મોં માં પાણી લાવનારા આ ચટપટા ચાટ તો ખાવાજ પડે હો!!

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મોં માં પાણી લાવનારા આ ચટપટા ચાટ તો ખાવાજ પડે હો!!

ખાવાના શૌખીન લોકો રેસીપી માં અલગ અલગ ઈનોવેશન કરતા રહેતા હોય છે. મોટેભાગે સાંજના સમયે કટક-બટક માટે નવાનવા વ્યંજનો ઘરે બનતા હોય છે. બાળક હોય કે મોટા સૌ કોઈ ચટપટા વ્યંજનો પસંદ કરતા જ હોય છે. અને એમાંય ચાટ તો મોસ્ટકોમન ડિશમાંની એક છે.

આજે હું એવા જ ઈનોવેટિવ ટેસ્ટી પ્લસ હેલ્થી અને ઝટપટ બનતાં ચાટ્સની રેસીપી શેર કરવા જઈ રહી છું.તો, ચાલો જાણીએ ઝટપટબનતાં ચાટ્સ વિશે.

કુરકુરે ચાટ:

બજારમાં મળતા કુરકુરેના ટુકડા કરી લો. હવે તેમાં બારીક સમારેલા કોથમીર, ડુંગળી, ટમેટા અને કાકડી ભેળવી દો. ઉપર ચાટ મસાલોઅને થોડો કેચપ એડ કરી સુપર ટેસ્ટી ચાટનો આનંદ લો.

ક્રિસ્પી પાલક ચાટ:

પાલકના પાનને બરાબર ધોઈને લૂછી લો. હવે તે પાનમાંથી નાના સરખા ટુકડા કરો. એક એક ટુકડાને ચણાના લોટના ખીરામાં બોળીતળી લો. તૈયાર કરેલા ક્રિસ્પી પાલક લિવસ્ માં સમારેલા ડુંગળી, ટમેટા અને ચાટ મસાલો ભેળવો. ઉપર આમલીની ચટણી અનેઝીણી સેવ ભભરાવી આ સુપર હેલ્થી ચાટનોસ્વાદ માણો.

બિસ્કીટ ચાટ:

પહેલા એક બાઉલમાં કોથમીર, ટમેટા અને ડુંગળી ઝીણા સમારી લો.તેમાં મીઠુંઅને મરી પાઉડર ભેળવી થોડી વાર રહેવા દો. હવેમોનેકો બિસ્કીટ પર ગ્રીન ચટણી લગાવી આ ટોપિંગ એડ કરો. હવે ટોપિંગ પર ચાટ મસાલો, ઝીણી સેવ અને કેચપ એડ કરી ચટપટાબિસ્કીટ ચાટનો સ્વાદ માણો.

કોર્ન ચાટ:

બાફેલી મકાઈમાં બારીક સમારેલા ડુંગળી, ટમેટા, લીલા મરચાં, ઝીણી સેવ, મીઠું, ચાટ મસાલો, મરી પાઉડર, આમલીની ચટણી અનેલીંબુનો રસ ભેળવી દો. તૈયાર છે કોર્ન ચાટ. ઘણા લોકો ચટણીના બદલે આ ચાટમાં ટમેટો કેચપ અને ખમણેલું ચીઝ નાખતા હોયછે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

Previous articleઠંડીમાં ઘરે જ બનાવો તુવેરના ટોઠા, આ રહી તમારે માટે રેસિપી
Next articleઆ સુગર ફ્રી અને સરળ વાનગીઓ ખાવાની તો મજા આવશે જ બનાવવાની પણ એટલી જ મજા આવશે!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here