લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આપણે આજુબાજુ ઘણા બધા એવા બાળકો આપણે જોયા હોય છે કે જે પોતાનું કામ પોતે જાતે જ કરે છે. અને ઘણા એવા પણ બાળકો થયા હોય છે કે પોતાનું કામ પણ જાતે કરતા નથી. ઘણા બાળકો તો તેની મમ્મી ખવડાવે ને ત્યાં સુધી તો ભોજન પણ કરતા નથી. દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે પોતાનું બાળક મોટું થઈને ખૂબ જ હોશિયાર બને. પરંતુ ઘણી વખત નાની ભૂલના કારણે તે ઉદાસ થઈ જાય છે અને તે કામ કરવા માટે ડર લાગ્યા કરે છે.
દરેક માતા-પિતાને એવી ઇચ્છા હોય કે મારું બાળક ખૂબ જ મહેનત કરી અને કોઈપણ કામમાં પાછો પડે નહીં તે માટે કેટલાક ઉપાય બતાવવાના છે કે જેનાથી બાળક પ્રેરિત થાય છે અને આગળ વધવા માટે મહેનત કરશે.’
બાળક કોઈપણ કામ કરે તો તેના વખાણ કરો. જો તમે તેના વખાણ કરશો તો તેને બીજો કામ કરવા માટે પણ મોટીવેશન મળી રહેશે અને જો તમે તેને મોટીવેશન આપશો તો તે કામ ફરીથી કરવા માટેની લાગશે. જ્યારે તે કોઈ પણ કામ કરતો હોય તો તેને મોટીવેશન આપો છે. તેને વખાણના સારા શબ્દો કહો. ખુબ સરસ અને આભાર.
ઘણી વખત તેને કોઈ ઇનામ આપશો તો પણ તે ખૂબ જ ખુશ થઇ જશે. જો કોઈ સારું કામ કરે તો તેના વખાણ કરો. અને જો કોઈ ભૂલ થઈ હોય તો તેને તેની આ ભૂલ બીજી વખત ન થાય તે માટે તેને સુધારવા માટે પ્રયત્ન કરવો આમ તે મહેનત કરવા લાગશે અને બધાને વધારે ને વધારે ધ્યાન કેન્દ્રિત કરશે.
આપણે ઘણા એવા માતા-પિતા જોયા છે કે પોતાના બાળકનું કામ તે બાળકને કરવા દેતા નથી પરંતુ તે જાતે જ કરી લે છે. આમ કરવાથી બાળકને આદત પડી જાય છે કે પોતાનું કામ તો કરી જ દેવાના છે. પરંતુ આવું ના કરો. પણ બાળકનું કામ તેને પોતાને જાતે જ કરવા દેવો. આમ કરવાથી તેને પ્રેરણા મળશે અને બીજું કામ કરવા માટે પણ આત્મવિશ્વાસ મળશે.
તે કામ કરતો હોય તો તેની સાથે કોઈ સ્પર્ધાત્મક રમત પણ રમો. જેમકે તું ફટાફાટ હોમવર્ક કરી લઈશ તો હું તને સરપ્રાઈઝ આપીશ એટલે તે ફટાફટ કામ કરી લેશે. બાળકને આત્મનિર્ભર બનાવો. જો તમારું બાળક આત્મનિર્ભર નહિ હોય તો તે નાની નાની વાતમાં પણ તમારી મદદ માગશે. એટલે તેને રમત રમતમાં કોઈ એવી સારી વસ્તુ શીખવાડો કે છે તેના મગજમાં બેસી જાય અને કોઈપણ કામ કરવામાં મુશ્કેલી આવશે તો તેના માતા-પિતા તેની સાથે જ છે તેવું પણ તેને કહો.