લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દિવસેને દિવસે બજારુ ખાવાને કારણે શરીરમાં અનેક રોગો થતા જાય છે. આજે આપણે અર્જુન છાલ ના ફાયદા વિશે વાત કરવાના છીએ. અર્જુન છાલ મોટાભાગની બિમારીઓ માટે ખૂબ જ ઉપયોગમાં આવે છે. અર્જુનના વૃક્ષની છાલનો મોટાભાગે જ ઉપયોગમાં આવે છે. ઝાડના થડની છાલ ખરબચડી કથ્થાઈ રંગની હોય છે. અર્જુન લીમડાની છાલ જેવી દેખાવમાં હોય છે. અર્જુન વૃક્ષની છાલ નો ઉપયોગ અનેક રોગ માટે કરવામાં આવે છે.
અર્જુન ની છાલ નો ઉપયોગ હાડકાંના દુખાવાથી રાહત મેળવવા માટે અને હાડકા જો તૂટી ગયું હોય કે ભાંગી ગયું હોય તો તેને જોડવામાં મદદ કરે છે. આ ઉપરાંત અર્જુન છાલનો ઉપયોગ ચહેરા પર થયેલા ખીલને દૂર કરી ચહેરાની ચમક બનાવવા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
રોજ અર્જુન છાલનો ઉકાળો પીવાથી પેટમાં રહેલા ગેસ માટે ફાયદાકારક સાબિત થાય છે અને પેટને લગતી બીજી અનેક સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે. જો ઉધરસની સમસ્યા હોય તો અર્જુનની છાલ, નાગ બાલા અને કવંશના બીજનો પાવડર, મધ, ઘી અને ખાંડને દૂધ મિક્સ કરીને પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે. જે વ્યક્તિને લોહી ગંઠાઇ જવાની કે લોહી જાડુ થવા ને સમસ્યા હોય તે લોકોએ સેવન કરવું જોઈએ.
ઉપરાંત પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો પણ ફાયદાકારક માનવામાં આવે છે. ડાયાબિટીસના રોગીઓ માટે અર્જુન છાલ ફાયદાકારક બનાવવામાં આવે છે તેને અર્જુન છાલની ચા પીવાથી ફાયદો થાય છે. અર્જુન છાલ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ઉપયોગમાં આવે છે. જો કાનમાં દુખાવો થતો હોય તો અર્જુન ના પાનનો રસ કાનમાં નાખવાથી ફાયદો થાય છે.
જે વ્યક્તિને શ્વાસની તકલીફ હોય તે લોકો એ અર્જુન છાલનો ઉકાળાનું સેવન કરવું જોઈએ. આજકાલ દરેક લોકો વજન ઘટાડવા માટે ખૂબજ મહેનત કરતા હોય છે, તે લોકોએ છાલનો ઉકાળો પીવો જોઇએ. કારણ કે અર્જુન ઉકાળાથી પાચનતંત્ર બરાબર થઈ જાય છે, જેના કારણે વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. જો મોઢામાં ચાંદા પડ્યા હોય તો ઉકાળો પીવાથી મોઢામાં રહેલા છાલા તરત જ દૂર થઈ જાય છે.