ગરોળી ને ઘરમાંથી કાયમ માટે ભગાડવાનો બહુ જ સરળ, સસ્તો પ્રયોગ, ફક્ત બે મિનિટમાં ગરોળી ગાયબ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આમ લોકો ગરોળીનું ઘરમાં રહેવું શુભ માનવામાં આવે છે, પરંતુ તમને જણાવી દઈએ કે, ગરોળી એક એવું પ્રાણી છે કે જે બહુ જ નુકસાન પણ પહોંચાડી શકે છે. એટલા માટે જ ઘરના લોકો ગરોળીને ઘરની બહાર કાઢવા માટે ખૂબ જ પ્રયત્નો કરે છે. પરંતુ ઘણી વખત પ્રયત્ન કરવા છતાં પણ ગરોળી બીજા દિવસે ઘરની અંદર આવી જાય છે, અને ખાસ કરીને છોકરીઓ તો ગરોળી ને જોઈને બુમાબુમ કરવા લાગે છે.

ગરોળી વાસ્તવમાં આપણને ક્યારેય કોઈ નુકસાન પહોંચાડતી નથી, પરંતુ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે એવું કહેવાય છે કે, ગરોળી ના મળને એક પ્રકારનું ઝેર માનવામાં આવે છે. આજ આપણે જાણીશું કે ગરોળી ને ઘરની બહાર કેવી રીતે હંમેશા માટે કાઢી શકાય.

આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે તે સૌ આપણે જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છે કે, મોરના પીંછા પણ ઘરમાં ઘણી બધી જગ્યાએ ખુબ જ ઉપયોગમાં આવે છે. મોરના પીછાથી ગરોળીને ઘરની બહાર ભગાડી શકાય છે જે જગ્યાએ ગરોળી રહેતી હોય તે દિવાલ પર આ મોરના પીંછાને લટકાવવાથી ગરોળી ક્યારેક ઘરની અંદર આવતી નથી.

દરેકના રસોડામાં કાળા મરીનો ઉપયોગ ખોરાક માં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. કાળા મરીના ઉપયોગ કરીને પણ ગરોળી ને આપણે ઘરની બહાર કાઢી શકે છે. કાળા મરીનો પાવડર માં પાણી મિક્સ કરીને છે જે જગ્યા પર ગરોળી રહેતી હોય તે દિવાલ પર કરવાથી ગરોળી દેખાશે નહીં. ઈંડા ની ગંધ ગરોડી ને પસંદ નથી, જો તમે ના ખાતા હોય અને તેની છાલ ફેંકી દેતા હોય તો તેને તમારે ફેંકવાની જરૂર નથી. કારણકે, ગરોળીને ઈંડાની વાસ નથી ગમતી એટલે તે તેનાથી હંમેશા માટે દૂર રહેશે અને બીજી વખત પણ ઘરમાં ક્યારેય પ્રવેશ નહીં કરી શકે.

ડુંગળીમાં સલ્ફર નામનું તત્વ આવેલું હોય છે જેના લીધે તેની બહુ વધારે વાસ આવે છે. ડુંગળી ગરોળીને બિલકુલ પસંદ હોતી નથી. જેવી જગ્યા પર ગરોળી રહેતી હોય તે જગ્યાએ ડુંગળીની સ્લાઈસ કરીને દોરી સાથે બાંધીને લટકાવવાથી લાઈટ ની આજુબાજુ ગરોળી નહીં આવે અને ત્યાં આવતી હશે તો તે પણ ઘરની બહાર ભાગી જશે. ગરોળી ભગાડવા માટે એક બોટલમાં ડુંગળીનો રસ અને તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને તે તેને સ્પ્રે કરવાથી ગરોળી ઘરમાં આવશે નહીં.

ગરોળી ને ભગાડવા માટે નેપ્થેલીન બોલ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. ગરોળી જે જગ્યા પર વધારે પ્રમાણમાં રહેતી હોય તે જગ્યાએ બોલ્સ મૂકવામાં આવે તો તે તમારા ઘરથી દૂર ભાગશે. આ ઉપરાંત લાલ મરચું પાવડર પણ ગરોળી ને ભગાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ઘરના ખૂણામાં લાલ મરચા નો છંટકાવ કરવાથી ગરોળી આવતી નથી.

Previous articleનકામાં લાગતા આ બીયા સાંધાના દુખાવાને અને ડાયાબીટીસને કાયમી દુર કરશે
Next articleશ્રીકૃષ્ણ એ શા માટે રાધાના મૃત્યુ પછી વાંસળીને તોડીને ફેકી દીધી? 99% લોકો નહિ જાણતા હોય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here