લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ડબ્લ્યુએચઓનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરએ કહ્યું કે પોલિમરેઝ ચેન રિએક્શન આધારિત પરીક્ષણો એ નક્કી કરવાનો સૌથી સચોટ રસ્તો છે કે કોઈ કોવિડ-19થી સંક્રમિત છે કે નહીં.દુનિયામાં કોરોના વાયરસના કારણે 17 લાખ લોકો સંક્રમિત.કોરોના વાયરસને કારણે દુનિયામાં 1 લાખથી વધુ લોકોનું મોત.કોરોના વાયરસને કારણે વિશ્વમાં આક્રોશ ફેલાયો છે.વિશ્વના લગભગ તમામ દેશો કોરોના વાયરસના ભોગ બન્યા છે.અને હાલમાં રોજ સંક્રમિત કેસો સામે આવી રહ્યા છે.જેમાંથી ઘણાં લોકોના મૃત્યુ પણ થયા છે.જો કે કોરોના વાયરસ કોવિડ-19 ની સારવાર માટે હજી સુધી કોઈ દવા બનાવવામાં આવી નથી.આ દરમિયાન ડબ્લ્યુએચઓએ પીસીઆર આધારિત ટેસ્ટને સંક્રમણની તપાસ કરવા માટે મહત્વપૂર્ણ જણાવ્યો છે.
ડબ્લ્યુએચઓ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ.માઇકલ જે.રયાન એ જણાવ્યું કે પોલિમરેઝ ચેન રિએક્શન પીસીઆર આધારિત પરીક્ષણો એ નક્કી કરવાનો સૌથી સચોટ રસ્તો છે કે કોઈને કોવિડ-19થી સંક્રમિત છે કે નહીં.સરકારોને પીસીઆર આધારિત પરીક્ષણ અથવા સક્રિય ચેપને શોધી કાઢતી કોઈપણ કસોટી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
માઇકલ જે.રિયાન અનુસાર સામાન્ય રીતે પીસીઆર આધારિત પરીક્ષણ એ કહેવા માટે યોગ્ય છે કે કોઈ સંક્રમિત થયું છે કે નહીં.તમેં હાલમાં સંક્રમિત થયા છો કે પહેલેથી જ સંક્રમિત છો.જણાવી દઈએ કે દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ રોજ જોવા મળે છે.વિશ્વમાં અત્યાર સુધીમાં 17 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.તે જ સમયે કોરોના વાયરસના કારણે 1 લાખથી વધુ લોકોના મોત થયા છે.અને આ આંકડો ઘટવાને બદલે સતત વધી રહ્યો છે.