કોરોના વાયરસ નો ચેપ લાગે ત્યારે શું થાય છે જુવો આ વીડિયો માં..માણસ ની પરિસ્થિતિ જોઈ ને દયા આવી જશે.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે અમે તમને જણાવી રહ્યા છીકે કે, કોરોના વાયરસનો ચેપ લાગતાં ની સાથે જ વ્યક્તિ ને પોતાના માં કયા બદલાવ જોવા મળે છે. દેશને પણ કોરોનાનો ચેપ ન લાગે તેના માટે સરકાર સહિત લોકોએ પણ જાગૃત રહેવું પડશે. તો નોંધી લો આ તમામ બાબતો.શું હોય છે શરૂઆતનાં લક્ષણ? કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં શરૂઆતનાં લક્ષણ ખૂબજ સામાન્ય હોય છે. આ દરમિયાન વ્યક્તિને તાવ આવે છે અને ખૂબજ થાક અનુભવાય છે. સાથે-સાથે દર્દીને કોરી ખાંસી થઈ જાય છે. આ સિવાય દરદીઓમાં ઝાડાની સમસ્યા પણ જોવા મળે છે. કેવી રીતે ઓળખવો વાયરસને? કોરોના વાયરસ દરમિયાન માણસના ગળામાં તકલીફ અનુભવાય છે. આ વાયરસના જેનેટિક મૈટીરિયલને પોલીમર ચેન રિએક્શન (પીસીઆર) દ્વારા ઓળખી શકાય છે. ચેસ્ટ સ્કેનર કોરોના વાયરસથી સંક્રમિત કેટલાક દરદીઓની જ્યારે સીએટી સ્કેનરથી તપાસ કરવામાં આવી ત્યારે તેમનાં ફેફસાંમાં કેટલાક ડાઘ જોવા મળ્યા જેને મેડિકલની ભાષામાં ‘ગ્રાઉન્ડ ગ્લાસ’ તરીકે ઓળખવામાં આવે છે. કોને રહે છે સૌથી વધારે ખતરો? કોરોના વાયરસથી સંક્રમિત માત્ર 25 ટકા લોકોને જ આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા છે, આ લોકો એક્યૂટ રેસ્પીરેટરી ડિસટ્રેસ સિંડ્રોમના શિકાર થયા છે, આ સ્થિતિમાં તેમનાં ફેફસાંમાં એક પ્રકારનો ફ્લૂડ ભરાઇ જાય છે અને તેના કારણે ઓક્સિજન પહોંચી શકતિ નથી. કિડની ખરાબ થઈ જવાથી વ્યક્તિનું મૃત્યુ નીપજે છે. આ વાયરસ એ લોકો માટે વધારે ખતરનાક નીવડે છે, જેઓ પહેલાંથી જ નબળા છે. વૃદ્ધોને સૌથી વધારે ખતરો ડૉક્ટર્સનું કહેવું છે કે, ઉંમરલાયક લોકો માટે આ વાયરસ સૌથી વધારે ખતરનાક છે, તેમની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 22 થી 92 વર્ષની ઉંમરના દરદીઓની સંખ્યા છે, જેમાં 56 થી વધારે ઉંમરના રોગીઓની સંખ્યા સૌથી વધારે છે.

સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર એવા કોરોના વાયરસથી પીડિત દર્દીનો એક દર્દનાક વીડિયો સામે આવ્યો છે. વાયરસથી પીડિત દર્દીએ જે એક યુવતી છે તે હાલ લંડનની એક હોસ્પિટલના આઇસીયુમાં એડમિટ છે તેણે આ વીડિયો બનાવવાની હિંમત કરી અને તેને શેર કર્યો છે. કોરોના વાયરસની બિમારી લાગુ થયા બાદ શરીરને કેવી પીડા થઇ રહી છે, શ્વાસમાં પડી રહેલી મુશ્કેલીનો અકલ્પનિય અને દર્દનાક વાત કહી છે. આ દર્દીનું નામ તારા જાને અને ઉંમર 39 વર્ષ છે તેણે વીડિયોમાં કહ્યું કે, ‘એવું લાગે છે કે- ફેફસાં અને છાતીમાં કાચના ટૂકડાં ખૂંચી રહ્યા છે. શ્વાસ લેવો યુદ્ધ લડવા જેવુ લાગે છે. આ ખૂબ ડરાવી દે તેવો અનુભવ છે. હું ફરી વખત આ સ્થિતિનો સામનો કરી શકુ એમ નથી.’
દર્દીએ વીડિયોમાં જણાવ્યું છે કે, હું શ્વાસ લેવા માટે લડી રહી છું. આ ખૂબ ડરાવી દે તેવો અનુભવ છે. પાંચ દિવસ પહેલાં મને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લાવવામાં આવી છે. તારાના જણાવ્યા પ્રમાણે, અંદાજે એક સપ્તાહ પહેલાં તેમને છાતીમાં કફ-ઈન્ફેક્શનની તકલીફ શરૂ થઈ હતી. તેમને એન્ટીબાયોટિક્સ આઈબ્રૂફેન અને પેરાસિટામોલ લેવાની સલાહ આપવામાં આવી હતી. તેણે કહ્યું- મને લાગે છે કે, આઈબ્રૂફેને કોરોના વાઈરસને વધારે ઘાતક બનાવવાનું કામ કર્યું છે. કોરોના સામે લડતી તારાએ આઈસીયુમાં એક વીડિયો બનાવ્યો છે. તેણે આ વીડિયો વોટ્સએપ દ્વારા તેના મિત્રોને મોકલ્યો અને એલર્ટ રહેવા કહ્યું છે. તારાના જણાવ્યા પ્રમાણે-આઈસીયુમાં મારા શરીર પર કેથરેટર લગાવવામાં આવ્યા છે. જેની મદદથી હું શ્વાસ લઈ રહી છું. પહેલાં મને એક દિવસમાં છ લીટર ઓક્સિજનની જરૂર હતી. હવે સ્થિતિમાં થોડો સુધારો થયો છે અને હાલ એક લીટર ઓક્સિજન લઈ રહી છું. જેઓ ધ્રુમપાન કરતા હોય તેમને છોડવાની અપીલ તારાના જણાવ્યા પ્રમાણે, પહેલાની સરખામણીએ હાલની હાલત 10 ગણી સારી છે. હજી કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે તે વિચારવાનું છોડી દીધું છે. જે લોકો સીગારેટ પીતા હોય તેમણે અત્યારથી જ તે છોડી દેવી જોઈએ. મારી તમને લોકોને અપીલ છે કે, આવી સ્થિતિ ન બનવા દો.

મારું શરીર આ સમસ્યા સામે લડી રહ્યું છે. તમે લોકો પણ સાવધાની રાખો. નિમોનિયાની શંકા હતી પણ રિપોર્ટમાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો તારા લંડનના ઉત્તરી-પશ્ચિમ વિસ્તારમાં રહે છે. પતિ અને બે દીકરીઓ સાથે જ્યારે તે પોલેન્ડથી પરત આવી ત્યારે તેની તબિયત બગડી. 11 દિવસ પહેલાં તેમણે ડોક્ટરની સલાહ લીધી હતી. જેમાં નિમોનિયા થયું હોવાનું જણાવ્યું હતું. ગયા સપ્તાહમાં તેની હાલત વધારે ખરાબ થઈ. બીજા ટેસ્ટમાં કોરોના વાઈરસનો ખુલાસો થયો અને તેને આઈસીયુમાં રાખવામાં આવી છે. જો 5 દિવસની અંદર આ ત્રણ લક્ષણો દેખાય તો સમજી લેવુ કોરોનાની અસર છે ઉલ્લેખનીય છે કે, રિસર્ચરોએ આ ખાસ રિસર્ચ ચીનના વુહાન શહેરની બહાર લગભગ 50 વિસ્તારોમાં કર્યુ હતુ. હેલ્થ એક્સપર્ટે આ દરમિયાન લોકોને 14 દિવસ સુધી સેલ્ફ આઇસૉલેટમાં રહેવાની પણ સલાહ આપી છે. જર્નલ એનલ ઓફ ઇન્ટરનલ મેડિસિનની એક રિપોર્ટ અને રિસર્ચરોના રિસર્ચ પ્રમાણે કોરોના વાયરસ ક્યારે લાગુ પડે છે, તેના ત્રણ લક્ષણો મુખ્ય છે. શોધકર્તાઓના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસની અંદર કોઇપણ વ્યક્તિને અહીં બતાવેલા ત્રણ લક્ષણો જણાય તો સમજી લેવુ કોરોનાની અસર ચાલુ થઇ ગઇ છે. અમેરિકન રિસર્ચરો દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં કહેવાયુ છે કે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ પહેલા પાંચ દિવસમાં વ્યક્તિને સુકી ખાંસી-ઉધરસ આવવાનુ શરૂ થઇ જાય છે.

દર્દીને વધારે પડતો તાવ ચઢવા લાગે છે, અને તેના શરીરનું તાપમાન એકદમ વધી જાય છે. અત્યાર સુધી ઘણાં હેલ્થ એક્સપર્ટ કોરોનાના વાયરસમાં વધારે તાવ ચઢવાનો દાવો કરી ચૂક્યા છે. કોરોના વાયરસ થાય ત્યારે પહેલા પાંચ દિવસમાં માણસને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્વાસની તકલીફ ફેફસામાં લાળ ફેલાવવાના કારણે થાય છે. તો સુ તમને પણ તમારા શરીર માં આવા લક્ષણો વર્તાઈ રહ્યા છે?.. તો રાહ ના જોશો મિત્રો જલ્દી થી જ તમારા નજીક ના દવાખાના માં જઈએ આ વાઇરસ નો ટેસ્ટ કરાવી લો જીથી કરી ને તમે અને તમારો પરિવાર પણ સ્વસ્થ રહી શકે.ખાસ વાત છે કે, નેશનલ હેલ્થ સેન્ટર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ કોરોનાના આ જ લક્ષણો બતાવ્યા હતા. આ વાયરસ ફેલાવાની સાથે જ લોકો અનેક પ્રકારના ભ્રમનો શિકાર બની રહ્યાં છે. સામાન્ય શરદી-ખાંસી અને તાવના દર્દીઓની હોસ્પિટલોમાં ભીડ લાગેલી છે. લોકોને ડર છે કે ક્યાંક તેમને તો Corona નથી ને ? આવી સ્થિતિથી બચવા માટે કોરોનાના સંક્રમણ અને સામાન્ય શરદી-ખાંસી, તાવમાં ફરક સમજવો ખૂબ જ જરૂરી બની ગયો છે.

આ 6 રીતે જાતે જ તપાસો Corona ના લક્ષણો Corona વાયરસના લક્ષણ વિશેષ રૂપે તાવ અને શ્વાસ લેવામાં તકલીફ વધવાને માનવામાં આવે છે. શરદી-ખાંસીને નહી તે બાબત નું ખાસ ધ્યાન રાખવું તમને તાવ છે કે નહી, તેનો જવાબ હા કે નામાં આપીને તમે Corona વાયરસના લક્ષણ તપાસી શકો છો. જો તમને તાવ હોય તો શું શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી છે? જો હા, તો તમને Corona હોઇ શકે છે. વાયરસના અન્ય લક્ષણોમાં શરદી-ખાંસી, થાક, નબળાઇ પણ સામેલ છે. આ ફ્લૂના પણ લક્ષણ છે. જો કે તેમાં લોકો વિશેષજ્ઞોનો અભિપ્રાય લેતા ડરે છે કે તેઓ Corona વાયરસથી પીડિત થઇ શકે છે. સંક્રમણના લક્ષણ દેખાયાના 2થી 14 દિવસની અંદર દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેમને લાગે કે તેમને આવા લક્ષણો છે તો તેમણે તબીબની સલાહ લેવી જોઇએ. અલગથી તપાસ યોગ્ય વિકલ્પ યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના ક્લિનિકલ પ્રોફેસર જૉન સ્વાટ્રૂજબર્ગે કહ્યું કે મને લાગે છે કે કોરોના વાયરસના સંક્રમણને ઇન્ફ્લૂએંઝા એચ-1, એન-1 સ્વાઇન ફ્લૂ અથવા અન્ય કેટલાંક શ્વાસના રોગોથી અલગ કરવો અસંભવ છે. તેથી પૂરતી તપાસ કરાવવી જ યોગ્ય વિકલ્પ છે. કોરોનો વાયરસના લક્ષણોમાં ખાસ કરીને વધુ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ વધુ હોય તેને માનવામાં આવે છે. શરદી જુકામને નહી, જો તમને તમને તાવ છે કે નહીં તેનો જવાબ હા અથવા નામાં આપીને કોરોનોવાયરસની તપાસ કરી શકો. શું તમને તાવ છે, અને તમને શ્વાસ લેવામાં તકલીફ પણ છે, તો તમને કોરોનાવાયરસ હોઈ શકે છે.

વાયરસનાં અન્ય લક્ષ્ણોમાં શરદી, ઉધરસ, થાક લાગવો, કમજોરી પણ શામેલ વાયરસનાં અન્ય લક્ષ્ણોમાં શરદી, ઉધરસ, થાક લાગવો, કમજોરી પણ શામેલ છે. આ ફ્લૂનાં લક્ષ્ણ છે. જો કે આ મામલે લોકો વિશેષજ્ઞનો મત લેવા માટે પણ ડરતા હોય છે, કે તેઓ કોરોનાવાયરસથી પીડિત હોઈ શકે છે. સંક્રમણનાં લક્ષ્ણ દેખાવાની સાથે સાથે બેથી 14 દિવસની અંદર દર્દીને શ્વાસ લેવામાં તકલીફ સર્જાય છે. કોરોના થી સંક્રમિત અનેક દર્દીઓએ જણાવ્યું કે તેમની માંશપેસીઓમાં અસહનીય દુખાવો થાય છે અને માથું ફાટી જાય એવું થાય છે..ગળા માં સોજો આવે છે.કોરોના થી ગ્રસિત એવા કેટલાય લોકો ની માહિતી એકથી કરવામાં આવી છે અને તેમાંથી ૨ કોરોના ગ્રસ્ત વ્યક્તિ સાથે થયેલ વાતચીત દરમ્યાન તેમને જણાવ્યું હતું કે, તેઓ એ કોઈ દિવસ માંસાહાર આરોગ્યો નથી અને તેમની ઉંમર પણ ૩૦ વર્ષ જ હતી.પ્રનત્ય તેઓ ને છેલ્લા ૧૦ વર્ષ થી સિગારેટ પીવાની ખરાબ ટેવ હતી. આ ટેવ ને હિસાબે તેમના ફેફસા કમજોર થવા પામ્યા હતા. અને તેથી જ તેમને કોરોના સંક્રમિત વ્યક્તિ નો ચેપ સહેલાઈથી લાગી ગયો. એટલે મિત્રો આજ થી જ ધુમર્પાન કરવાનું છોડો.અને સ્વસ્થ રહો.આ ઉપરાંત ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માં પણ આ વાઇરસ ખુબ જ આસાની થી પ્રસરી ગયો. મિત્રો બાળકો અને વૃધ્ધો માં રોગપ્રતિકારક શકિત ઓછી હોઈ છે.

તેથી તેઓ આ વાઇરસ નો ભોગ જલ્દી થી બને છે. આ ઉપરાંત ઘણા બધા લોકો દ્વારા સોસીઅલ મીડિયા ના માધ્યમ થી દવા કરવામાં આવ્યા છે કે ૧-૨ મિનિટ સુધી શ્વાસ રોકી રાખો અને એમાં જો તમને ઉધરસ આવે તો તમને કોરોના વાઇરસ સીઘે. તો હું આ બાબતે તમને એટલું જ કેહવા માગીશ કે મિત્રો, આ બધી અફવાઓ છે. તેનાથી બને એટલું દૂર રહો. કારણ કે આવા બધા અખતરા કરવાથી વ્યક્તિ નું મૃત્યુ પણ થયી શકે છે. અને જો ખરેખર એવી રીતે કોરોના નો ટેસ્ટ ઘરે બેઠા થયી શકતો હોટ તો આજે દેશ માં કોરોના સેંટર ની સુ જરૂર? જો એવી અફવા જનક પોસ્ટ દેખાય તો તરત જ તેને રિપોર્ટ સ્પામ કરો. જેથી તેવા લોકો ની આંખો ઉઘડી શકે. જો તમને સત્ય ખબર જ નથી તો તમે જુઠાણું ન ફેલાવી શકો. હાલ માં કોરોના ને લગતી આવી ઘણી બધી અફવાઓ નો દેશ સામનો કરી રહ્યું છે.

Previous articleઆ લોકોએ ક્યારેય ન કરવું જોઈએ આદુ નું સેવન,નહીં તો આવી શકે છે આવું ગંભીર પરિણામ,જાણી લો કયા લોકો એ ના કરવું જોઈએ….
Next articleપાકિસ્તાનની બીજી નાપાક હરકત,હવે સાયબર વોર દ્વારા ફેલાવી રહ્યું છે દુષ્ટ પ્રચાર,જાણો વિગતવાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here