10 વર્ષ જૂની બળી ગયેલી કઢાઈને સાફ કરવાની સરળ, 5 મિનીટમાં નવી જેવી થઇ જશે, ઘસવાની જંજટ નહિ રહે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

દરેક મહિલાને પોતાના વાસણ ચમકતા રહે તેવું જ પસંદ હોય છે, વાસણ ચમકતા રહે તે માટે તે ઘણી મહેનત પણ કરતી હોય છે. પરંતુ ઘણી વખત રોજ ઉપયોગમાં આવતી કડાઈ સાફ કરવી ખૂબ જ કઠિન બની જાય છે. મોટાભાગે રોજ ઉપયોગમાં આવતી કડાઈને સાફ કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ખૂબ જ ઘસવા છતાં પણ બળી ગયેલો ભાગ સરખું થતું નથી.

જ્યારે આપણે નવી એલ્યુમિનિયમની કડાઈ ખરીદીએ છીએ ત્યારે તે ખૂબ જ ચમકતી હોય છે, પરંતુ જેવો આપણે તેનો રોજ ઉપયોગ કરવાનું શરૂ કરી કરીએ છીએ તો ધીમે ધીમે તેનો ચળકાટ ઓછી થતી જાય છે અને જો વાસણ ખૂબ જ બળી જાય તો તેને સાફ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને એક એવો ઉપાય બતાવાના છીએ કે એલ્યુમિનિયમ ના વાસણ સાફ કરવા માટે હવે તેને ઘસવાની જરૂર નથી અને તે બિલકુલ નવા જેવો દેખાય છે.

કઢાઈ સાફ કરવા માટે સૌપ્રથમ કડાઈને ગેસ પર મૂકી તેમાં ત્રણ ગ્લાસ પાણી નાખો. ગેસને ફૂલ જ રાખો. ત્યારબાદ તેમાં 1 ચમચી ડિટર્જન્ટ પાવડર, 1 ચમચી લીંબુનો રસ અને એક ચમચી મીઠું નાખીને ઉકાળો. જ્યાં સુધી પાણી ઉકળીને કાઠા ઉપરના ભાગમાં આવે છે ત્યાં સુધી તેનો ઉકાળો. પછી ગેસને બંધ કરી દો અને થોડી વાર એમજ પડ્યા રહેવા દ્યો.

ત્યારબાદ એક મોટા વાસણમાં પાણી કાઢી તેમાં કડાઈને ડુબાડી દો જેથી કરી બહારનો અને અંદર નો હિસ્સો બરાબર રીતે સાફ થઈ જાય. 10 થી 15 મિનિટ સુધી તેને પાણીમાં ડૂબાડવાથી બળી ગયેલો ભાગ ઠીક થઇ જાય છે. ત્યારબાદ પાણીમાંથી બહાર કાઢી એક ચમચી બેકિંગ સોડા અને ડિટર્જન્ટ પાવડર મિક્સ કરી એને સાફ કરો. આમ કરવાથી કડાઈ એકદમ નવા જેવી જ ચમકાવા ઉઠશે.

કડાઈને સાફ કરવા માટે ટમેટાનો રસ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, ટમેટાનો રસ અને પાણી ને મિક્સ કરી કડાઈને ગરમ કરી ત્યારબાદ તેને સાફ કરવાથી તરત સાફ થઈ જાય છે.

એલ્યુમિનિયમ વાસણ ખૂબ જ સંવેદનશીલ હોય છે એટલે જ્યારે તે ગરમ હોય ત્યારે તેને ક્યારેય સાફ ન થવું જોઈએ, તે ઠંડું થાય પછી જ તેને સાફ કરવું નહિ તો તેમાં નાના દાણા બનવાનું શરૂ થઈ જશે. એલ્યુમિનિયમના વાસણ ધોવા  માટે બેકિંગ પાઉડર પણ ફાયદાકારક માનવામાં આવે છે સૌપ્રથમ તેના પર બેકિંગ પાઉડર લગાવી અને ત્યાર બાદ તેને સાફ કરવાથી તે ચમકવા લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here