લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ગરુડ પુરાણમાં જન્મ, મૃત્યુ, સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય અને મોક્ષ વિશે ભગવાન શ્રી વિષ્ણુએ તેના વાહન ગરુડજીને વાત કહી છે. ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથ છે. આ ગ્રંથમાં જીણામાં ઝીણી દરેક વાતનું વર્ણન કરવામાં આવ્યું છે. ક્યાં કર્મ કરવાથી કયો જન્મ મળે તે બધી વાત ગરુડપુરાણમાં કહી છે.
ગરુડ પુરાણમાં જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે કયા કયા પ્રકારના કષ્ટ સહન કરવા પડે છે. તેના વિશે પણ માહિતી આપવામાં આવેલી હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે ગરુડ પુરાણ અનુસાર ગર્ભમાં રહેલા શિશુને કયા કયા પ્રકારના કષ્ટ અને પીડા સહન કરવા પડે છે.
જ્યારે ગર્ભ એક રાતનો હોય ત્યારે તે સૂક્ષ્મ કણ જેટલો હોય છે. ધીમે ધીમે જ્યારે પાંચ રાતનો જીવ બને છે ત્યારે એક પાણીના પરપોટા જેટલો હોય છે અને જ્યારે દસનો દિવસ બને છે ત્યારે તે એક બોર સમાન હોય છે. અને ધીમે ધીમે તે એક મહિના પછી ગર્ભનો આકાર ઈંડા સમાન થઈ જાય છે ધીમે ધીમે બાળકનો વિકાસ થતો જાય છે.
જ્યારે બાળક એક મહિનામાં થાય ત્યારે તેના માથામાં રચના થાય છે. અને બીજા મહિનામાં હાથ પગની રચના થાય છે. ત્રીજા મહિનામાં નખ, હાડકા, લિંગ, નાક, કાન, મોઢાંની રચના થાય છે. ચોથા મહિનામાં માસ, લોહી, ત્વચાની રચના થાય છે. અને પાંચમા મહિનાથી ધીમે ધીમે ભૂખ અને તરસ લાગવાનું શરૃ થઈ જાય છે.
જ્યારે માતાના પેટમાં કૃમિ હોય છે તે ગર્ભને કરડવાથી ગર્ભને પીડા થવા લાગે છે. અને તે ઘણી વખત બેહોશ પણ થઈ જાય છે. જો માતા વધારે પડતું કડવું તીખું તળેલું ખાય છે તો બાળકને ખૂબ જ નુકસાન થાય છે. ઘણીવાર તો બાળકનું મસ્તક ઉપરની તરફ થઈ જાય છે અને જેના કારણે બાળક હરી ફરી શકતું નથી અને ગર્ભમાં ખૂબ જ દુઃખી થાય છે.
માતાના ગર્ભમાં બાળક ભગવાનને પ્રાર્થના કરે છે અને કહે છે કે હું દુઃખી કુવામાં છું અને ભૂખથી ખૂબ જ વ્યાકુળ છુ મને ગર્ભથી અલગ થવાની ઈચ્છા છે અને ભગવાન તમે મને ક્યારે બહાર કાઢશો. અને હું ભગવાનના શરણમાં જાવ છું જેથી મારે પુનર્જન્મમાં ન જવું પડે.
બાળક ભગવાનને કહે છે કે મને બહાર આવવાની ઈચ્છા નથી થતી. કારણ કે, બહાર આવ્યા પછી પાપ કર્મોના કષ્ટ અને દુઃખ સહન કરવું પડે છે. હું તમારા ચરણોમાં રહીને મુક્તિ મેળવીશ. ત્યાર બાદ બાળક નવ મહિના પછી નીચેના મુખથી પ્રસુતિના સમયે વાયુની મદદથી બહાર નીકળે છે ત્યાર બાદ તેની કોઈ પણ વાતનું ધ્યાન રહેતું નથી અને જેના કારણે જ તે જન્મતાની સાથે જ રડવા લાગે છે.