લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કોરોના વાયરસની બીજી લહેર ભારત દેશ માટે એકદમ ઘાતક બની રહી છે. આ લહેરના લક્ષણો પણ પહેલા કોરોના વાયરસ કરતા એકદમ અલગ અને ગંભીર છે. જેના લીધે વધુને વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. આમાં પણ ગુજરાત રાજ્યની સ્થિતિ તો કફોડી બની છે.
જોકે હાલમાં કોરોના વાયરસ ની ગંભીર સ્થિતિ વચ્ચે એક સારા સમચાર સામે આવ્યા છે. હા, રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિકની ભારત દેશમાં મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી સોમવારના દિવસે સબજેક્ટ એક્સપર્ટ ટીમ દ્વારા આની મંજૂરી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ભારતના ડોક્ટર રેડ્ડી સાથે મળીને આ વેક્સિન બનાવવામાં આવી છે. રશિયા દેશના ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ ફંડે કોરોના વેક્સિન ઉત્પાદન માટે ડો. રેડ્ડી, હેટેરો બાયોફાર્મા, ગ્લેંડ ફાર્મા, સ્ટેલિસ બાયોફાર્મા તથા વિર્ચો બાયોટેક જેવી વિવિધ ભારત દેશની ફાર્માસ્યુટિકલ કંપનીઓ જોડે એક કરાર કરી દિધો છે.
ભારત દેશમાં હાલમાં ફક્ત બે વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશેલ્ડ અને ભારત બાયોટેક કોવેક્સિન નો સમાવેશ થાય છે. આ બંને ડોઝ ભારત નિવાસી લોકોને આપવામાં આવી રહ્યા છે. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે ઓગસ્ટ સુધી ભારતમાં 6 જેવી વેક્સિન ને મંજૂરી મળી જશે, જેથી વધારે લોકોને વેક્સિન નો લાભ મળી શકે છે.
ભારત દેશમાં હાલમાં આપવામાં આવી રહેલી વેક્સિન માં કોવિશેલ્ડનો એફસી રેટ 81 જ્યારે કોવેક્સીનનો એફસી રેટ 80 છે. જોકે રશિયાની કોરોના વેક્સિન નો એફસી રેટ 91.6 ટકા માનવામાં આવે છે. જેના પરથી કહી શકાય છે આ વેક્સિન વધુ અસરકારક હોઈ શકે છે.