દરેક માબાપનો ગંભીર પ્રશ્ન, શું તમારું બાળકને પણ મોબાઈલની ટેવ છે? તો અપનાવો આ ટીપ્સ, પછી ફોન આપવા છતાં પણ નહીં લે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

છેલ્લા બે વર્ષથી સ્કૂલો બંધ થઈ જવાથી ઓનલાઈન ભણવાના કારણે આજકાલ બાળકોને મોબાઈલ ફોનનો ઉપયોગ  ખુબ જ વધી ગયો છે. કોઈ પણ બાળકને મોબાઈલ વગર દિવસ પસાર કરવો ખૂબ અઘરો પડી જાય છે અને પોતાનો મોટા ભાગનો સમય મોબાઇલમાં જ વિતાવે છે. ઘણી વખત તો ઘણા પ્રયત્નો કરવા છતાં પણ બાળક મોબાઈલ ની ટેવ છોડી શકતો નથી. જો તમારા બાળક મોબાઈલનો ઉપયોગ કરવાની ટેવ છે અને તેને તમારે દૂર કરવી છે તો આ ટિપ્સ જરૂર અપનાવો.

સૌથી મહત્વની વાત છે કે તમે પોતેજ મોબાઈલનો ઉપયોગ કરવાનું ઓછું કરી દ્યો. જો જરૂર હોય તો જ મોબાઈલનો ઉપયોગ કરો. આ ઉપરાંત તમે જ મોબાઈલનો ઉપયોગ ઓછો કરશો તો તમારું બાળક આપોઆપ ઉપયોગ ઓછો કરશે.

તમારા બાળકને આઉટડોર્સ ગેમના ફાયદા જણાવો અને તેની સાથે બહાર જઇને મેદાનમાં રમત રમતા શીખવાડો. આ ઉપરાંત જો તે ફ્રી છે અને તેને કોઈપણ વસ્તુ વધારે પસંદ છે તો તેના ક્લાસ જોઈન કરવો. જેમ કે, પેઇન્ટિંગ, સંગીત, ડાન્સ વગેરે.

બાળકને સ્માર્ટ ફોનથી દૂર રાખવા માટે તેની ક્ષમતા પ્રમાણે ઘર કામ કરાવો. જેનાથી તે કામમાં વ્યસ્ત થઈ જશે અને મોબાઈલની ટેવ ઓછી થઇ જાય.

સૌથી મહત્વની વાત કે તમે મોબાઈલ માં લોક રાખવો છે તમે તમારા બાળકને કોઈ ચોક્કસ સમય પર જ મોબાઈલ ખોલીને આપી શકો. મોબાઈલ લેવા માટે ચોક્કસ સમય નક્કી કરી લો.

પેરેંટલ કંટ્રોલ ટુલની મદદથી તમે તમારા બાળક મોબાઇલમાં શું જોઈ રહ્યું છે તેના વિશે તમને ખબર પડશે અને તેને મનપસંદ વસ્તુ મોબાઈલ બહાર દુનિયા બતાવો. તેને પુસ્તક વાંચવાની આદત પાડો આવું કરવાથી તે ચોક્કસ ફોનની ટેવ છૂટી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here