કોરોના નો આતંક,14 મહીનાનું આ બાળક કોરોના સામે હારી ગયું જંગ, અને 2 દિવસ પછી થયું મોત…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 89 હજાર લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે જ્યારે 15 લાખ કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે.કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે.જેથી એક સવાલ એ છે કે શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે.કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે.વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે.તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે.દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે.આમ આ આપણા ગુજરાતના જામનગરમાં 14 મહિનાના બાળકનું કોરોનાથી મોત થયું હતું.રવિવારે બાળકને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો અને મંગળવારે તેનું મોત નીપજ્યું હતું.ચોથું મોત મંગળવારે ગુજરાતમાં કોરોના વાયરસને કારણે થયું હતું.અહીં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 16 લોકોએ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં અગાઉ મંગળવારે સુરત અને પાટણમાં એક-એકનું મોત નીપજ્યું હતું.જામનગરમાં કોરોનાગ્રસ્ત બાળક જીવન સામેની લડાઇ હારી જતાં તેના મૃતદેહને નિયમ મુજબ પ્લાસ્ટીકની બેગમાં મૂકી દફનવિધિ કરવામાં આવી હતી.માતા-પિતાને પુત્રના મૃતદેહને દૂરથી દેખાડી અને બાદમાં ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી.શ્રમીક પરિવારના 14 મહિનાના બાળકનો રવિવારે પોઝીટીવનો રિપોર્ટ આવ્યો હતો.બાળકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક જી.જી.હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો.જો કે બે દિવસની સારવાર બાદ મંગળવારે રાત્રે તેનું અવસાન થયુ઼ં હતું.બાળકનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલ્યોર, હાર્ટ અને કિડનીના ફેઈલ થવાના લીધે થયું હોવાનું સામે આવ્યું છે.ગુજરાતમાં હવે કોરોના ના કેસ માં જોરદાર વધારો થઇ રહ્યો છે.રાજ્યના કુલ 175 કેસની વાત કરીએ તો અમદાવાદમાં 83.રાજકોટમાં 11, પાટણમાં 5, પોરબંદરમાં 3, ગીર સોમનાથમાં 2, કચ્છમાં 2, સુરતમાં 22, ભાવનગરમાં 14, ગાંધીનગરમાં 13, વડોદરામાં 12, મહેસાણામાં 2, મોરબીમાં 1,પંચમહાલમાં 1,છોટાઉદેપુરમાં 1, જામનગર-હિંમતનગર-આણંદમાં પણ એક કેસ સામે આવ્યો છે.આમ આ અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો.તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ .

Previous articleજો તમે પણ ભૂખ્યા પેટે સુવો છો,તો થઈ જાવ સાવધાન,તમારા સ્વાસ્થ્ય ને થઈ શકે છે એ 5 મોટા નુકસાન,જાણી લો નહિ તો…
Next articleકોરોના સંકટ,રાજ્ય સરકાર નો સૌથી મોટો નિર્ણય,આ ત્રણ તબક્કામાં હટાવવામાં આવશે લોક ડાઉન,જાણો વિગતવાર…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here