આનંદ મહિન્દ્રાએ પોતાનું વચન પૂરું કર્યું, આ ક્રિકેટરને ગીફ્ટમાં આપી દીધી વૈભવી એસયુવી કાર, તો ક્રિકેટરે પણ આપી રિટર્ન ગિફ્ટ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઓસ્ટ્રેલિયા ટુર દરમિયાન પોતાના આકર્ષક પ્રદર્શન થી વિરોધી ટીમના છક્કા છોડાવી દેનાર ટી નટરાજનને મહિન્દ્રા કંપનીના માલિક આનંદ મહિન્દ્રાએ એક એસયુવી કાર ગિફ્ટમાં આપવાનું વચન આપ્યું હતું. જોકે હવે તેઓએ પોતાનું વચન પૂર્ણ પણ કર્યું છે. તેની માહિતી સ્ટાર ખેલાડીએ તેના ટ્વીટર એકાઉન્ટ પર આપી છે.

પોતાના વચન પર અડગ રહીને તેઓએ સ્ટાર ખેલાડી ટી નટરાજનને મહિન્દ્રાની ઠાર (Thar) ગાડી ગિફ્ટ કરી છે. જેના બદલામાં ટી નટરાજને આંનદજીનો આભાર માનતા એક રિટર્ન ગિફ્ટ પણ આપી છે.

 

નટરાજને આનંદજીનો આભાર વ્યક્ત કરતા લખ્યું ભારત દેશ માટે ક્રિકેટ રમવી એ મારા જીવનની સૌથી અગત્યની અને ખાસ વાત રહી છે. આ સ્થાન સુધી પહોંચવું મારા મારે આસાન કામ નહોતું. જે રીતે ઘણા લોકોનો મને પ્રેમ મળ્યો છે, તેણે મને અભિભૂત કરી દીધો છે. આ ખાસ લોકોના મદદથી જ મને રસ્તો શોધવામાં તકલીફ પડી નથી. હું આજરોજ નવી થાર ગાડી ચલાવીને મારા ઘરે લાવ્યો, આજે હું એકદમ ખુશ છું અને આનંદજીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ક્રિકેટ પ્રત્યે તમારો પ્રેમ જોઈને ગાબા ટેસ્ટની જર્સી હું તમને રિટર્ન ગિફ્ટ કરી રહ્યો છું

જેના પર આનંદ મહિન્દ્રા રિપ્લે આપતા કહે છે કે થેંક્યું નટ્ટુ, હું તમારી ગિફ્ટ સાચવી રાખીશ અને તેને ગર્વ સાથે પહેરીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here