માત્ર 2 પાનથી પેટના દરેક રોગો ગેસ,અપચો,આફરો ને કહો બાય બાય, કાયમની શાંતિ થઈ જશે,શેર કરીને દરેક ને જણાવો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આપને આંગણામાં ઘણી વખત તુલસી, ફૂદીનો અને એવા નાના-નાના ઘણા બધા છોડ વાવતા હોઈએ છીએ. જેના કારણે આપણું આંગણું ખુબ જ સુંદર લાગે છે. અને તેનો રોજબરોજ ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. શરીરમાં કોઈપણ સમસ્યા આવી હોય તો સૌપ્રથમ આપણે ઘરેલુ ઉપચાર જ કરતા હોઈએ છીએ. ઘણા લોકોના ફળિયામાં આપણે જોયું છે કે તુલસી ની સાથે સાથે અજમો પણ હોય છે. અજમાના પાન ને આપણે ભજીયા બનાવવા માટે અને ભોજનમાં સ્વાદ વધારવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ શું તમે અજમાના પાનના ફાયદા વિશે જાણો છો? અજમાના પાનના સેવનથી પેટ ને લગતી દરેક સમસ્યાઓ જડમૂળમાંથી દૂર થઈ જાય છે. આજે આપણે અજમાના પાનના સેવન કરવાથી થતા ફાયદા વિશે જાણીશું.

અજમાના પાનમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન જેવા અનેક પ્રકારના તત્વો રહેલા હોય છે. આપણે અજમાના પાન ની ચા બનાવીને પણ પી શકીએ છીએ. અત્યારે શિયાળાની ઋતુમાં અજમાના પાનની ચા શરદી અને ઉધરસ માટે ખૂબ જ લાભદાયક ગણાય છે.

ઘણા લોકોના ઘરમાં આપણે અજમાના પાનનો છોડ સારું દેખાય તે માટે જોયો હોય છે. તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે અને તેની સુગંધ પણ ખુબ જ સરસ આવે છે. અજમાના પાનનો ઉપયોગ મોટાભાગે કબજિયાત, આફરો, ગેસ, અપચો જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત અજમાના પાનનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ કરવામાં આવે છે અજમો ના પાન ની અંદર કેલેરી હોતી નથી.

ઘણા લોકોને એલર્જી ની શરદી ઉધરસ બારે મહિના રહેતી હોય છે. તે લોકોએ પાંચ સાત અજમાના પાન લઇ એક તપેલીમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકાળી અડધું વધે ત્યારબાદ તેમાં મધ મેળવીને પીવાથી શરદી ઉધરસમાં બે દિવસમાં જ છુટકારો મળી જાય છે. આ ઉપરાંત જે લોકોને હાડકા નો દુખાવો થતો હોય તે લોકો માટે અજમાના પાન ખૂબ જ ફાયદાકારક ગણાય છે. જે લોકોને સંધિવાની સમસ્યા હોય તે લોકોએ અજમાના પાન બે થી ત્રણ ચાવવા જોઈએ.

શરીરમાં કોઈપણ જગ્યાએ બળતરા સાથે દુખાવો થતો હોય તો અજમાના પાનને વાટીને તેની પેસ્ટ બનાવી ત્યાં લગાવવાથી તરત જ રાહત થઈ જાય છે. ઉનાળામાં પાણીની શરીરમાં પાણી ઘટી જવાને કારણે તકલીફ થઈ જાય છે. આ સમસ્યામાંથી દુર કરવા માટે તુલસીના પાનનો જ્યૂસ બનાવી તેમાં લીંબૂ અને મરી નાખીને સેવન કરવાથી ફાયદો થાય છે.

અજમાના પાન એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ કામ કરે છે. આ ઉપરાંત એ પાચનતંત્રને મજબૂત કરે છે. અને પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી રાહત પણ મળે છે. ઘણી વખત મોમાં દુર્ગંધ આવતી હોય છે. દુર્ગંધને દૂર કરવા માટે એકથી બે અજમાના પાન ચાવવાથી દુર્ગંધ દૂર થઈ જાય છે. કારણ કે મોઢામાં રહેલા હાનિકારક જીવાણુઓ તેનાથી નાશ પામે છે. તેના કારણે દાંત અને પેઢા મજબુત બની જાય છે જે લોકોને દૂધ બરાબર પચતું ન હોય તે લોકોએ અજમાના પાનનું સેવન કરવું જોઈએ. અજમાના પાન ચાવવાથી દૂધ બરાબર પચી જાય છે અને પાચનતંત્ર પણ ખૂબ જ મજબૂત બની જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here