માથાનો દુખાવો,ચર્મ રોગ, ખોડો,ઉંદરી જેવા 100 થી વધારે રોગની દવા, 99% લોકો આના ફાયદા નથી જાણતા

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ચણોઠી બે પ્રકાર હોય છે, સફેદ ચણોઠી અને લાલ સફેદ. લાલ ચણોઠીમાં લાલ અને કાળા રંગના બીજ હોય છે અને  સફેદ ચણોઠી માં સફેદ રંગના બી હોય છે. ચણોઠીમાં પાનનો ઉપયોગ મોટાભાગે આપણે જ્યારે મોઢું આવી જાય છે ત્યારે તેના પાનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મોઢું આવી ગયું હોય તો તેમાં રાહત મળી જાય છે.

ચણોઠી એક ઝેરી વસ્તુ છે પરંતુ જો ચણોઠીનો ઝેર દૂર કરીને તેનો ઉપયોગ કરવામાં આવે તો એ તે અમૃત બની જાય છે, ચણોઠીમાં રહેલા ઝેરને દૂર કરવા માટે સૌપ્રથમ ચણોઠી ને ગરમ પાણીમાં નાખી ઉકાળવી ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો નહિ તો લાભ થવાને બદલે નુકશાન થઇ શકે છે.

ચણોઠીનો ઉપયોગ માથાની ટાલને દૂર કરવા માટે થાય છે તે માટે સૌપ્રથમ ચણોઠીનો પાવડર કરી તેમાં ઘી નાખીને માથા પર જ્યાં ટાલ હોય ત્યાં લેપ લગાવવો, આમ કરવાથી એ ટાલમાં વાળ આવવાનું શરૂ થઈ છે. આ ઉપરાંત જો વાળમાં ઉંદરી કે ખોડો હોય તો તે માટે સફેદ ચણોઠીનો ચૂર્ણ કરી તેમાં ભાંગરાનો રસ નાંખીને તલનું તેલ મિક્ષ કરીને માથામાં લગાવવાથી ઉંદરી અને ખોડો મટે છે.

જો માથાનો દુખાવો થતો હોય તો ચણોઠીના મૂળિયાને પાણીમાં ઘસીને લગાવવાથી માથાનો દુખાવો, આધાશીશી, ચક્કર આવવા કે માથાનો દુખાવો મટે છે. જો ઉધરસ કે અવાજ બેસી ગયો હોય તો સફેદ ચણોઠી ના પાન ચાવવાથી તે મટે છે. લાલ ચણોઠી કરતા સફેદ ચણોઠીનો ઉપયોગ વધારે થાય છે.

કોઈપણ પ્રકારના ચામડીના રોગ જેમકે ખસ, ખરજવું કે સફેદ ડાઘ હોય તો ચણોઠી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે માટે ચણોઠીનો બારીક ચૂર્ણ કરી તેમાં ઘી ઉમેરીને તાંબાના વાસણ પર લગાવી દેવું. ત્યારબાદ બીજા દિવસે ખરજવું કે સફેદ ડાઘ હોય ત્યાં લગાવવાથી ફાયદો થાય છે.

કમળાના દર્દીઓ ને ચણોઠીના મૂળનો રસ આપવામાં આવે તો કમળામાં રાહત થાય છે, આ ચણોઠીના પાનની ચા બનાવીને પીવાથી કમળામાં તેમજ શરદી અને ઉધરસ અને ગળું બેસી ગયું હોય તો પણ રાહત થાય છે. ચણોઠી ખીલ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તે માટે ચણોઠી ના પાન ને એ ઘસીને તેમાં હળદર મિક્સ કરી ખીલ પર લગાવવાથી રાતોરાત ખીલ ગાયબ થઈ જાય છે.

આદિવાસી લોકો ચણોઠી ના પાન નો રસ ઘાવને ઇન્ફેકશનથી બચાવવા માટે અને ઘાવ રુઝાવવા માટે કરતા હોય છે, આ ઉપરાંત પણ ચણોઠી ના પાન ના રસથી ઘાવ મટી જાય છે. ચણોઠી નું સેવન કરતાં પહેલાં એક વસ્તુનો ખાસ ધ્યાન રાખવું કે તેનો ઉપયોગ કરતા તેને ગરમ પાણીમાં ઉકાળવું જો તેને ઉકાળ્યા વગર જ સેવન કરવામાં આવે તો ઝાડા ઉલટી થઈ શકે છે તેમાંથી ઝેર નીકળી જાય પછી જ તેનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here