લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ભારતમાં લગ્ન એટલે એક પવિત્ર બંધન માનવામાં આવે છે અને આપણા દેશમાં નાની ઉંમરમાં લગ્ન કરાવવા એક પ્રકારનો ગુનો ગણાય છે પણ આમ છતાં અમુક સમાજમાં નાની ઉંમરે જ લગ્ન કરાવી દેવામાં આવતા હોય છે અને તેમના માટે પિતા એ પણ નથી વિચારતા કે નાની ઉંમરમાં લગ્ન કરાવીને શું તે ઘરની જવાબદારી તેના માથે ઉઠાવી શકશે કે નહીં પણ આમ જ અમુક સમાજમાં રિવાજ પ્રમાણે લગ્ન કરાવે છે અને આજના સમયમાં ઘણા છોકરા ના લગ્ન તેનાથી મોટી ઉંમરની છોકરી સાથે થતા હોય ચર પણ 1 થી 2 વર્ષ મોટી ઉંમરની જ છોકરી હોય છે પણ અહીંયા વાત કંઈક અલગ જ છે.એવામાં જ આજે હું તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યો છું કે 15 વર્ષની ઉંમરના આ છોકરાના લગ્ન તેનાથી 10 વર્ષ મોટી છોકરી સાથે કરવામાં આવ્યા છે.હા ત્યાર પછી લગ્નની પહેલી જ રાત્રે કંઇક એવું થયું હતું કે જે જાણીને તમે પણ ચોકી જશો અને જાણીને નવાઈ લાગશે.આ વાત કરવામાં આવી છે તે પરિવાર બિહારમાં રહે છે અને તેમજ આ પગલું આ કુટુંબને એટલું મોંઘુ પડ્યું હતું કે તેમણે પોતાના બાળકોના જીવનથી લગ્ન કરાવી દીધા હતા અને ત્યારબાદ આ બને સાથે જ રહેતા હતા.ત્યારબાદ વાત કરવામાં આવે તો આ ભાભી અને દિયરની ઉંમરમાં લગભગ 10 વર્ષનો ફેરફાર હતો કારણ કે આ વિધવા ભાભી તે છોકરાથી 10 વર્ષ મોટી હતી પણ આ લગ્ન પછી એ છોકરાને એટલો મોટો આઘાત લાગ્યો કે તે ઘરેથી ભાગી ગયો હતો.
થોડા સમય પછી તેના કુટુંબ વાળાને ફાંસી ઉપર લટકતો તેનો મૃતદેહ મળ્યો છે જ્યારે આ ઘણી જ દુઃખદ ઘટના બની હતી ને લોકો આ સાંભળતા જ ચકચાર થઈ ગયા છે.ત્યારબાદ બાદ જણાવવામાં આવ્યું છે કે આ બાળકનું નામ મહાદેવ હતું અને આ મહાદેવના કુટુંબમાં તેના પિતા અને માતા ઉપરાંત તેમના મોટા ભાઈ સંતોષ દાસ પણ રહેતા હતા અને તેમજ મહાદેવ નવમાં ધોરણમાં ભણી રહ્યો હતો અને સંતોષનું દુર્ભાગ્યપૂર્ણ એક અકસ્માત દરમિયાન મૃત્યુ થઇ ગયું ત્યારબાદ આ મોટા દીકરા સંતોષના મૃત્યુ પછી જયારે તેની પત્ની રૂબી દેવી વિધવા થઇ ગઈ.
તેનો કોઈ આસરો રહ્યો ન હતો પણ તેવામાં જ તેમના ઘરવાળાઓએ તેના લગ્ન પોતાના 15 વર્ષના દીકરા સાથે કરાવી દીધા હતા અને તેની સાથે જ રહેવા માટે જણાવ્યું હતું અને આ લગ્ન કરવા માટે મહાદેવ રાજી ન હતો પણ તેણે પોતાના ઘરવાળાઓને ઘણી વખત ના કહી પણ તેના ઘરવાળાએ મહાદેવની વાત ન માની અને આખરે મહાદેવને બળજબરીથી તેના લગ્ન એમની વિધવા ભાભી સાથે કરાવી દીધા હતા.પણ ત્યારબાદ મહાદેવની જિંદગી બદલાઈ ગઈ હતી અને આ લગ્ન પછીની બીજી રાત્રે જ જ્યારે ઘરેથી ભાગી ગયો હતો અને ત્યારબાદ ઘરવાળાઓએ મહાદેવને શોધવાના ઘણા પ્રયત્ન કર્યા હતા પણ મહાદેવ મળ્યો ન હતો.
આખરે બીજા દિવસે જયારે ઘરવાળાઓએ ફરી બીજી વખત મહાદેવને શોધવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારે તેમને મહાદેવ મળી ગયો હતો પણ મહાદેવ જે સ્થિતિમાં મળ્યો તે જોઈને દરેક લોકોના હોંશ ઉડી ગયા હતા અને આસપાસના વિસ્તારમાં પણ આ ઘટનાને જોઈને હાહાકાર મચી ગયો છે.જ્યારે આ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે મહાદેવે ફાંસી ઉપર લટકીને આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ તે બળજબરીથી કરાયેલા લગ્નના દબાણને સહન કરી ન શક્યો હતો અને આખરે તેણે આવો ફેશલો કર્યો હતો અને તે દબાણ અને ટેન્શનને લીધે પોતાનો જીવ આપી દીધો હતો અને મહાદેવના આ મૃત્યુ માટે જવાબદાર તેના પરિવારના લોકો જ હતા.
જો મહાદેવના એમની મરજી વગર લગ્ન ન કરાવ્યા હોત તો કુટુંબનો છેલ્લા વારસદાર આજે જીવિત હોત પણ મહાદેવના ઘરવાળાએ કોઈની વાત માની ન હતી અને મહાદેવના લગ્ન કરાવી દીધા હતા.અમે તમને એ જણાવી દઈએ કે મહાદેવના ઘરવાળાઓએ તેના લગ્ન તેની વિધવા ભાભી સાથે બળજબરીથી શા માટે કરાવ્યા હતા તો તેમાં પણ ખાસ વાત છે કે આમ તો જયારે મહાદેવના મોટા ભાઈ સંતોષનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું ત્યારે જ તેના પિતાને વીમાના લગભગ ૮૦ લાખ રૂપિયા મળ્યા હતા અને આમ જ એ પૈસાને સંતોષની વિધવા પત્ની રૂબીદેવીના ઘરવાળા હડપ કરવા માંગતા હતા એટલા માટે મહાદેવના લગ્ન આ વિધવા ભાભી સાથે કરાવ્યા હતા.
પણ એવામાં જ આ પૈસા હડપવા માટે મહાદેવના લગ્ન વિધવા ભાભી સાથે કરાવ્યા હતા પણ તેમને શું ખબર હતી કે પોતાના મોટા દીકરાના મૃત્યુથી મળેલા પૈસા તેના નાના દીકરાનો જીવ પણ લઇ લેશે અને એવામાં આ કિસ્સો આઘાતજનક બની ગયો છે અને સોશીયલ મીડિયા ઉપર આ સમાચાર વાઈરલ થયા પછી ઘણા લોકો મહાદેવના મૃત્યુના જવાબદાર તેના કુટુંબ વાળાને ગણાવી રહ્યા છે અને આ સમગ્ર બનાવ પછી આજુ બાજુના વિસ્તારના લોકો ઘણા નારાજ થયા હતા અને તેઓ પણ વિચારમાં પડી ગયા છે આ પરથી એટલું જાણી શકાય કે ક્યારેય છોકરાની મરજી વગર લગ્ન બિલકુલ ન કરાવવા જોઈએ.