અંબાણી ફેમિલીમાં અનિલ અંબાણીથી લઈને નીતા અંબાણી સુધી, જાણો કોણ કેટલું ભણેલું છે, લાગશે નવાઈ…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અંબાણી પરિવાર હંમેશા કોઈકને કોઈક કારણોસર હેડલાઇન્સમાં રહે છે. આજે આ પરિવારને ઓળખની જરૂર નથી. જે રીતે બોલીવુડ સેલેબ્સ ને ઓળખની જરૂર નથી. તે જ રીતે અંબાણી પરિવારને પણ દેશનો દરેક વ્યક્તિ ઓળખે છે. આજ ક્રમમાં લોકો તેમના અંગત જીવન વિશે જાણવા હંમેશા ઉત્સુક હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને અંબાણી પરિવારના સભ્યો કેટલું ભણેલા છે, તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ હિલ ગાર્ડન સ્કૂલ મુંબઈમાં શરૂઆતી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓએ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. આ પછી તેઓ એન્જિનિયરીંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ માંથી બી. એ. ઇની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએ કરવા ગયા હતા.

નીતા અંબાણી

નીતા અંબાણી પણ તેની આલિશાન જિંદગીને લીધે ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે નીતા અંબાણીએ મુંબઈની મંજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ ઇકોનોમિકસ માંથી સ્નાતક પૂર્ણ કર્યું છે અને તેઓ સારા ભરત નાટ્યમ ડાંસર પણ છે.

અનિલ અંબાણી

અનિલ અંબાણીની આર્થિક સ્થિતિ હાલમાં થોડીક કથળી છે. જોકે આપણે તેમના અભ્યાસ વિશે વાત કરીએ તો તેઓએ શરૂઆતી શિક્ષણ હિલ ગાર્ડન સ્કૂલ માંથી લીધો છે. ત્યારબાદ તેઓએ સ્નાતકનો અભ્યાસ કિશનચંદ ચેલ્લારામ કોલેજ માંથી પૂર્ણ કર્યો છે. પછી તેઓ પેનસિલ્વેનીયા યુનિવર્સિટીમાંથી એમબીએ કરવા ગયા હતા.

ટીના અંબાણી

ટીના અંબાણી શરૂઆતમાં બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. જોકે આપણે તેમના અભ્યાસ વિશે વાત કરીએ તો તેઓએ મુંબઈની એમએમ પ્યુપિલ્સ સ્કૂલ માંથી અભ્યાસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે તેઓ ફેમિના પ્રિન્સેસનો એવોર્ડ પણ જીતી ચૂકી છે.

આકાશ અંબાણી

આકાશ અંબાણીએ શાળાકીય અભ્યાસ મુંબઈની ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલ માંથી પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેઓએ અર્થ શાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી લીધી હતી. પછી તેઓ યુએસમાં બ્રાઉન યુનિવર્સિટી માં અભ્યાસ કરવા ગયા હતા.

શ્લોકા મહેતા

અંબાણી પરિવારની વહુ શ્લોકા પણ અભ્યાસમાં અવ્વલ રહી છે. તેણીની એ શરૂઆતી શિક્ષણ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલ માંથી પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેણીની એમરિકાની ન્યુ જર્સીના પ્રિસ્ટન યુનિવર્સિટીમાં માનવ શાસ્ત્રનો અભ્યાસ કરવા ગઈ હતી અને પછી તેણે લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિકસ માંથી પોલિટિકલ સાયન્સનું શિક્ષણ લીધું હતું.

અનંત અંબાણી

અનંત અંબાણી એ શરૂઆતી શિક્ષણ ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ માંથી પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે આઇસલેન્ડની બ્રાઉન કોલેજમાં ગયા હતા.

ઈશા અંબાણી

અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણીએ પણ પોતાના ભાઈઓની જેમ સ્કુલનું શિક્ષણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનશનેલ સ્કૂલ માંથી લીધું છે. પછી તેણીની યુએસએની યેલ યુનિવર્સિટીમાં ગઈ હતી. જ્યાંથી તેણે સાયકોલોજી વિશે અભ્યાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here