લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહ્યું છે. બુધવારે ભારતીય માટે બીજા ખૂબ જ ખરાબ ન્યુઝ સામે આવ્યા છે. યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે, આ વિદ્યાર્થીનું નામ ચંદન જીદાલ હતો, તે પંજાબ નો રહેવાસી હતો. જોકે ચંદનનું મૃત્યુ યુદ્ધના કારણે નહિ પરંતુ બીમારીના કારણે થયું હોય તેવું સામે આવ્યું છે. ચંદનને યુક્રેનની વિનીસ્તા મેડિકલ યુનિવર્સિટી ની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
મંગળવારે નવીનનું મૃત્યુ યુદ્ધના કારણે થયું હતું, જયારે ચંદનને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો હતો અને તેની પરિસ્થિતિ બગડતાં તેને એડમીટ કરવામાં આવ્યો હતો. ચંદનનું મૃત્યુ બેન સ્ટ્રોક ને કારણે તેનું મૃત્યુ થયું હતું. કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ ભારતીય મૃત નવીનનો મૃતદેહ ભારત લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં યુક્રેન ફ્લાઈટ બંધ કરી દીધી છે, એટલે કોઈપણ વિમાન લેન્ડ થઈ શકે તેમ નથી. યુક્રેનની ફ્લાઇટ બંધ હોવાને કારને ભારતના વિદ્યાર્થીઓને પાડોશી દેશ માંથી લાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
પાડોશી દેશમાં રોમાનિયા, પોલેંડ, હંગેરી મારફતે મૃતદેહ ભારતમાં લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. યુક્રેનથી દસ હજારથી વધારે ભારતીય વતન પાછા આવી ગયા છે, જ્યારે હજુ પણ મોટી સંખ્યામાં ભારતીય યુક્રેનમાં ફસાયેલા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા માટે યુક્રેનમાં ગયા હતા.
હવે યુક્રેનમાં ભારતીય પર હુમલાનો ખતરો ધીમે ધીમે વધતો જાય છે, અત્યાર સુધીમાં બે ભારતીય ના મૃત્યુ થયા છે. દિવસેને દિવસે ભારત માટે ખૂબ ખરાબ સમાચાર સામે આવ્યા છે. પહેલા કર્ણાટકના નવીનનું મૃત્યુ થયું હતું જ્યારે હવે પંજાબ ના રહેવાસી ચંદન ૨૨ વર્ષીયનું બુધવારે મોત થયું હતું.