ગંદી અને ડાઘવાળી પ્લાસ્ટિકની ખુરશીને સાફ કરવાનો ઘરેલું ઉપાય

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

દરેક લોકો પોતાના ઘરમાં મહેમાન આવે ત્યારે તેને બેસવા માટે સોફા રાખતા હોય છે. આ ઉપરાંત પ્લાસ્ટીકની ખુરશી પણ આપણા ઘરે જરૂર હોય છે. આપણે પ્લાસ્ટીકની ખુરશીનો ઉપયોગ કોઈ કામ કરવા માટે અથવા મહેમાન આવે ત્યારે તેને બેસવા માટે કરતા હોય છે.

પ્લાસ્ટીકની ખુરશી કોઈ સાફ સફાઈ કરવા માટે પણ ઉપયોગમાં આવતી હોય છે. ઘણી વખત પ્લાસ્ટિકની ખુરશી પર ધૂળ લાગી જાય છે અથવા તો કોઈ સફેદ ખુરશી હોય તો ડાઘ પડી જાય છે. અને પછી તે દુર થતો નથી. ત્યારબાદ ઘણી વખત તો ખુરશીને સાફ કરવા માટે ખૂબ જ મહેનત કરવા છતાં પણ તે સાફ થતી નથી અને તે ખુબ જ ખરાબ દેખાય છે. અને જ્યારે મહેમાન આવે છે ત્યારે તેને બેસવા દઈએ તો તે ખૂબ જ ખરાબ લાગે છે અને આપણને શરમ અનુભવાય છે.

આજે અમે તમને કેટલીક પ્લાસ્ટીકની ખુરશી સાફ કરવાના ઉપાય જણાવશું જેનાથી માત્ર પાંચ મિનિટમાં જ નવી જેવી થઈ જાય છે.

ઘણી વખત પ્લાસ્ટીકની ખુરશી પર કાળા ડાઘ પડી જાય છે અને તેને સાફ કરવા છતાં પણ તે સાફ થતાં નથી અને તેવા ને તેવા જ રહે છે. તો કાળા ડાઘ કાઢવા માટે નેઈલ રીમુવરનો ઉપયોગ કરી શકો છો. જ્યાં ખૂબ જ કાળા ડાઘ પડી ગયા હોય ત્યાં એક નેઈલ રીમુવરનું પોતું લગાવવાથી ખુરશીના ડાઘા દૂર થઈ જાય છે.

આ ઉપરાંત તમે બેકિંગ સોડા અને લીંબુનો ઉપયોગ પણ ખુરશીને સાફ કરવા માટે કરી શકો છો. ખુરશીમાં ડાઘા પડી ગયા હોય ત્યાં બેકિંગ સોડા અને વિનેગર લગાવવાથી ખુરશી એકદમ ચમકવા લાગશે. ઘણી વખત કોઈ પણ લીટા પડી ગયા હોય તો તેને ઉપરથી પણ જતા નથી તો તે માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. ટૂથપેસ્ટને કોઈ બ્રશમાં અથવા તો કપડામાં લગાવીને ત્યાં થોડીવાર ખસો આમ કરવાથી નિશાન ગાયબ થઇ જશે અને પછી તેને ચોખ્ખા કપડાથી લૂછી લેવાથી ખુરશીના ડાઘ દૂર થઈ જાય છે.

Previous articleમંગળવારના દિવસે હનુમાનજીને આ વસ્તુ ચડાવો, બેડો પાર થઇ જશે
Next articleવિટામીન B-12ની ખામીને દુર કરશે આ શાકાહારી વસ્તુ, એકપણ ટીકડી કે ઇન્જેક્શનની જરૂર નહિ પડે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here