ભારત માં બનેલી કોરોના વેક્સીનનું સૌથી પહેલું ટ્રાયલ આ વ્યક્તિ પર થશે,જાણો કોણ છે આ માણસ….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ સ્વદેશી વૅક્સિનને આઈસીએમઆર અને હૈદરાબાદની ભારત બાયૉટેક કંપનીએ મળીને તૈયાર કરી રહી છે. આઈસીએમઆરનું કહેવું છે કે એક વખત ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ જાય તો 15 ઑગસ્ટ એટલે ભારતના સ્વતંત્ર દિવસે આ વૅક્સિનને સામાન્ય લોકો માટે લૉન્ચ કરવામાં આવી શકે છે.

ક્લિનિકલ ટ્રાયલ માટે ભારતની 12 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે.આઈસીએમઆરના ડિરેક્ટર ડૉક્ટર બલરામ ભાર્ગવે બે જુલાઈએ આ 12 સંસ્થાઓને પત્ર લખીને કહ્યું કે તેમને સાત જુલાઈ સુધી ક્લિનિકલ ટ્રાયલની પરવાનગી લઈ લેવી જોઈએ.આ એક ભારતીય માટે સારા સમાચાર કહી શકાય કે કોરોના ની વેક્સીન નું ટ્રાયલ સારું થવા જઈ રહ્યું છે.કોરોન વાયરસ સામે લડવા માટે દેશમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચર ICMR ના સહયોગથી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા રસી વિકસાવામાં આવી છે.

આ વેક્સીન ને માનવ ટ્રાયલ માટે પણ મંજૂરી મળી ગઈ છે. આગામી અઠવાડિયે આ નવી રસીની ક્લિનિકલ હ્યુમન ટ્રાયલ શરૂ થઈ રહી છે.જયારે માનવ પરીક્ષણ માટે જે લોકોની પસંદગી કરવામાં આવી છે તે પૈકી દેશમાં સૌથી પહેલા આ રસીની ટ્રાયલ માટે પહેલુ નામ ચિરંજીત ધીબરનું સામે આવ્યું છે.વ્યવસાયે શાળાના શિક્ષક એવા ચિરંજીત પર આગામી અઠવાડિયે ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. તેમને પરિક્ષણ માટે ICMRના ભુવનેશ્વર કેન્દ્ર આવવાનું રહેશે.જણાવી દઈએ કે આ ટ્રાયલ ભુવનેશ્વરમાં થશે.

ચિરંજીત ધીબરે પોતાના ફેસબુક પેજ પરથી આ વાતને સત્તાવાર સમર્થન આપ્યું છે કે સંઘની પ્રેરણમામાં મે કોરોના વાયરસના ક્લિનિકલ ટ્રાયલ માટે મારું શરીર દેશને દાન કર્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ચિરંજીતે એપ્રિલ મહિનામાં જ ક્લિનિકલ ટ્રાયલ માટે અરજી કરી હતી. રવિવારે આઈસીએમઆરના પટણા કેન્દ્રથી તેમને ફોન આવ્યો હતો કે તેમની પસંદગી ક્લિનિકલ ટ્રાયલ માટે થઈ ગઈ છે. તેમને તેની પ્રોસેસ માટે હવે ભુવનેશ્વર બોલાવવામાં આવ્યાં છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ચિરંજીત ધીવર બંગાળના દુર્ગાપુરમાં એક શાળામાં શિક્ષક છે. આ સાથે જ આરએસએસની સહયોગી સંસ્થા અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની પ્રાથમિક શાખાના રાજસ્તરીય કમિટીના સભ્ય છે. તેમણે કહ્યું કે, ‘રસીના પરિક્ષણ માટે વોલિન્ટર બનાવાની તક મળતા જ હું ગર્વ અનુભવું છું આ રીતે હું દેશ માટે કામ આવીશ.’ જોકે તેમના માતા-પિતાએ શરુઆતમાં ખૂબ જ વિરોધ કર્યો હતો. પરંતુ આખરે તેમણે પોતાના માતા-પિતાને આ માટે મનાવી લીધા હતા. તેમના પિતાએ કહ્યું કે ‘અમે ક્યારેય આવી પરિસ્થિતિ જોઈ નથી તેમાં ઉપરથી જે રોગ વિશે આપણને ખબર નથી તેની પહેલી દવાનું પરિક્ષણ આ અંગે સાંભળીને અમે ખૂબ જ ડરી ગયા હતા. જોકે હવે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે માનવ પરીક્ષણ સફળ થાય અને કોરોનાની આ રસી જલ્દીથી જલ્દી લોકો સુધી પહોંચે.

બે તબક્કામાં 100-100 લોકોનું ટ્રાયલ.

આ હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ અંગેની ખાસ વાત એ છે કે આ દવાના પરિક્ષણ માટે ફક્ત એવા લોકોને પસંદ કરવામાં આવ્યા છે. જે પોતાની મરજીથી આગળ આવ્યા છે. તેમને આ અંગે પહેલાથી જ બધુ જણાવી દેવામાં આવશે. તેમજ તેમની સહમતી બાદ જ પરિક્ષણમાં સામેલ કરવામાં આવશે. મીડિયા અહેવાલ મુજબ માનવ પરીક્ષણની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નાગપુરમં આવેલ ગિલ્લુર્કર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. ચંદ્રશેખર ગિલ્લુરકરને પસંદ કવરામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે પહેલા અને બીજા એમ બે ચરણોમાં 100 લોકો ટ્રાયલ માટે પસંદ કરવામાં આવશે. શરુઆતમાં આ લોકોને વેક્સીન આપ્યા બાદ તપાસ કરવામાં આવશે કે તેમના પર કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી થઈ રહી.આ વેક્સીન સરકારે આગામી મહિને 15 ઓગસ્ટના દિવસે તેને લોન્ચ કરવાનું નક્કી કર્યું છે.

આ વેક્સીન ગુજરાતની કેડિલા ફાર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. કેડીલા ફાર્મા દ્વારા ઇનહાઉસ રસી તૈયાર કર્યા બાદ તેને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય હૈદરાબાદના ભારત બાયોટેક દ્વારા તૈયાર થયેલી રસીનું પણ ગુજરાત કનેક્શન છે. કારણકે આ રસી બનાવનાર કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ અંકલેશ્વરમાં આવેલું છે. રાજ્યમા કેડીલા સિવાય પણ અન્ય કંપનીઓ વેકસીન અને એન્ટી વાયરલ દવાઓ બનાવવા પણ પ્રયોગ કરી રહી છે.

ડો. હેમંત કોશિયાએ જણાવ્યું કે, કોરોના વાયરસ સામે લડવા રસી ખૂબ મહત્વનો ભાગ ભજવી શકે છે અને આ રસીની શોધ વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ થઈ રહી છે. હૈદરાબાદની ભારત બાયોટેક સિવાય ગુજરાતની કેડિલા ફાર્મા દ્વારા પણ તૈયાર કરવામાં આવેલી રસીના માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. કેડિલાના રિસર્ચ વિંગ દ્વારા તૈયાર થયેલી આ રસીનુ શરૂઆતી સંશોધન થઈ ચૂક્યું છે અને હવે રસીની માણસો પર અસર માટે મંજૂરી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here