લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કહેવાય છે ને કે માણસની ઓળખ તેના કપડાંથી નહીં પરંતુ તેના સ્વભાવ, વાણી વર્તનથી કરવી જોઇએ. ઘણી વખત ડ્રેસ સારો ન પેર્યો હોય તો તેને ગરીબ માનવામાં આવે છે. આવી જ એક ઘટના થાઈલેન્ડમાં લંગ દેચા નામના વૃદ્ધ સાથે બની હતી.
લંગ દેચા નામના વૃદ્ધ ને બાઈકના શો રૂમની ને અંદર જવા દેવામાં ન આવ્યો અને તેને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યો. આ જૂના કપડાં પહેરેલા વૃદ્ધ ઘણા સમયથી એક બાઇકના શો રૂમની બહાર ઊભા રહેતા હતા એટલે કોઈ પણ માણસ તેને જોવે તો એવું લાગે કે આ કોઈ ભિખારી છે.
જયારે લંગ દેચા નામના વૃદ્ધ શોરૂમની બહારથી શોરૂમ અંદર જઈ રહ્યા હતા ત્યારે ત્યાં સેલ્સમેન ભિખારી સમજીને તેને બહાર જવા માટે કહ્યું ત્યારે ભિખારી જેવા દેખાતા લંગ દેચા એ કહ્યુ કે તેઓ મોટર સાયકલ ખરીદવા માંગે છે. સેલ્સમેન તેના કપડાં જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે શોરૂમ માંથી બહાર નીકળી જાવ.
પરંતુ આ માણસ શો રૂમની બહાર જવાને બદલે તેને મેનેજરને મળવું છે એવું કહેવા લાગ્યો અને કહ્યું કે તમે જ્યાં સુધી મને મેનેજર ને મળવા નહીં દ્યો ત્યાં સુધી હું અહીંયા થી જઈશ નહિ. થોડીવાર સુધી વાતો ઘાટી ચાલવાથી તેનો અવાજ મેનેજર સુધી પહોંચ્યો અને મેનેજર ઘટના સ્થળ પર આવી પહોંચ્યો. અને તેણે પણ શો રૂમની બહાર જવા માટે વિનંતી કરી. પરંતુ તેને જણાવ્યું કે પોતાને આર્મી હાર્લી-ડેવિડસન નામની મોટર સાયકલ ખરીદવી છે.
બાઇકની કિંમત પૂછી તો તેણે 12 લાખની કિંમતની આ ગાડી ખરીદી. અને મેનેજરની સામે ૧૨ લાખ રૂપિયા રોકડા આપ્યા. દરેક લોકો શરમ અનુભવવા લાગ્યા અને તેને અહેસાસ થયો કે કપડાં જોઈને ક્યારેય કોઈને અંદાજ લગાવવો જોઈએ નહીં.