એવું મંદિર જ્યાં કુંડમાં સ્નાન કરવાથી જ ચામડીના રોગો અને મણકા ના રોગ દૂર થઈ જાય છે.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આપણા દેશમાં એવા ઘણા બધા મંદિરો આવેલા છે કે જેના દર્શન કરવાથી જ આપણા દુઃખ દૂર થઇ જાય છે. અને ઘણી વખત તો કોઈ શરીરમાં સમસ્યા થઈ હોય તો દરેક સમસ્યા દૂર થઈ જાય છે. આજે આપણે એક એવા મંદિર વિશે વાત કરવાના છીએ કે જેનાથી ચામડીના રોગ અને મણકા ના રોગ દૂર થઈ જાય છે. આ મંદિર છે ગુજરાતનું તુલસીશ્યામ મંદિર. ત્યાં આવેલા ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગ અને મણકાના રોગ દૂર થઈ જાય છે. જેના કારણે અહીં હજારોની સંખ્યામાં ભક્તો નહાવા માટે આવે છે.

સાસણ ગીરના જંગલમાં આવેલી આ ચમત્કારી જગ્યા છે. ધાર્મિક ગ્રંથ અનુસાર એવું કહેવામાં આવે છે કે, જલંધર નામના એક પ્રજાપ્રેમી રાજા હતા. તેણે અનેક મોટા-મોટા દેવોને હરાવી દીધા હતા. ત્યારે વિષ્ણુ ભગવાન ખુશ થઈ ગયા અને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે જલંધર કહ્યું કે તમે અને તેની બહેન લક્ષ્મીજી તેના ઘરે આવીને રહે. ત્યારે ભગવાન વિષ્ણુએ વચન આપ્યું અને કહ્યું કે, જ્યારે તેનાથી કોઈ અધર્મનું આચરણ થઈ જશે ત્યારે તે ત્યાંથી પાછા જતાં રહેશે.

જલંધરની પત્ની નું નામ વૃંદા હતું. તે એક સતી હતી. જેના રાજ્યમાં ધર્મરાજ ચાલતું હતો. એકવાર  નારદજીએ કહ્યું કે, બધા દેવતાઓ પાસે સુંદર પત્ની છે. પરંતુ તમારી પાસે શું છે. ત્યારે જલંધરે નારદને કહ્યું કે મારી પાસે વૃંદા છે. ત્યારે નારદજીએ કહ્યું કે તમારી પાસે પત્ની તો છે, પરંતુ તે સતીના રૂપમાં છે એટેલે તે સ્વરૂપવાન નથી.

ત્યારે જલંધરે નારદજીને પૂછયું કે સૌથી સુંદર કોણ છે? ત્યારે નારદજીએ કહ્યું કે, દુનિયામાં સૌથી સ્વરૂપમાં મહાદેવના પત્ની પાર્વતી છે. જલંધર એ પાર્વતીજીને મેળવવા માટેનું વચન લીધું અને તેની મતી બગડી ગઈ એટલે ભગવાન વિષ્ણુ વચન પ્રમાણે તેના લોકમાં જવા નીકળ્યા.

ત્યારે ભગવાન વિષ્ણુએ તુલસી શ્યામમાં મનોહર ઉદ્ધાર કરવા માટે એક સાધુનું રૂપ ધારણ કરી સમાધિમાં બેસી ગયા. જયારે વૃંદા ને સપનામાં કઈ અનર્થ થવાનો હોય તેવી જાણ થઇ તો તપાસ કરવા નીકળ્યા અને એક તપસ્વીએ સમગ્ર ઘટના કહી.

તપસ્વીએ કહ્યું કે હવે જલંધરના જીવનનો અંત થવાનો છે. ધીમે ધીમે તેના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા અને આ જોઈને ખૂબ જ વિલાપ કરવા લાગી. એટલે તેનો પણ ધર્મ ભ્રસ્ટ થયો. ધર્મ નષ્ટ થતાં જ ન તેના પતિનું મૃત્થયુ થઇ ગયું એટલે વૃંદાએ શ્રાપ આપ્યો કે તમારી પત્નીનો કોઈ તપસ્વી દ્વારા અપહરણ કરવામાં આવશે. આ શ્રાપ રામાયણમાં સીતાનું અપહરણ એક તપસ્વી એટલે કે રાવણ ના રૂપમાં થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here