લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કાજુ-અંજીર રોલ
ઘરેબેઠા બનવો બજાર જેવી વાનગી અમે આવી વાનગી સાથે આવ્યા છે અને તમને અમારી વાનગી ગમે તો શેયર કરો તમારા મિત્રો જોડે.
સામગ્રી
- ૨૫૦ ગ્રામ કાજુ
- ૧૦૦ ગ્રામ અંજીર
- ૨૦૦ ગ્રામ ખાંડ
- ચપટી બ્રાઉન કલર (ઓપ્શનલ)
રીત
કાજુને મિક્સરમાં પીસીને એકદમ ઝીણો પાવડર કરવો. અંજીરને અડધો કલાક ગરમ પાણીમાં પલાળી રાખવા. અંજીર બરાબર પલળી જાય પછી તેમાંથી પાણી નિતારી, મિક્સરમાં તેની સ્મુધ પેસ્ટ બનાવવી.
હવે એક નોનસ્ટીક પેનમાં એક ટીસ્પૂન ઘી ગરમ કરી, તેમાં અંજીરની પેસ્ટ નાંખી, ૪-૫ મિનિટ મીડીયમ તાપે સાંતળવું.
પેસ્ટ થોડી ડ્રાય થાય એટલે ગેસ પરથી ઉતારી, ઠંડી કરી, તેમાં ૫૦ગ્રામ જેટલો કાજુનો ભૂકો મિક્સ કરી, સાઈડમાં રાખવું.
હવે એક કડાઈમાં ૫૦ ગ્રામ જેટલી ખાંડ નાખી, તેમાં થોડું પાણી નાખી, ખાંડની ચાસણી બનાવવી. ખાંડની દોઢ તારી ચાસણી થાય એટલે તેમાં કલર નાંખી, મિક્સ કરવો. પછી તેમાં અંજીરની પેસ્ટ નાંખી,બરાબર મિક્સ કરી, ધીમા તાપે ૨-૩ મિનિટ ગેસ પર રાખી, ઉતારી લેવું.
હવે બીજી પેનમાં બાકીની ખાંડ અનેથોડું પાણી મિક્સ કરી, ચાસણી બનાવવા મુકવી. ચાસણી બને ત્યાં સુધી અંજીરના મિશ્રણને હાથથી સ્મુધ કરી, તેનો પાતળા બે-ત્રણ રોલ બનાવવા.
ખાંડની એક તારી ચાસણી થાય એટલે તેમાં કાજુનો ભૂકો નાંખી,બરાબર મિક્સ કરી, ગેસ પરથી ઉતારી લેવું. મિશ્રણ સહેજ ઠંડુ થાય એટલે હાથથી મસળી સ્મુધ કરવું.
પછી કાજુવાળા મિશ્રણને શીટ પર મૂકી, તેને પહેલા બનાવેલા રોલના માપ પ્રમાણે બે-ત્રણ લાંબા અને સહેજ પહોળા રોટલા બનાવવા.
હવે તેમાં અંજીરવાળા રોલ મૂકી,તેને ચારે બાજુથી બંધ કરી, હાથથી સ્મુધ રોલ બનાવવા. પછી તેની ઉપર ચાંદીનો વરખ લગાડવો. રોલ ઠંડા થાય પછી તેના લાંબા ટુકડા કાપી લેવા.
તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ આર્ટિકલ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…