લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આમ તો હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉન કરવામાં આવ્યુ છે અને તેમજ ભારતમાં પણ કોરોના વાયરસના 300 થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે અને જે બાદ લોકોને મકાનની અંદર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે અને જો લોકો બહાર નીકળશે તો તેમને પણ આ કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે અને આ કોરોના વાયરસને કારણે ઘણા લોકોએ તેમના લગ્ન બંધ કરવા પડ્યા છે અને ઘણા કાર્યક્રમો પણ મોકૂફ રાખવામાં આવ્યા છે. જેથી વધુ લોકો એક જગ્યાએ ભેગા ન થાય.તેમ જ જણાવવામાં આવ્યું છે કે આ કોરોના વાઇરસના વધતા જતા કેસ અને જેમાં ઘણા લોકોના મુત્યુ પણ થયા છે અને આ રોગ ફાટી નીકળવાની વચ્ચે તાજેતરમાં ગુજરાતના અમરેલીમાં એક દંપતીએ તેમના લગ્ન પહેલાનું શૂટિંગ અનોખી રીતે કરાવ્યું છે તેવી વાત અહીંયા કરવામાં આવી છે અને આ એક અદભુત વાત છે.ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે આ દંપતી ટૂંક જ સમયમાં લગ્ન કરવા જઇ રહી છે.
જેના લગ્ન પહેલા જ પ્રીવેડિંગ શૂટિંગ માટે સુમસાન બજાર પસંદ કર્યું હતું તેવું જણાવવામાં આવ્યું છે અને આ મુજબ આ કપલને તેમના લગ્ન પહેલાનું શૂટ બજારમાં કરાવ્યું હતું અને ત્યારબાદ આ લગ્ન પહેલાના શૂટિંગ દરમિયાન કપલ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા તેવું જાણવા મળ્યું છે.અને આવા સમયમાં કહેવામાં આવી રહ્યું છે કે તેણે જેટલા ફોટો પડ્યા એ બધા માસ્ક પહેરીને પડાવ્યા હતા.પણ કહેવાયું છે કે હકીકતમાં તો તેણે કોરોના વાયરસ પણ ગુજરાતમાં પહોંચી ગયો છે.
શનિવારે આ રાજ્યમાંથી કોરોના વાયરસના છ નવા કેસ નોંધાયા છે અને હાલમાં જેની સંખ્યા વધવા જ પામી છે અને આ સાથે, આ રાજ્યમાં કોવિડ 19 ચેપગ્રસ્તની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. આ રાજ્યના કેટલાક બજારો કોરોના વાયરસના વધતા જતા કેસને કારણે બંધ કરવામાં આવ્યા છે.કોરોના વાયરસ દરમિયાન કરવામાં આવેલ આ લગ્ન પહેલાનું શૂટ સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યું છે.