ચોરને અચાનક આવી ગઈ ઊંઘ, મકાન માલિકની દીકરીના રૂમમાં જઈને સૂઈ ગયો, પછી થયું કઈંક આવું…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

કેટલીકવાર ચોરીના વિચિત્ર કિસ્સાઓ સામે આવે છે, થાઇલેન્ડથી આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે. અહીં જ્યારે ચોરે ચોરીના ઇરાદે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં એસી જોઇને તે પીગળી ગયો અને પછી ત્યાં જ સૂઈ ગયો. હકીકતમાં આ ઓરડો મકાન માલિકની પુત્રી હોવાનું બહાર આવ્યું છે.

થિગર ડોટ કોમના એક અહેવાલ મુજબ, આ કેસ થાઇલેન્ડના મધ્ય પ્રાંતનો છે. અહીં ચોરીના ઇરાદે 22 વર્ષનો એક વ્યક્તિ રાત્રે 2 વાગ્યે એક ઘરમાં ઘુસી ગયો હતો. ત્યારપછી તેને ઊંઘનો અનુભવ થયો પછી તેણે ઘરના એક ઓરડાના એસી શરૂ કરીએ ત્યાં પલંગ પર સૂઈ ગયો હતો.

 

સવારે જ્યારે ઘરનો માલિક જાગ્યો ત્યારે તેને આશ્ચર્યચકિત થયું હતું. તેને જ્યારે જોયું તો ઓરડામાં એ.સી. શરુ હતી અને એક માણસ સૂઈ રહ્યો હતો. આ રૂમ તેની પુત્રીનો હતો, જો કે તેની પુત્રી ઘરની બહાર ગઈ હતી. માલિકે બારીમાંથી દીકરીના ઓરડામાં જોયું અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. જોકે રસપ્રદ વાત તો એ છે કે, મકાન માલિક જેના મકાનમાં ચોર પકડાયો હતો તે પોલીસ કર્મચારી છે.

અહેવાલ મુજબ આ ચોરે તે ઘરમાંથી અનેક કિંમતી ચીજો પણ ચોરી લીધી હતી. જોકે તે નિંદ્રામાં હતો અને સૂઈ ગયો હતો. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here