ભારત પર કોરોના નો સંકટ,સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે હાલ ભારત માં કોરોના આ સ્ટેજ છે,ત્યારે આપી આ સલાહ,જાણો એક ક્લિક કરીને…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ભારત માં આજે જોવા જઈએ તો કોરોના ના દર્દીઓ માં ખૂબ વધારો થઈ રહ્યો છે દિવસે ને દિવસે કેસ ખૂબ ઝડપી વધી રહ્યા છે.અને એને ધ્યાન માં લઈને લોક ડાઉન નું ચુસ્તપણે પાલન પર કરવવામાં આવી રહ્યું છે.હાલ કોરોના ને લઈને ભારત માં ખૂબ ડર નો માહોલ જામી રહ્યો છે.ત્યારે તમને જણાવીએ કે દેશ માં હાલ કોરોના કયા સ્ટેજમાં છે.સચિવ લવ અગ્રવાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ હાલમાં ત્રીજા તબક્કામાં પહોંચ્યું નથી.આ સાથે જ તેઓએ સામુદાયિક સંક્રમણની વાતને પણ નકારી છે. તેઓએ કહ્યું કે ભારત હજુ બીજા અને ત્રીજા તબક્કાની મધ્યની સ્થિતિમાં છે.અને એમને કહ્યું છે હજુ પણ સમય છે જો તમે ઘર ની બહાર નથી નીકળતા તો આ વાયરસ ના સંક્રમણ ને રોકી શકાય છે.અને એમનાથી આપણે બહાર આવી શકીએ છીએ.આરોગ્ય મંત્રાલયે એક અહેવાલ માં જણાવ્યું છે કે દેશમાં સોમવાર સુધીમાં ગણા લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણા લોકોને કોરોનાવાયરસ ચેપ લાગ્યો છે અને કહ્યું છે કે ભારતનાં કોવિડ -19 ચેપના કિસ્સામાં અન્ય અને ત્રીજા તબક્કાની મધ્યસ્થ સ્થિતિમાં છે.આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે ભારતમાં હજુ સુધી કોરોના વાયરસનો ચેપ ત્રીજા તબક્કામાં પહોંચ્યો નથી.મળતી માહિતી અનુસાર જ્યાં સંક્રમણ વધારે છે ત્યાં આ વાત સાચી હોઈ શકે પણ હાલ સુધી આવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી એનો અર્થ એ નથી કે સંક્રમણ વધ્યું છે અને તે ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે આ વાત ખોટી છે.અગ્રવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ ચેપગ્રસ્ત લોકોમાંથી 1445 દર્દીઓ છે કે જેઓ તબલીગી જમાતના ધાર્મિક પ્રસંગમાં સામેલ લોકોના સંપર્કમાં આવ્યા હતા.ચેપ સાથે અત્યાર સુધી સંકળાયેલા ડેટાના વિશ્લેષણના આધારે તેમણે કહ્યું કે કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાં અને મૃતકોમાં લગભગ બે તૃતીયાંશ લોકો પુરુષો છે.તેમણે કહ્યું કે કોવિડ -19 થી સંક્રમિત થયેલાઓની સંખ્યા 76 છે.અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના કારણે થયેલા 111 મોતમાં 63 ટકા મોત 60 વર્ષથી ઉપરની વ્યક્તિના 30 ટકા 40થી 60 વર્ષની વયજૂથના વ્યક્તિના અને 7 ટકા મોત 40થી ઓછી વયની વ્યક્તિના છે.અને તમને જણાવી દઈએ કે દેશ માં વધતા કોરોના ને લઈને લોક ડાઉન માં વધારો કરી શકે છે સરકાર.માટે સરકાર નું કહેવું છે કે દરેક નાગરિકો પોતાની ફરજ સમજી ઘર માં રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here