લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
બુધવારના દિવસે ગણેશજીને સિંદૂર અર્પિત કરવામાં આવતું હોય છે અને તેમને સિંદૂર ચઢાવવાથી સમસ્ત પરેશાનીઓ દૂર થઈને બધી સમસ્યાઓનુ સમાધાન થાય છે અને સામાન્ય રીતે ઘણા લોકો જાણતા નથી હોતા પણ તમને જણાવી દઈએ કે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે બધું જાણતા હોવા છતાં પણ અજાણ્યા હોઈએ છે જેમકે બુધવારનો દિવસ એ ગણેશજીનો છે તેવું કહેવામાં આવે છે અને ગણેશજીની પૂજા બુધવારના દિવસે શુભ માનવામાં આવે છે અને અને બુધવારનો દિવસ એટલે ગણેશજી માટે શ્રેષ્ઠ દિવસ છે તેમ કહેવાય છે.
ઘણા લોકોને આની જાણ હોતી નથી પણ જો તમે બુધવારના દિવસે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન કરો છો તો ગણેશજી તમારા પર જરૂર પ્રસન્ન થાય છે અને સારા એવા આશીર્વાદ પણ આપે છે અને એવું પણ કહેવામાં આવે છે કે સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો અને તેના પછી પન્ના ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષિને કુંડળીનો અભ્યાસ કરાવી લેવો જોઈએ અને કહેવામાં આવે છે કે આ દિવસ દરમિયાન જો ગણેશજીની દિલથી પુંજા કરવામાં આવે તો ખૂબ જ સફળતા મળે છે અને જો આ દિવસે કોઈ ગરીબને લીલા મગનુ દાન કરો તો તમને ખૂબ જ પુણ્ય મળે છે અને મગ બુઘ ગ્રહથી સંબંધિત અનાજ છે અને તેનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે માટે તમને સારા આશિર્વાદ મળે છે.
આ દિવસે તમારે ઝગડો ન કરવો જોઈએ અને શાંતિથી તમે ગણેશજીને સિંદૂર ચઢાવો તો ગણેશજી પ્રસન્ન થાય છે અને આ હનુમાનજી સાથે જ ગણેશજીનો શ્રૃંગાર પણ સિંદૂરથી કરવામાં આવે છે જો તમે ધ્યાનથી અને મનથી આ કામ કરો છો તો તમને ચોક્કસ સફળતા મળશે.ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે અને દરેક પરેશાનીનો અંત આવે છે.આ સિવાય જો બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો છો તો પણ સારું રહેશે અને ગાયને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે.અને તેથી જ ગૌમાતાની સેવાથી બધા દેવી દેવતાઓની કૃપા કાયમ રહે છે અને ગણેશજીની કૃપા કાયમ માટે તમારા પર રહે છે.
બુધવારે સવારે જલ્દી ઉઠો અને સ્નાન આદિ કામોથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ અને પુંજા કરો અને પછી શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો અને બધી જ વિધિ પૂર્ણ કરો અને દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે અને ગણેશજી તમારા પર પ્રસન્ન થાય છે.