા ત્યારે તેમને ટાઇપ-1 ડાયાબિટીઝ હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ તેમણે ચેન્જ ફૉર ધ ચિલ્ડ્રન ફાઉન્ડેશન બનાવ્યું, જેથી આ બીમારી અંગે જાગૃતિ ફેલાવી શકાય.

નિકના જીવનમાં આ પહેલાં પણ ઘણા મોટાં નામ સામેલ થતાં રહ્યાં છે. વર્ષ 2006-07માં તેમનાં ગર્લફ્રેન્ડ માઇલી સાઇરસ હતાં.તેમના પ્રેમ સંબંધનો ખુલાસો માઇલીનાં પુસ્તકમાં થયો હતો. વર્ષ 2009માં બન્ને ફરી એક વખત નજીક આવ્યા પણ પછી તેમના રસ્તા અલગ પડી ગયા હતા.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here