શું તમારા બાળકને પણ મોબાઈલ જોતા જોતા ખાવાની ટેવ છે? થઇ શકે છે ગંભીર બીમારી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

કોઈપણ બાળકને આપડે ભોજન જોયું હોય ત્યારે મોટાભાગે આપણે જોયું હશે કે, તેની મમ્મી તેને મોબાઈલ હાથમાં આપી દે છે. એટલે ચૂપચાપ ખાવા માટે બેસી જાય છે. અને ખાઈ લે છે. ઘણા બાળકને જો મોબાઈલ આપવામાં ન આવે તો તે ભોજન જ કરતા નથી અને જમતી વખતે મોબાઇલ લેવાની ટેવ પડી જાય છે.

પહેલાના સમયમાં તો પ્રેમથી ખોળામાં બેસાડીને લાડ લડાવતાં લડાવતાં જમાડતા હતા. આજકાલ તો માતાપિતા નોકરી કરવા લાગ્યા છે એટલે તેને બાળક માટે સમય જ રહ્યો નથી એટલે તે મોબાઈલ પકડાવી દે છે અને તે ચૂપચાપ ખાઈ લે છે.

પરંતુ સિનિયર પીડીયત્રિશયન પિયુષ જૈન જણાવે છે કે, જમતી વખતે મોબાઇલ ફોન રાખો તે ખૂબ જ જોખમકારક છે.
જમતી વખતે મોબાઇલ ફોન રાખવાથી બાળકનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. આ ઉપરાંત આંખ માંથી પાણી નીકળે છે અને આંખ નબળી પડતી જાય છે અને ડ્રાયનેસ વધી જાય છે. ઘણી વખત તો બાળક મોબાઇલમાં એટલું ધ્યાન રાખતો હોય છે કે તેણે શું ખાધું તે તેને ખબર જ હોતી નથી. મોબાઈલમાં ધ્યાન રાખીને જમવાથી યાદશક્તિ પણ નબળી પડી શકે છે. અને તેની બોલવાની ક્ષમતા પર પણ ઓછી થઈ જાય છે.

જમતી વખતે મોબાઇલની ટેવને દૂર કરવા માટે માતાપિતાએ થોડો સમય કાઢીને બાળકને વાર્તા કેવી જોઈએ. જમતા જમતા વાર્તા કહેવાથી તે જમવામાં પણ ધ્યાન આપશે અને વાર્તા પણ સાંભળશે. જેના કારણે ધીરે ધીરે મોબાઈલ ટેવ છૂટી પણ જશે. આ ઉપરાંત તમે તેને ભોજનના નામ જણાવતા જણાવતાં પણ ખવડાવી શકો છો. નહીં તો કંઈક અલગ પ્રકારની ડીશ બનાવીને આપો. જો ડીશ ડેકોરેશન કરેલી હશે તો તે જોવામાં તે ભોજન કરી લે છે. અને આમ મોબાઈલની આદત છુટી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here