લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ચોમાસાની શરૂઆત હવે થઈ ગઈ છે. ધીમે ધીમે વરસાદ આવતો જાય છે અને વરસાદના કારણે મોટાભાગના દરેક લોકોને અલગ અલગ વસ્તુ ખાવાનો શોખ થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, ચોમાસાની શરૂઆત થતાં જ પાચનતંત્રમાં ફેરફાર થાય છે અને પાચનતંત્ર નબળું પડી જાય છે. પાચનશક્તિ નબળી પડવાને કારણે ઘણી વખત શરદી, તાવ અને ઉધરસ થવાના ચાન્સીસ વધી જાય છે. અને રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે.
ચોમાસામાં અનેક પ્રકારના લીલા શાકભાજી થાય છે અને ચારે બાજુ લીલુછમ વાતાવરણ બની જાય છે અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું શરૂ કરી દે છે. પરંતુ ચોમાસા દરમિયાન ક્યારેય લીલા પાંદડા વાળા શાકભાજી ન ખાવા જોઈએ. લીલા પાંદડા વાળા શાકભાજીમાં વટાણા, ચોળી, કોબી, ફ્લાવર, વાલ, બ્રોકલી વગેરેનો સમાવેશ થાય છે. આ શાકભાજીમાં વરસાદને કારણે સૂક્ષ્મ કીડા, મકોડા શાકભાજીમાં અંદર જતા રહે છે અને જે આપણને નરી આંખે દેખાતા નથી અને પેટમાં જવાથી જ અનેક પ્રકારની સમસ્યા ઉદભવી જાય છે. જેના કારણે તમારું પાચનતંત્ર નબળું પડી જાય છે અને ઝાડા ઉલટી થવાનો ખતરો પણ વધી જાય છે.

લીલા પાંદડા વાળી શાકભાજીમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જેના કારણે પેટમાં ગેસ થવાની સમસ્યા વધી જાય છે અને પાચનશક્તિ નબળી પડી જાય છે. જો ફરજિયાત પણે પાંદડા વાળી શાકભાજી ખાવી પડે એમ હોય તો આ શાકભાજીને મીઠા વાળા પાણીમાં ધોઈ લેવી પછી જ ખાવી જોઈએ.
આ ઉપરાંત ચોમાસા દરમિયાન ક્યારેય લારી પરનો ખોરાક ના ખાવો જોઈએ. અને જો તમે ચોમાસા દરમિયાન જંક ફૂડનું સેવન કરશો તો બીમાર થવાની શક્યતાઓ વધી જાય છે. અને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ વધતી જાય છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન મીઠાનું સેવન પણ ઓછું કરવું જોઈએ.