લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દેશભરમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવતો હોય છે, પરંતુ તમે ક્યારે સાંભળ્યું છે કે ટ્રાફિક પોલીસે 31 હજારનો દંડ ફટકાર્યો હોય. તમને એવું લાગતું હશે કે, આ કોઈ ટેક્નિકલ ખામીથી થયું હશે, પરંતુ એવું નથી આ ચલણ સાચું છે. હવે વિચાર થાય છે કે, ટ્રાફિકના કેટલા નિયમોનો ભંગ કર્યો હશે, જેમ કે સિગ્નલ તોડવું, ખોટી રીતે ડ્રાઈવિંગ કરવું, હેલ્મેટ નહી પહેરવું વગેરે વગેરે. આવા કેટલા નિયમોના ભંગ સાથેનું આ બીલ હશે. આ બાઈક ચાલક વિરુદ્ધ ટ્રાફિક પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નારાયણગુડા વિસ્તારની પોલીસે ટીએસ 10ED 9176 નંબરના બાઈકને રસ્તા પર રોક્યો. પોલીસે જણાવ્યું કે, દ્વારા તેની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી બુક અને પીયૂસી માંગવામાં આવી, જે તેની પાસે ન હતી, જેથી તેનું બાઈક ટોલ કરવામાં આવ્યું. આ ઘટના બાદ દંડ વસુલવાની કાર્યવાહી કોર્ટમાં થતી હોય છે, તેમાં જોવામાં આવે છે, અતીતમાં તેણે કોઈ ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે કે નહી. જ્યારે આ વ્યક્તિના બાઈક નંબરની તપાસ કરવામાં આવી તો, પોલીસ પણ ચોંકી ગઈ. અત્યાર સુધી તેની સામે એક બે નહી પરંતુ 135 ચલણ છે. હવે પોલીસે તેની વિરુદ્ધ રૂ. 31455 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ બાઈક ચાલકનું નામ કે કૃષ્ણા પ્રસાદ છે. તેની સામે ખર્ચ 26900 છે, જ્યારે પેનલ્ટી 4690 રૂપિયા છે. આમ કરી ટોટલ 31,455 રૂપિયાનું ચલણ છે. નારાયણગુડા પોલીસે આ મુદ્દે ચાર્જશીટ દાખલ કરી હતી. જેને લઈ બાઈક સીલ કરવામાં આવ્યું હતું. આ ચલણ જૂન-2016 થી 1 નવેમ્બર 2018 સુધીનું છે. હવે આ બાઈકના ચલાનના રૂપિયા વસુલવા માટે હવે તેની હરાજી કરવામાં આવશે.