લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ભગવાન શંકરને બિલીપત્ર ખુબ જ પ્રિય છે. કહેવાય છે કે ધાર્મિક ગ્રંથમાં બિલીપત્ર નો મહિમા ખુબ જ કહ્યો છે. આપણે બીલીપત્ર ના ફળ એટલે કે બીલા ના ફાયદા વિશે જાણીશું.
બીલીનું ફળ એટલેકે બીલું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને હવે ઉનાળામાં લુ લાગવાની સમસ્યા થતી હોય છે. તે વ્યક્તિ માટે બિલા ખુબજ ફાયદાકારક છે. સૌપ્રથમ બીલાના ફળનો પલ્પ કાઢી તેને મસળી ને અડધા ગ્લાસ પાણીમાં મિક્સ કરી પીવાથી લૂ લાગવાની સમસ્યાથી ફાયદો થાય છે. આ ઉપરાંત વ્યક્તિને લુ ખૂબ જ લાગતી હોય તેને બીલીપત્રને ક્રશ કરીને પગના તળિયે ચોપડવા તેમજ છાતી ના ભાગ પર લગાવવાથી પણ લુ માંથી બચી શકાય છે.
જે વ્યક્તિને પેટ સંબંધી સમસ્યા હોય તે લોકો માટે તો બીલા રામબાણ ઈલાજ છે. આ ઝાડામાં ખૂબ જ ફાયદાકારક થાય છે જે વ્યક્તિને ખૂબ જ ડાયેરિયા થઈ ગયો હોય તે લોકોએ બીલાનું શરબત પી લેવો જોઈએ. આ ઉપરાંત પાચન તંત્રને લગતી કોઇ પણ બીમારી હોય તો તેના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
આજકાલ બજારમાં બીલાનું શરબત ખૂબ જ જોવા મળે છે. અને તે બનાવવાની રીત આજે આપણે જાણીશું. બીલાનું શરબત બનાવવા માટે સૌપ્રથમ પાકી ગયેલા બિલાને લેવું. ત્યારબાદ તેનો પલ્પ કાઢી ને તે બરાબર પલળી જાય એટલું પાણી નાખું એકથી બે કલાક સુધી પાણીના પલાળી રાખવો અને તેમાં થોડી સાકર ઉમેરવી.
જ્યારે બીલાનો પલ્પ બરાબર પલળી જાય ત્યારબાદ તેને હાથેથી મસળીને તેમાં રહેલાં આ બીજને કાઢી નાખવા અને મિક્સરમાં ક્રશ કરી લેવું. ત્યારબાદ તેમાં અડધું લીંબુ અને થોડો ચાટ મસાલો નાખીને પીવાથી લૂ લાગવાની સમસ્યામાં ફાયદો થઈ છે.
ડાયાબિટીસના દર્દીઓએ બીલાનું શરબત પીવું નહીં કારણકે તે કુદરતી રીતે જ ખુબ જ મીઠું હોય છે ડાયાબિટીસ થઈ શકે છે. બિલા ગર્ભનિરોધક તરીકે પણ ખૂબ જ ઉપયોગી છે. જો કોઈ પુરુષ બીલાંનો કરશે તો તે પિતા બની શકશે ને જ્યારે તેની ઈચ્છા ચંદન પ્રાપ્ત કરવાની થાય ત્યારે તેને બિલાડીને આરોગવાનું બંધ કરી દેવું જોઈએ આ ઉપરાંત બીલીપત્ર ચૂર્ણ ખાવાથી કેન્સર ભય પણ ઘટી જાય છે