લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કોરોના વાયરસે વિશ્વમાં કહેર મચાવ્યો છે અને ભારતમાં કોરોના વાયરસના કારણે લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે અને લોકો આ સમય દરમિયાન કોઈપણ જાતનું કામ કરી શકતા નથી અને તેથી ભારતના ઘણા એવા લોકો છે કે જેમને આ લોકોને મદદ પુરી પાડવા માટે ઘણા બધા પૈસા આપ્યા છે અને તેમજ અહીંયા ભારતીય ઓપનર રોહિત શર્માએ પણ ઘણા બધા પૈસા આપ્યા છે અનેઆ આફત સામે પહોંચી વળવા માટે રિલીફ ફંડમાં દેશના મંદિરોએ તથા ફિલ્મ સ્ટારોએ દાન કર્યું છે.કોરોનાવાઇરસ સામે લડવા માટે રોહિત શર્મા દ્વારા પણ 80 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.
અહીંયા રોહિત શર્માએ 80 લાખમાંથી 45 લાખ રૂપિયા PM-CARES ફંડ પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ 25 લાખ રૂપિયા મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડ અને 5-5 લાખ રૂપિયા ફિડિંગ ઇન્ડિયા અને વેલ્ફેર ઓફ સ્ટ્રીટ ડોગની સંસ્થાને આપ્યા છે.રોહિતે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે આપણી જરૂરત છે કે આપણો દેશ ફરીથી પોતાના પગ પર ઉભો થાય.મેં મારુ કર્તવ્ય નિભાવતા PM-CARES ફંડમાં 45 લાખ, મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં 25 લાખ અને 5-5 લાખ રૂપિયા ફિડિંગ ઇન્ડિયા અને વેલ્ફેર ઓફ સ્ટ્રીટ ડોગની સંસ્થાને ડોનેટ કર્યા છે.
ગુજરાતમાં કોરોના વાઇરસની ભીતિને પગલે લૉકડાઉન છે અને પોલીસ પણ લૉકડાઉનનો સખત રીતે અમલ કરાવી રહી છે.વિરાટે ટ્વીટ કર્યું હતું કે અનુષ્કા અને હુંબંને PM-CARES ફંડ અને CM રિલીફ ફંડ મહારાષ્ટ્રમાં અમારું યોગદાન આપવા માટે શપથ લઈએ છીએ કોરોનાના કપરા કાળમાં લોકો ઘર પકડીને બેસી ગયા છે ત્યારે એવા પણ લોકો છે જે ઘર છોડીને કામ કરી રહ્યા છે અને મુશ્કેલીમાં રહેલા લોકોને જોઈને અમારું દિલ ભરાઈ આવ્યું છે એવું પણ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પટનાના મહાવીર મંદિર ન્યાસે મુખ્યમંત્રી રાહત કોષમાં એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે અને ઓલરાઉન્ડર સુરેશ રૈના અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે અનુક્રમે 52 અને 50 લાખ ડોનેટ કર્યા હતા.તેમજ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી બંને જણાએ પણ 50-50 લાખ રૂપિયા આપ્યા છે અને કહેવામાં આવ્યું છે કે મહાવીર મંદિર ન્યાસના સચિવ કિશોર કુણાલે જણાવ્યું છે કે તેમણે સરકારને કોરોના સામે લડવા માટે સંભવ તમામ મદદ કરવાની વાત કરી હતી.