લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કોરોના વાયરસથી પ્રભાવિત અને કોવિડ -19 રોગના સંપર્કમાં આવનારા લોકોની સંખ્યા દિવસ અને રાત ચારઘણી ગતિએ વધી રહી છે. જો આપણે કોવિડ -19 પીડિતોના વિકાસને ગ્રાફ દ્વારા વિશ્વભરમાં સમજવાનો પ્રયત્ન કરીએ, તો પરિસ્થિતિની ભયાનકતા ભીની થઈ જશે.ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કોરોના વિશે દેશ અને દુનિયાની પરિસ્થિતિ શું છે. મિત્રો આજે આપણે બધા એક ખતરનાખ બીમારીની વચ્ચે ફસાયેલા છીએ જેથી કેઈને લોકોમાં ઘણો ભય વ્યાપી ગયો છે.આ વિશ્વવ્યાપી કોરોના વાયરસના કારણે વિનાશ સર્જાયો છે.આમ આ વાયરસને કારણે હજારો લોકોનાં મોત નીપજ્યાં છે. અને લાખો લોકો વાયરસના ચેપથી સંઘર્ષ કરી રહ્યા છે.
કોરોના વાયરસથી બચવાનો એકમાત્ર રસ્તો આરોગ્ય માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ. આજે ભલભલાને પાણી પીવડાવતી દુનિયાની મહાશક્તિ અમેરિકા દેશ કોરોના સામે ઘુંટણીયે પડી ગયો છે. અને અમેરિકામાં દિવસ ઉગતાની સાથે જ જે મોતના આંકડા જાહેર થઈ રહ્યા છે તે ખરેખર શ્વાસ થંભાવી દેનારા છે.આમ ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસનો ગઢ બની ગયેલા અમેરિકામાં છેલ્લા 24 જ કલાકમાં 884 લોકોના મોત નિપજતા જહાહાકાર મચી જવા પામ્યો છે.
આમ અમેરિકામાં એક જ દિવસમાં 884 લોકોના મોત થયા છે. અને જેના કારણે દેશમાં મૃત્યુઆંક વધીને 4475 પર પહોંચી ગયો છે. અમેરિકામાં 2,13,372 લોકો કોરોના વાયરસ લાગી ચુક્યો છે. જે દુનિયામાં સૌથી વધુ છે. દુનિયા આખીની વાત કરીએ તો કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોનો આંકડો 9,30,000 પર પહોંચી ગયો છે. જ્યારે 47000થી વધુ લોકોના મોત થયા છે.અને આમ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાં પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 884 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે.
આમ અમેરિકામાં એક દિવસમાં જીવ ગુમાવનારાઓનો અત્યાર સુધીમાં આ સૌથી મોટો આંકડો છે. છતાં આ બધા વચ્ચે અમેરિકામાં કોરોના વાયરસનો ગઢ બની ગયેલા ન્યૂયોર્ક શહેરમાં જ મૃતકોનો આંકડો 1300 પાર થઈ ગયો છે.અને આ મહાસંકટમાં અમેરિકામાં હોસ્પિટલોમાં માસ્ક અને અન્ય ચિકિત્સકિય સામાનોમાં ભારે અછત જોવા મળી રહી છે. યુદ્ધ જહાજોથી જવાનોને બહાર કાઢશે અમેરિકા અને આ ભાયનકતા વચ્ચે અમેરિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. એમેરિકા હવે પોતાના યુદ્ધ જહાજ થિયોડોર રૂઝવેલ્ટથી 3000 નૌસૈનિકોને બહાર કાઢશે.
આ નૌસૈનિકોને ગુઆમની હોટલોમાં ક્વોરન્ટાઈન કરવામાં આવશે. જહાજ પર કોરોના સંક્રમિત નૌકા સૈનિકોની સંખ્યા વધીને 100 થઈ ગઈ છે. કોરોના વાયરસથી અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં પીપીઈ કિટની ભારે અછત થઈ છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ 10000 જેટલા છે.આમ 6 મહિનાના બાળકના મોતથી ચિંતા થઈ છે. અમેરિકામાં માત્ર 6 અઠવાડિયાના નવજાત બાળકના મોતથી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
આ રીતે નાના બાળકને લઈને ચિંતા વધી ગઈ હોવાથી કોરોના વાયરસના સંક્રમણથી ચેપગ્રસ્ત બન્યા બાદ આ બાળકનું મોત થયું છે.અમેરિકી રાજ્ય કનેક્ટિકટના ગવર્નરે કહ્યું હતું કે,કોરોના વાયરસથી થયેલા મોતોમાં આ સૌથી ઓછી ઉંમરના બાળકનું મોત છે. ગવર્નર નેડ લામોન્ટે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,નવજાતને ગત અઠવાડિયે એક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો નહીં.હોસ્પિટલોમાં દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે અમેરિકામાં ઠેર ઠેર હંગામી હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે.જે કામમાં આર્મી કામે લાગી છે.
આ ઉપરાંત અન્ય સંગઠનો પણ હોસ્પિટલો બનાવવાના કામે લાગી ગઈ છે. અનેએ રીતે સિએટલમાં ફોર્ટ કાર્સન અને જોઈન બેસ લેવિસ મેકકોર્ડથી પહોંચેલા સેનાના જવાનો ફિલ્ડ હોસ્પિટલ બનાવવામાં કામે લાગ્યા છે. અહીં આગળ લગભગ 250 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં બેડ ઓછા પડે તો દર્દીઓને અહીં લાવવામાં આવશે. અને ન્યૂયોર્કમાં પોર્ટ પર બની 1000 બેડની હોસ્પિટલ છે.આમ નેવીએ પોતાના જહાજમાં બનેલી 1000 બેડની હોસ્પિટલને ન્યૂયોર્ક પોર્ટ પર ઊભી કરી દીધી છે.
આમ તો અહીં જો કે કોરોના વાયરસના દર્દીઓની સારવાર નહીં કરવામાં આવે.પરંતુ હોસ્પિટલમાં બેડની ભારે અછત થતા સામાન્ય દર્દીઓની સારવાર અહીં થશે.અને ન્યૂયોર્કનો જાણીતો સેન્ટ્રલ પાર્ક કે જે રાજકીય ગતિવિધિઓ માટે ખુબ મશહૂર છે.આમ તો ત્યાં પણ તંબુઓના સહારે હંગામી હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે.આ કામમાં બિનસરકારી સંસ્થાઓ પણ મદદમાં આગળ આવી રહી છે.મિત્રો આમ તો આપણા કરતા અત્યારે અમેરિકાની કોરોના વાઇરસ ના લીધે હાલત ખુબજ નાજુક છે.