લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે.અત્યાર સુધીમાં 89 હજાર લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે જ્યારે 15 લાખ કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે.કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે.જેથી એક સવાલ એ છે કે, શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે.પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે.કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે.વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે.તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 24,506 પર પહોંચી ગઈ છે.આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 775 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.સારી વાત એ છે કે અત્યાર સુધી 5063 લોકો સ્વસ્થ છે.દેશમાં કોરોના રોગચાળાથી સૌથી વધુ અસર મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હી છે.એકલા મહારાષ્ટ્રમાં, કોરોના વાયરસના 6,817 કેસની પુષ્ટિ થઈ છે.
જ્યારે 301 લોકોનાં મોત નીપજ્યાં છે.તે જ સમયે ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 2,815 છે જ્યારે 127 લોકોએ જીવ ગુમાવ્યો છે.મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 92 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 1852 લોકો ચેપગ્રસ્ત છે.તે જ સમયે રાજધાની દિલ્હીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2,514 પર પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં 53 લોકોનાં મોત નીપજ્યાં છે.